રાજકારણખબર

Sanjay Raut : જ્યારે ‘વાઘ’ ગર્જનાને બદલે ગાળો બોલે! શું ગાળો બોલવાથી પક્ષ બચશે?

Sanjay Raut : સત્તાની સાઠમારીમાં જ્યારે મર્યાદાઓ ભૂલાય છે: સંજય રાઉતનો પિત્તો અને શિવસેનાની કફોડી હાલત

Sanjay Raut

મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા ગરમાગરમ રહ્યું છે, પણ જે દ્રશ્યો આજે દિલ્હીમાં જોવા મળ્યા તે લોકશાહી માટે દુઃખદ છે. શિવસેના (UBT) ના નવમાંથી છ સાંસદો હવે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદે જૂથમાં ભળવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં પક્ષના મુખ્ય પ્રવક્તા સંજય રાઉત જે રીતે પોતાનો સંયમ ગુમાવી બેઠા છે, તે જોઈને લાગે છે કે હવે દલીલો પૂરી થઈ ગઈ છે અને માત્ર ગાળાગાળી બાકી રહી છે.

ખાસ સુચના : (અમિશ દેવગનની આ પોસ્ટમાં સંજય રાઉતની ગાળા ગાળીનો વિડાયો છે, બાળકો આ વિડાયો ન જોવે અને દર્શકો વિવેકથી કામ લે)

Sanjay Raut : જ્યારે ‘વાઘ’ ગર્જનાને બદલે ગાળો બોલે! 🐯

Sanjay Raut : દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે સાથે માત્ર ત્રણ સાંસદો—અરવિંદ સાવંત, રાજાભાઉ વાજે અને અનિલ દેસાઈ—હાજર રહ્યા હતા. બાકીના છ ગેરહાજર રહેતા રાઉત અકળાઈ ગયા હતા. તેમણે પક્ષ છોડનારાઓને જાહેરમાં ‘બેઈમાન’ અને અત્યંત અભદ્ર શબ્દો (ગાળો) થી નવાજ્યા હતા. એક પત્રકાર તરીકે મારે કહેવું જોઈએ કે, પદ અને સત્તા તો આવે ને જાય, પણ વર્ષોનો અનુભવ ધરાવતા નેતા જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરે, ત્યારે તે પક્ષની નબળાઈ જ છતી કરે છે. ગદ્દારી લોહીમાં હોવાના દાવા તો ઠીક, પણ શું આવી વાણીથી શિવસૈનિકોમાં જોશ ભરી શકાશે કે પછી લોકોમાં નકારાત્મકતા ફેલાશે?.

15 કરોડનો ‘ઓપરેશન ટાઈગર’નો દાવો 💰

Sanjay Raut : એ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે આ સાંસદો પૈસા ન મળે ત્યાં સુધી પ્લેનમાં બેસવા પણ તૈયાર નહોતા. જોકે, આ દાવાઓમાં કેટલું તથ્ય છે તે તો સમય જ કહેશે, પણ રાઉતે જે રીતે ‘રાડા’ (હિંસક સંઘર્ષ) કરવાની અને મહારાષ્ટ્રની જનતા ચૂપ નહીં બેસે તેવી ચેતવણી આપી છે, તે રાજ્યમાં અશાંતિના સંકેત આપી રહી છે.

Sanjay Raut : શિવસેનાના સ્થાપના દિવસ એટલે કે 19 જૂન પહેલા આ મોટું પક્ષ પલટાનું નાટક પૂરું થાય તેવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે માટે આ અસ્તિત્વની લડાઈ છે, પણ સંજય રાઉતે સમજવું પડશે કે રાજકારણમાં વિરોધીઓને પરાસ્ત કરવા માટે તર્ક અને રણનીતિ જોઈએ, ગાળો નહીં. જ્યારે નેતા પોતાની વાણી પરનો કાબૂ ગુમાવે છે, ત્યારે સમજવું કે પાયો હચમચી રહ્યો છે.

Punjab : CM ભગવંત માનને અકાલ તખ્તે જાહેર કર્યા ‘ગુરુ-દ્રોહી’? ધર્મ v/s રાજકારણની જંગ

Ad p

Related posts

મોદી મેલોનીની ‘મેલોડી’ ડિપ્લોમસી: રોમમાં પીએમ મોદીની મધુર ભેટ અને ભારતનો વધતો વૈશ્વિક પ્રભાવ

SAHAJANAND RAJPUT

સરકારી નિયમો : 1 મે થી બદલાશે ગેસ સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો

SAHAJANAND RAJPUT

હોર્મુઝ સમુદ્રી માર્ગ પર વસૂલવાનું શરૂ કર્યું ‘ટોલ’, ઈરાનની નવી દાદાગીરી અને અમેરિકાની ચેતવણી

SAHAJANAND RAJPUT

Leave a Comment