તંત્રી વિમર્શખબરરાજકારણ

કોકરોચ : સોશિયલ મીડિયાના ‘સુપરસ્ટાર્સ’ જમીન પર ફુસસ, 2 કરોડ ફોલોઅર્સ પણ મેદાનમાં 1000 પણ નહીં

2 મિલિયન ફોલોઅર્સ પણ મેદાન ખાલી! CJP ના વિરોધમાં નેતાઓ જ્યુસ પીતા ઝડપાયા, શું આ જ છે આજની ‘ડિજિટલ ક્રાંતિ’? 📉🤔

નવી દિલ્હી :

Dilhi CJP flop

કોકરોચ જનતા પાર્ટી : રાજકારણમાં ભીડ ભેગી કરવી એ એક કળા છે, પણ સોશિયલ મીડિયા પર કરોડોની ‘ડિજિટલ ફોજ’ ઉભી કરવી એ કદાચ પૈસાનો ખેલ છે. આજના દિલ્હી ખાતેના બહુ ચગવાયેલા CJP (જેને વિરોધીઓ ‘કોકરોચ જનતા પાર્ટી’ કહી રહ્યા છે) ના વિરોધ પ્રદર્શનના ફીયાસ્કાએ એ સાબિત કરી દીધું કે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ક્રાંતિ લાવવી સહેલી છે, પણ રસ્તા પર ઉતરવામાં તો ‘નેતાજી’ને પણ પસીનો છૂટી જાય છે!

🤴 કોકરોચ જનતા પાર્ટી : નેતાજીનો ‘રોયલ’ વિરોધ અને જ્યુસની લિજ્જત

કોકરોચ જનતા પાર્ટી : આંદોલન એટલે પરસેવો, તડકો અને સંઘર્ષ… પણ ના! CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ માટે આંદોલન એટલે એક પ્રકારની લક્ઝરી પિકનિક છે. સૂત્રો મુજબ, જ્યારે કાર્યકરો ગરમીમાં શેકાઈ રહ્યા હતા, ત્યારે નેતાજી ઝાડ નીચે બેસીને આરામથી કોલ્ડ કોફી અને જ્યુસની ચૂસકીઓ લેતા હતા. એટલું જ નહીં, તેમની પાછળ એક વ્યક્તિ ‘રોયલ’ ઠાઠથી પંખો નાખી રહ્યો હતો! જે નેતા 5 થી 10 મિનિટનો તડકો સહન કરી શકતા નથી, તે દેશના મંત્રીઓ પાસે રાજીનામા માંગવા નીકળ્યા છે, એ જોઈને જનતા પણ હસી રહી છે.

🤖 22 મિલિયન ફોલોઅર્સ કે માત્ર ‘બોટ્સ’નું ટોળું?

CJP ના નેતાઓ ઇન્સ્ટાગ્રામ પર 22 મિલિયન ફોલોઅર્સનો દમ ભરે છે, પણ જ્યારે ધરણાં પર બેસવાની વાત આવી ત્યારે 1000 લોકો પણ એકઠા ન થઈ શક્યા. એવું લાગે છે કે આ ફોલોઅર્સ માણસો નહીં પણ ‘બોટ્સ’ (ફેક એકાઉન્ટ્સ) છે. નવાઈની વાત એ છે કે, જે Gen-Z અને મિલિનિયલ્સના જોરે આ લોકો કૂદતા હતા, તે યુવા પેઢી જ હવે આ ‘ડિઝાઇનર નેતાઓ’થી નારાજ થઈને છેડો ફાડી રહી છે.

🎭 ‘ડિઝાઇનર’ વિદ્યાર્થીઓ અને જુના ચહેરા

આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ઓછા અને ‘ડિઝાઇનર લોકો’ વધુ દેખાતા હતા. પોલીસે પરવાનગી આપીને જાણે આખા ખેલની પોલ ખોલી નાખી. સૂત્રો જણાવે છે કે આ આંદોલનમાં એ જ જુના ચહેરાઓ, એ જ દેશદ્રોહની દુર્ગંધ મારતા સૂત્રો અને એ જ લેફ્ટિસ્ટ વિચારધારા જોવા મળી જે વર્ષોથી દેશ વિરુદ્ધ ઝેર ઓકે છે. અહીં ઉમર ખાલિદના સમર્થકો અને આપ (AAP) માંથી પડતા મુકાયેલા નેતાઓનો જમાવડો હતો, જેમને હવે જનતાએ સ્વીકારવાનું બંધ કરી દીધું છે.

યુવા પેઢી નારાજ

આ પ્રદર્શનની આગેવાની એવા નેતાઓ કરી રહ્યા છે જેઓ અગાઉ આપ (AAP) સાથે જોડાયેલા હતા અને અત્યારે બદનામ થયેલા છે. અર્બન નક્સલ ઉમર ખાલિદના સમર્થકો પણ અહીં જોવા મળ્યા હતા. પરિણામે, ખરેખર કંઈક કરવા માંગતા Gen-Z યુવાનો હવે આ નેતાઓથી અંતર જાળવી રહ્યા છે અને તેમના પર ગુસ્સે છે.

🙏 ધર્મેન્દ્ર પ્રધાનને ‘થેન્ક યૂ’ કહેવાનો સમય?

કોકરોચ જનતા પાર્ટી : જે આંદોલનમાં નેતાઓ પોતે જ થાકી જતા હોય અને જ્યુસ પીવા બેસી જતા હોય, ત્યાં સરકારને કોઈ ડર હોતો નથી. લોકો તો કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ નેતાઓનો આભાર માનવો જોઈએ, કારણ કે તેમના આવા ‘ઠંડા’ વિરોધે સરકારનું કામ સરળ કરી દીધું છે!

કોકરોચ

PM મોદી : “સુરત માત્ર શહેર નહીં, ‘સ્પિરિટ’, દક્ષિણ ગુજરાતને ₹18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ

Related posts

કોહિનૂર પાછો લાવવા છેડાઈ નવી જંગ : ન્યૂયોર્કના મેયરનો કિંગ ચાર્લ્સને સીધો પડકાર

SAHAJANAND RAJPUT

નમો : PM નરેન્દ્ર મોદી મેજિક : 8,931 દિવસનો અતૂટ સેવા યજ્ઞ, ભારતમાં સૌથી લાંબો સમય શાસન કરનાર ‘સેવા પ્રમુખ’ બન્યા

SAHAJANAND RAJPUT

Chaitar vasava ને વન અધિકારીઓ પર હુમલા કેસમાં 7 વર્ષની સજા, રાજકીય ભવીષ્ય જોખમમાં

SAHAJANAND RAJPUT

Leave a Comment