વૈશ્વિકખબર

Trump : મોટો U-ટર્ન! 20% ફીનો નિર્ણય પડતો મૂકી હવે અબજોના રોકાણ પર ટ્રમ્પની નજર

💥 Trump : હોર્મુઝમાં ટ્રમ્પની મોટી ગેમ: ટેક્સ નહીં, હવે અખાતી દેશો અમેરિકામાં કરશે અબજોનું રોકાણ! 💰

Trump

Trump : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને લઈને મોટો યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ માલવાહક જહાજો પર લાદવામાં આવનારી 20% ટ્રાન્ઝિટ ફીનો પ્લાન રદ કરી રહ્યા છે. તેના બદલે, હવે અખાતી દેશો અમેરિકામાં મોટું રોકાણ કરશે.

🚢 Trump : 20% ફીને બદલે ‘મેસિવ’ ઇન્વેસ્ટમેન્ટ ડીલ્સ!

Trump : ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર માહિતી આપી હતી કે મધ્ય પૂર્વના નેતાઓ સાથેની અત્યંત ફળદાયી વાતચીત બાદ તેમણે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું કે, “મેં 20% યુનાઈટેડ સ્ટેટ્સ રીઈમ્બર્સમેન્ટ ફીના બદલે વિવિધ અખાતી દેશો સાથે વ્યાપાર અને રોકાણ સોદા કરવાનું નક્કી કર્યું છે”. આ રોકાણ એટલું મોટું હશે કે તેનાથી અમેરિકામાં નવી ફેક્ટરીઓ અને ઉદ્યોગોનો પૂર આવશે અને હજારો લોકોને હાઈ-પેઈંગ નોકરીઓ મળશે.

🚫 ઈરાન પર કડક સકંજો: ‘ટોટલ બ્લોકેડ’

Trump : ભલે ટ્રમ્પે અન્ય દેશો માટે ટેક્સ માફ કર્યો હોય, પણ ઈરાન માટે મુશ્કેલીઓ વધવાની છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની ઈરાન સિવાયના તમામ જહાજો માટે ખુલ્લી રહેશે. ઈરાનના જૂઠા અને હિંસક નેતૃત્વને કારણે અમેરિકા ઈરાની બંદરો પર આવતા-જતા અથવા ઈરાની સામાન લઈ જતા તમામ જહાજો પર સંપૂર્ણ પ્રતિબંધ (Blockade) મૂકશે. ટ્રમ્પે ફરી પુનરોચ્ચાર કર્યો કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.

ઈરાનનો વળતો પ્રહાર: “અમે જ સાચા રક્ષક”

Trump : બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ વળતો જવાબ આપતા કહ્યું કે, ઈરાન હંમેશાથી હોર્મુઝનું સાચું રક્ષક રહ્યું છે અને રહેશે. તેમણે ટ્રમ્પની 20% ફીની દરખાસ્તની મજાક ઉડાવતા કહ્યું કે આ રકમ ખૂબ વધારે છે અને ઈરાન આ મામલે ‘ન્યાયી’ રહેશે.

🌍 હોર્મુઝ કેમ આટલું મહત્વનું છે?

Trump : તમને જણાવી દઈએ કે દુનિયાના કુલ ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના વેપારનો પાંચમો ભાગ (20%) આ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે. આ વિવાદને કારણે વૈશ્વિક બજારમાં તેલ અને ખાતરના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા શાંતિ સ્થાપવા અને યુદ્ધવિરામ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

Ahmedabad : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ૩૦,૦૦૦ જવાનો: ૧૪૯મી રથયાત્રા માટે અમદાવાદ બન્યું અભેદ્ય કિલ્લો

Ad p

Related posts

મોદીનો માસ્ટરસ્ટ્રોક : ખેડૂતોના ખતામાં એક ક્લિકથી જમા ₹18,000 કરોડ, આસામને મળી ₹1.94 લાખ કરોડની મહા-ભેટ

SAHAJANAND RAJPUT

પાકિસ્તાન : પાકિસ્તાન બન્યું દુનિયાનું ‘આતંકવાદી કેન્દ્ર’! GTI રિપોર્ટમાં આબરૂના ધજાગરા, શું હવે ઘરના જ સાપ કરડશે?

SAHAJANAND RAJPUT

પાસપોર્ટ વિવાદ : પવન ખેડા મુશ્કેલીમાં! અસમ પોલીસે નોંધી FIR: માનહાનિ અને છેતરપિંડી સહિતની ગંભીર કલમો લાગી

SAHAJANAND RAJPUT

Leave a Comment