Gujarat : નશામુક્ત ગુજરાત માટે સરકારનું મોટું પગલું: હવે દરેક જિલ્લામાં મળશે વ્યસનથી આઝાદી!

ગાંધીનગર: ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના તમામ 34 જિલ્લાઓની હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી આપી દેવામાં આવી છે.
📍 Gujarat : નશાની લત છોડાવવા હવે મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે
Gujarat : અત્યાર સુધી નશાની લત છોડાવવા માટે લોકોએ અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરોમાં દોડવું પડતું હતું. પરંતુ આ નિર્ણયથી હવે દર્દીઓને પોતાના જ જિલ્લામાં સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા મળશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનો સમય અને નાણાં બંનેની બચત થશે.
🧪 શું હશે આ કેન્દ્રોની વિશેષતા?
Gujarat : દરેક નશામુક્તિ કેન્દ્રમાં માત્ર દવાઓ જ નહીં, પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર આપવામાં આવશે:
- ડિટૉક્સ સારવાર અને થેરાપી: શરીરને ઝેરી તત્વોથી મુક્ત કરવાની પ્રક્રિયા.
- માનસિક આરોગ્ય સેવા: નિષ્ણાત મનોચિકિત્સકો દ્વારા કાઉન્સેલિંગ.
- પરિવાર પરામર્શ: માત્ર દર્દી જ નહીં, તેના પરિવારને પણ માર્ગદર્શન અપાશે.
- IPD અને OPD સુવિધા: જરૂરિયાત મુજબ દર્દીને દાખલ પણ કરી શકાશે.
👨⚕️ એક્સપર્ટ ટીમ અને પારદર્શક વહીવટ
Gujarat : દરેક સેન્ટર પર તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર અને મનોવિજ્ઞાનીઓની એક આખી ટીમ તૈનાત રહેશે. આટલું જ નહીં, આ કેન્દ્રો માટે સાધનોની ખરીદી GeM પોર્ટલ મારફતે પારદર્શક રીતે કરવામાં આવશે અને કામગીરીનું નિયમિત સોશિયલ ઓડિટ પણ થશે.
🌈 નવું જીવન, નવો ઉત્સાહ
Gujarat : સરકારનો હેતુ માત્ર નશો છોડાવવાનો જ નથી, પરંતુ દર્દીને ફરીથી સ્વાભિમાની જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે. સમયસરની સારવારથી હજારો પરિવારો આર્થિક અને માનસિક બોજમાંથી મુક્ત થશે અને ગુજરાત ‘વ્યસનમુક્ત સમાજ’ તરફ મક્કમ ડગલાં માંડશે.
Gandhinagar : ગાંધીનગર-સાબરકાંઠામાં ₹815 કરોડના વિકાસકામો, અમિત શાહે આપી મોટી ભેટ
