🎙️ S Jaishankar : UNGAમાં પાકિસ્તાનની ભરપુર ફજેતી: આતંકવાદના જનકો હવે ભારતને શિખામણ આપવા નીકળ્યા!
S Jaishankar : સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં દર વખતે પાકિસ્તાન પોતાની ફજેતી કરાવવા પહોંચી જ જાય છે. યુએન મહાસભાના 81મા સત્ર દરમિયાન યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર આવો જ હાસ્યાસ્પદ નજારો જોવા મળ્યો. આતંકવાદી ફેક્ટરીઓ ચલાવવા માટે પંકાયેલા પાકિસ્તાનના એક પત્રકારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને અત્યંત બેશરમીથી સવાલ પૂછ્યો કે, “તમારી સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને સ્પોન્સર કરવાનું ક્યારે બંધ કરશે?”.
આ સવાલ સાંભળીને જ ભારતના વિદેશ મંત્રીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ પત્રકારને એક વાક્યની લપ઼ડાકમાં ધુળ ચાટતો કરી દીધો. જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. કમ ઓન!”. એક જ વાક્યમાં પાકિસ્તાની રિપોર્ટર અને એના આકાઓની તમામ હોંશિયારી ઓગળી ગઈ.
🎙️ આતંકવાદના સવાલ સાથે આવ્યા, જવાબ સાંભળીને કદાચ સવાલ જ ભૂલી ગયા!
S Jaishankar : ન્યૂયોર્કમાં UNGAના મંચની બહાર 25 સપ્ટેમ્બરે કંઈક એવું બન્યું, જેણે ભારત-પાકિસ્તાનના જૂના વિવાદને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો. વિદેશમંત્રી એસ. જયશંકર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક પાકિસ્તાની પત્રકારે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા સવાલ કર્યો.
સવાલ હતો—“When will your government stop sponsoring terrorism in Pakistan?”
હવે અહીંથી વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો.
જયશંકરે લાંબું ભાષણ આપ્યું નહીં. કોઈ કાગળ શોધ્યો નહીં અને કોઈ રાજદ્વારી ગોળમોળ જવાબ પણ આપ્યો નહીં. તેમણે સીધું કહ્યું—“A terrorist country is asking me that question. Come on.”
🎭 S Jaishankar : UNમાં પાકના નાપાક ડ્રામાનો પર્દાફાશ
S Jaishankar : જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તી દરિયાઈ જહાજો અને નાવિકોની સુરક્ષા માટે ‘ગૃપ ઓફ ફ્રેન્ડ્સ ઓન સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ શિપિંગ એન્ડ સીફેઅર્સ’ અંગે મહત્વની માહિતી આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની માઇન્ડસેટે પોતાની જૂની આદત મુજબ મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતના વિદેશ મંત્રીએ આ કટાક્ષપૂર્ણ વળતો પ્રહાર કરીને સ્પષ્ટ કરી દીધું કે ભારત હવે કોઈના પણ ડ્રામા સહન કરવાના મૂડમાં નથી.
પાકિસ્તાની પત્રકારના આ જલેબી જેવા સવાલ પર ભારતના યુએન ખાતેના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પણ ટકોર કરતા કહી દીધું કે, “તમે તમારો જવાબ ખૂબ જ મોટેથી અને સ્પષ્ટ રીતે સાંભળી લીધો છે”. રસપ્રદ વાત તો એ છે કે આ ઘટનાના એક દિવસ પહેલા જ એક ભારતીય પત્રકારે યુએનની ઇમારતમાં પ્રવેશતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને મોઢા પર જ પૂછ્યું હતું કે, “તમે આતંકવાદીઓને આશરો આપવાનું ક્યારે બંધ કરશો?”. પોતાના વડાપ્રધાનની થયેલી ફજેતીનો બદલો લેવા ગયેલા પત્રકારની જયશંકરે એનાથી પણ મોટી લાઈવ ફજેતી કરી નાખી!
વિશ્વના મંચ પર પાકિસ્તાનનું આ કટાક્ષપૂર્ણ નાટક ફરી એકવાર સાબિત કરે છે કે ગમે તેટલા જુઠ્ઠાણાં ફેલાવવામાં આવે, પણ આતંકવાદની જનની પાકિસ્તાન જ છે અને ભારત એને દરેક મંચ પર આવી જ રીતે રોકડું સંભળાવતું રહેશે!
ભારતનો મુદ્દો: આતંકવાદને ‘નોર્મલ’ ન બનાવો
S Jaishankar : ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદને રાજકીય ચર્ચાથી અલગ રાખવાની વાત કરે છે. 2025ના પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું અને ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ચર્ચામાં રહ્યો છે.
આ સમગ્ર ઘટનાનો કટાક્ષ એટલો જ છે—જે મુદ્દે ભારત વર્ષોથી દુનિયાને ચેતવણી આપી રહ્યું છે, એ જ મુદ્દાને લઈને ભારતને કટઘરામાં ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો… અને જવાબ મળ્યો માત્ર એક વાક્યમાં!
UNની બહારનો આ ટૂંકો સંવાદ કદાચ એટલા માટે યાદ રહેશે કે ક્યારેક લાંબા ભાષણ કરતાં એક સીધો જવાબ વધારે લાંબી ચર્ચા જગાવી દે છે.
- S Jaishankar : પાકિસ્તાની પત્રકારનો સવાલ… જયશંકરે એક જ વાક્યમાં ઉડાડ્યા ધજાગરા
- Sanand : દારુની 912 બોટલ-ટીન સાથે એક શખ્સ ઝડપાયો, સાણંદ પોલીસની કાર્યવાહી
- World Tourism Day : સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઇને ગીર સુધી: ગુજરાતમાં પ્રવાસન કેવી રીતે બની રહ્યું છે વિકાસનું નવું એન્જિન?
- PM Modi : ભજનના તાલે ઝૂમ્યા PM મોદી! દિલ્હીમાં અનોખું ‘ભજન ક્લબિંગ’, વીડિયો શેર કરી કહ્યું ‘Spectacular!’
- Sarkhej : સરખેજમાં વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો, આરોપી કમલેશ ઉર્ફે કાળુ ઝડપાયો


