ફટાફટ ન્યૂઝખબર

Ahmedabad : નગરચર્યાએ નીકળ્યા નાથ, જગન્નાથજીની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

🚩 Ahmedabad : ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પનો સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

Ahmedabad

અમદાવાદ: આજે અષાઢી બીજના પાવન અવસરે આખું અમદાવાદ ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં પૂજન-અર્ચન કરી સોનાની સાવરણીથી ‘પહિંદ વિધિ’ સંપન્ન કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

✨ Ahmedabad : સીએમએ સતત પાંચમી વખત નિભાવી પરંપરા

12

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત સોનાની સાવરણીથી રથની સફાઈ કરવાની ગૌરવશાળી પરંપરા નિભાવી હતી. તેમણે ભગવાનનો રથ ખેંચીને નગરયાત્રાનો પ્રારંભ કરાવતા પોતે આ અવસરને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભક્તિભાવ સાથે જોડાયા હતા.

🤝 ગરીબોના બેલી બન્યા ભગવાન

Ahmedabad : રથયાત્રાનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે ભગવાન પોતે સામે ચાલીને શ્રમિકો, ગરીબો અને સામાન્ય નાગરિકોને દર્શન આપવા નીકળ્યા છે. તેમણે પ્રાર્થના કરી હતી કે પ્રભુ રાજ્યના દરેક નાગરિકને સુખ અને સમૃદ્ધિ આપે.

🚀 વિકસિત ભારત માટે ગુજરાત બનશે રોલ મોડેલ

Ahmedabad : રથયાત્રા માત્ર ભક્તિનું પર્વ નથી, પણ સંકલ્પનું પણ પર્વ છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે.

14

🕊️ કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ

Ahmedabad : અમદાવાદની આ રથયાત્રા વર્ષોથી કોમી એખલાસ અને શાંતિનું પ્રતીક રહી છે. મુખ્યમંત્રીએ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા બદલ પોલીસ વિભાગ, સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે દેશ-વિદેશમાં વસતા કચ્છી માડુઓને ‘કચ્છી નૂતન વર્ષ’ની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

13

આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Gir Forest : 60 વર્ષ પછી ગુંજ્યો ‘ચિલોત્રા’નો કલરવ, ગીરમાં ફરી વસ્યા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ

Ad p

Related posts

અમદાવાદ મતદાર યાદી: નવા મતદારો માટે 4 દિવસ ખાસ ઝૂંબેશ

SAHAJANAND RAJPUT

Vasna Barrage : ૧૦ કરોડના ખર્ચે બદલાઈ ગયું વર્ષો જૂનું માળખું, ચોમાસા પહેલા જ વાસણા બેરેજ સજ્જ

SAHAJANAND RAJPUT

Saudi Arabia : સાઉદી અરેબિયામાં કોણે મચાવી તબાહી? 12નાં મોત, 309 ઘાયલ

SAHAJANAND RAJPUT

Leave a Comment