
Ahmedabad : અમદાવાદ શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ સામાન વેચીને આર્થિક લાભ મેળવવાનો કાળો કારોબાર ચાલતો હોવાની વિગતો સામે આવી છે. તાજેતરમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સચોટ બાતમીના આધારે સપાટો બોલાવીને ડુપ્લિકેટ સિગારેટ વેચતી એક સક્રિય ત્રિપુટીને જંગી મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં ગુપ્ત રીતે ચાલી રહેલા આ ગેરકાયદેસર કાળા કારોબાર પર પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
🔍 Ahmedabad : મોતી બેકરી પાસે ખેલાયો કાળો ખેલ, કંપનીના નામે જ ઠગાઈ!
Ahmedabad : અમદાવાદ શહેરમાં કંપનીના અધિકૃત માલનું ડુપ્લિકેટિંગ કરીને તથા કૉપીરાઇટ્સનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા તત્વો અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમે કંપનીના અધિકૃત પ્રતિનિધિઓ સાથે સતત સંકલનમાં રહીને ચોક્કસ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન વિગતો ખૂલી હતી કે, વેજલપુર-જુહાપુરા રોડ પર આવેલી મોતી બેકરી પાસેથી આર્થિક લાભ મેળવવાના સ્પષ્ટ હેતુથી ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” (Gold Flake Premium) સિગારેટનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે.
🚔 ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૧.૫૦ લાખની ડુપ્લિકેટ સિગારેટ અને મોબાઈલ જપ્ત
Ahmedabad : બાતમી વાળા સ્થળે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડુપ્લિકેટ સિગારેટનું વેચાણ કરતા ૩ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક હનીડ્યુ પ્રીમિયમ” સિગારેટનું કાર્ટન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન પણ કબ્જે કરાયા છે. આમ, પોલીસે કુલ મળીને રૂ. ૧,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
🕵️♂️ કોણ છે પકડાયેલા આરોપીઓ? અમદાવાદ અને ભાવનગરનું કનેક્શન!
Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલા ૩ આરોપીઓમાં સ્થાનિક જુહાપુરાના એક ઈસમ ઉપરાંત ભાવનગર જિલ્લાના બે ઈસમોનો સમાવેશ થાય છે:
૧. ઈલ્યાસ મુસાભાઈ મોદન અંબર ટાવર પાસે, જુહાપુરા, સરખેજ રોડ, અમદાવાદ. ૨. આસીફ મુસ્તફાભાઈ સૈયદ ગરીબશાહ પીર સિહોર, રાજકોટ રોડ, ભાવનગર. ૩. જાવીદ અહેમદભાઈ ડેરૈયા, ભાવનગર.
⚖️ કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ, તપાસ તેજ!
આ સમગ્ર મામલે અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ધી કૉપી રાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ નકલી સિગારેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે.
- Ahmedabad Police : દિવાળીની ભીડમાં મોબાઈલ ચોરતી ગેંગનો પર્દાફાશ! 52 ફોન સાથે બે શખ્સો ઝડપાયા
- Ahmedabad : દિવાળી પહેલાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો! 61 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત
- Ahmedabad : ફતેવાડી ગેંગનો પર્દાફાશ! 4 આરોપીઓ ઝડપાયા, 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત
- Ahmedabad : 3 વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયું સીતાફળનું બીજ! સિવિલના ડોક્ટરોએ બચાવ્યો જીવ
- Ahmedabad Cyber Crime : શેરબજારમાં 20% નફાની લાલચ આપી ₹67.92 લાખની ઠગાઈ! દુબઈ સુધી પહોંચ્યા તાર

Pakistan : પાકિસ્તાનના કોહાટમાં નમાજ દરમિયાન ભયાનક વિસ્ફોટ: 16નાં મોત, 50થી વધુ ઘાયલ

1 comment
[…] […]