
Ambaji : અંબાજીમાં ભક્તો માટે મહા વ્યવસ્થા! 30 વોટર પેગોડાથી 2.67 લાખ ચો.મી. પાર્કિંગ સુધી જાણો સંપૂર્ણ માહિતી
Ambaji : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા. 20થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન આસ્થા અને ભક્તિનો મહાકુંભ એટલે કે ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. આ મહામેળામાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે ઉમટી પડવાના હોવાથી યાત્રાળુઓની સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સરળ અવરજવરને કેન્દ્રમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક કામચલાઉ માળખાકીય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ વિભાગો સાથે સંકલન કરીને સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

⛺ Ambaji : આરામ માટે 12,300 ચો.મી.ના વિશાળ રેસ્ટ શેલ્ટર
Ambaji : પદયાત્રા કરીને આવતા લાખો ભક્તોનો થાક દૂર થાય અને તેમને યોગ્ય આરામ મળી રહે તે માટે કુલ 12,300 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ રેસ્ટ શેલ્ટર તૈયાર કરાયા છે. જેમાં હડાદ રૂટ પર 5 રેસ્ટ શેલ્ટરમાં આશરે 2,776 યાત્રાળુઓ માટે સિંગલ અને બંક બેડ તથા 600 ફ્લોર બેડિંગની ક્ષમતા ધરાવતો અલગ રેસ્ટ શેલ્ટર ઊભો કરાયો છે. જ્યારે દાંતા રૂટ પર 2 રેસ્ટ શેલ્ટરમાં આશરે 1,140 યાત્રાળુઓ માટે બેડની આરામદાયક વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ શેલ્ટરોમાં મલ્ટિપલ મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ પણ ઉપલબ્ધ કરાવાયા છે.

🍲 ફ્રી ફૂડ શેલ્ટર અને 30 વોટર પેગોડાની વ્યવસ્થા
Ambaji : મેળા દરમિયાન ભક્તો માટે આશરે 2,190 ચોરસ મીટર વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે. જેમાં દાંતા રૂટ પર 2,000 થી 2,500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો અને ગબ્બર રૂટ પર આશરે 500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ફ્રી ફૂડ શેલ્ટર ઉપલબ્ધ રહેશે. યાત્રામાર્ગો પર પીવાના ચોખ્ખા પાણી માટે કુલ 30 વોટર પેગોડા બનાવાયા છે, જેમાં હડાદ રૂટ પર 13, દાંતા રૂટ પર 13 અને ગબ્બર રૂટ પર 4 વોટર પેગોડાનો સમાવેશ થાય છે.
🧼 સ્વચ્છતા માટે 33 ટોયલેટ બ્લોક અને સુદૃઢ પાર્કિંગ
Ambaji : સ્વચ્છતા જાળવવા માટે કુલ 33 ટોયલેટ બ્લોક ઉપલબ્ધ કરાવાયા છે. રેસ્ટ શેલ્ટર ખાતે 8 ટોયલેટ બ્લોકમાં 80 બાથ યુનિટ, 80 WC યુનિટ, 24 યુરિનલ અને 32 હેન્ડવોશ યુનિટ છે. હાઇવે પર 14 અને મોટા પાર્કિંગમાં 11 ટોયલેટ બ્લોક મૂકાયા છે. મોટી સંખ્યામાં આવતા વાહનો માટે કુલ 2,67,265 ચો.મી. વિસ્તારમાં પાર્કિંગ ગોઠવાયું છે, જેમાં હડાદ રૂટ પર 17 અને દાંતા રૂટ પર 21 પાર્કિંગ વિસ્તારો રહેશે.
🏥 તબીબી સહાય, સુરક્ષા અને સુશોભન
Ambaji : યાત્રાળુઓની સુરક્ષા માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર, 10 મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર અને 125 ફાયર એક્સ્ટિંગ્વિશર ગોઠવાયા છે. યાત્રાળુઓને માર્ગદર્શન આપવા 4,000 ચો.મી.માં સાઇનેજ, 6 વેલકમ આર્ચ, બોક્સ ટાવર, ક્યુ મેનેજર, બેરિકેડિંગ, એગ્રો નેટ અને રેડ કાર્પેટ પથરાઈ છે. ધાર્મિક વાતાવરણ સર્જવા ફ્લેગ પોલ્સ અને પોટેડ પ્લાન્ટ્સ મૂકાયા છે. ઉપરાંત સ્થાનિક વેપારીઓ માટે 1,300 ચો.મી.માં 216 ક્રાફ્ટ સ્ટોલ્સ (2×3 મીટર) પણ તૈયાર કરાયા છે.
- Ambaji : મા અંબાના દર્શન માટે અંબાજી તૈયાર! ભક્તો માટે રેસ્ટ શેલ્ટરથી ફ્રી ભોજન સુધીની વિશાળ વ્યવસ્થા
- ટ્રમ્પે રશિયા પર કસ્યો શિકંજો, ભારત સામે 100% ટેરિફની તલવાર કેમ?
- જુહાપુરામાં ડુપ્લિકેટ સિગારેટનું વેચાણ! ₹1.50 લાખનો જથ્થો જપ્ત, 3 આરોપી ઝડપાયા
- US : અમેરિકાનો મોટો નિર્ણય! સાઉદી અરેબિયાને મળશે 48 F-35, $24.3 બિલિયનની ડીલ
- PM Modi : 51,000+ સરકારી નોકરીઓ! PM મોદી વહેંચશે સરકારી એપોઇન્ટમેન્ટ લેટર

જુહાપુરામાં ડુપ્લિકેટ સિગારેટનું વેચાણ! ₹1.50 લાખનો જથ્થો જપ્ત, 3 આરોપી ઝડપાયા
