ક્રાઈમખબર

Ahmedabad : Honda Cityમાં છુપાયેલું હતું રૂ. 4.69 કરોડનું મેફેડ્રોન! અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યું મોટું રેકેટ

Ahmedabad

Ahmedabad : ગુજરાતના યુવાધનને નશાના કાળા કારોબારમાં હોમી દેવાના એક મોટા આંતરરાજ્ય ષડયંત્રનો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સપ્લાય તથા વેચાણ કરતા તત્વો સામે સતત વોચ રાખીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરી અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથ ધરેલા આ ઓપરેશનમાં મધ્યપ્રદેશથી અમદાવાદ ઘૂસાડવામાં આવી રહેલો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

🕵️‍♂️ Ahmedabad : હંસપુરા ચાર રસ્તા પર વોચ અને હાઈ-વોલ્ટેજ નાકાબંધી

Ahmedabad : તારીખ 11 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફને એક અત્યંત સચોટ અને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા ચાર રસ્તા પાસે જાહેરમાં સઘન નાકાબંધી ગોઠવી હતી. તે જ સમયે મધ્યપ્રદેશ તરફથી આવતી એક શંકાસ્પદ હોન્ડા સિટી ફોર-વ્હીલ કાર (રજીસ્ટ્રેશન નંબર: GJ 01-RF 1476) ત્યાં આવી પહોંચી હતી. પોલીસે તુરંત જ કારને રોકી લીધી હતી અને બે સરકારી પંચો તથા પોલીસ સ્ટાફની હાજરીમાં કારની કાયદેસરની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમિટનો મેફેડ્રોન ડ્રગ્સનો કુલ 939.81 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ ડ્રગ્સની સ્થાનિક બજાર કિંમત રૂ. 28,19,430 થાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વાસ્તવિક કિંમત રૂ. 4,69,90,500 જેટલી મંગી આંકવામાં આવી છે.

⚖️ Ahmedabad : મંદસૌરના 3 ઈસમો ગિરફ્તાર, રૂ. 31.35 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad : પોલીસે ઘટનાસ્થળેથી જ હોન્ડા સિટી કારમાં સવાર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના રહેવાસી એવા ત્રણ આરોપીઓને ઝડપી પાડીને તેમની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:

  1. અસલમ અજીજ પિંજારા (મન્સુરી) (ઉંમર 29 વર્ષ, રહે. ગામ દીપાખેડા, તાલુકો સીતામઉ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ)
  2. ઇમરાન મહબુબ મન્સુરી (ઉંમર 28 વર્ષ, રહે. મકાન નંબર 316, ઇન્દિરા કોલોની, વોર્ડ નંબર 40, દિક્ત્યાની, મંદસૌર, મધ્યપ્રદેશ)
  3. શેજાદ શબ્બીર મન્સુરી (ઉંમર 22 વર્ષ, રહે. ગામ અમલાવદ, પોસ્ટ અમલાવદ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ)

પોલીસે આ આરોપીઓના સંયુક્ત કબજામાંથી રૂ. 28.19 લાખની કિંમતનું 939.81 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રૂ. 15,000ની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન તથા રૂ. 3,00,000ની કિંમતની હોન્ડા સિટી કાર મળીને કુલ રૂ. 31,35,510નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

📱 મંદસૌરના ‘લાલા’નું કનેક્શન અને 10 દિવસના રિમાન્ડ!

Ahmedabad : પકડાયેલા ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ત્રણેય ભેગા મળીને મધ્યપ્રદેશના મંદસૌર ખાતે ઇન્દિરા કોલોનીમાં રહેતા ઇમરાન પઠાણ ઉર્ફે લાલાના કહેવાથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવ્યા હતા. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓએ ઇમરાન પઠાણ ઉર્ફે લાલા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કરીને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર વ્યક્તિને આ જથ્થો સોંપવાનો હતો.

આ ડ્રગ્સની ડિલિવરી અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ કરવાની હતી, મુખ્ય રીસીવર કોણ હતો અને આ સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

🤝 જાગૃત નાગરિકો માટે અમદાવાદ પોલીસની જાહેર અપીલ

Ahmedabad : આ સફળ કામગીરી બાદ અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોને જાહેર અપીલ કરી છે કે ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણ, સંગ્રહ કે હેરાફેરી અંગેની કોઈપણ માહતી મળે તો અમદાવાદ પોલીસ/ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગુપ્ત રીતે આપવી, જેથી ડ્રગ્સ વિરુદ્ધના આ મહાઅભિયાનમાં નાગરિકોનો પણ સક્રિય સહકાર મળી રહે.

QR Code

Ahmedabad Civil : ધનુરનો ભયાનક ભરડો! 60 દિવસ ICUમાં, સિવિલના તબીબોએ આ રીતે આપ્યું નવું આયુષ્ય

Ad p

Related posts

ખાડી યુદ્ધ : ઈરાને જાહેર કર્યું ‘હિટ લિસ્ટ’, શું હવે દુનિયાભરના પુલો જોખમમાં?

SAHAJANAND RAJPUT

NEET પેપર લીકનો માસ્ટરમાઈન્ડ પ્રોફેસર નીકળ્યો

SAHAJANAND RAJPUT

Amit Shah : અમદાવાદને મળશે ₹60.68 કરોડની મોટી ભેટ, સરકારી કર્મચારીઓ માટે 188 આધુનિક આવાસ

SAHAJANAND RAJPUT

Leave a Comment