ક્રાઈમખબર

ક્રાઈમ બ્રાન્ચ : ચોરીના 7 લાખ સાથે હતા અને પોલીસ ત્રાટકી

ક્રાઈમ બ્રાન્ચ : શું તમે રિક્ષામાં બેસો છો? તો આ વાંચી લો! રિક્ષામાં નજર ચૂકવી લાખોની ચોરી કરનાર શખ્સને પોલીસે કેવી રીતે દબોચ્યો? પેસેન્જરના થેલામાંથી ૭ લાખની ચોરી કરનાર રીઢો તસ્કર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જાળમાં, પૂરેપૂરી રોકડ રકમ રિકવર

ક્રાઈમ બ્રાન્ચ


ક્રાઈમ બ્રાન્ચ : શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ વૈષ્ણોદેવી સર્કલ પાસેથી રિક્ષામાં બેઠેલી એક મહિલાના થેલામાંથી ૭,૦૦,૦૦૦ રૂપિયાની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.


શું હતી ઘટના?


ગત ૨૦/૦૨/૨૦૨૬ના રોજ વૈષ્ણોદેવી સર્કલથી ઓટોરિક્ષામાં બેસેલા એક મહિલા મુસાફરના થેલામાંથી અજાણ્યા શખ્સે અત્યંત સિફતપૂર્વક ૭ લાખ રૂપિયાની રોકડ રકમ સેરવી લીધી હતી. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Slide3 4


ક્રાઇમ બ્રાન્ચે ગીતામંદિર પાસે બિછાવી જાળ


ક્રાઈમ બ્રાન્ચ : આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ (બાતમીદારો) ની મદદ લીધી હતી. તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીનો આરોપી ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવવાનો છે.

Slide5 4

જેના આધારે વોચ ગોઠવીને મનસુખ નાનજીભાઈ ભીખાભાઈ ચુડાસમા (ઉંમર ૫૫ વર્ષ, રહે. ભગવતીનગર, રાજુલા, જિ. અમરેલી) ને ઝડપી લેવામાં આવ્યો હતો.

Slide7 4


પૂરેપૂરી રકમ કબજે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ


પોલીસે આરોપી મનસુખ પાસેથી ચોરીના પૂરેપૂરા રૂ. ૭,૦૦,૦૦૦/- (સાત લાખ) રિકવર કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે.

Slide9 3


• દરિયાપુર પોલીસ સ્ટેશન: વર્ષ ૨૦૧૫માં ચોરીનો ગુનો.
• રાજુલા પોલીસ સ્ટેશન: વર્ષ ૨૦૧૭માં મારામારી અને ધમકીના ગુના.
• સાવરકુંડલા પોલીસ સ્ટેશન: વર્ષ ૨૦૧૭માં ધમકી આપવાનો ગુનો.

ક્રાઈમ બ્રાન્ચ


ક્રાઈમ બ્રાન્ચ : હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલ અડાલજ પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીને કારણે મુસાફરોમાં રાહતની લાગણી ફેલાઈ છે, પરંતુ પોલીસે હજુ પણ રિક્ષામાં મુસાફરી કરતી વખતે સાવધ રહેવાની અપીલ કરી છે.

Related posts

Gujarat Police : 14 દિવસમાં 84 બાળકોને અપાવી આઝાદી, બાળમજૂરી સામે સૌથી મોટો પ્રહાર!

SAHAJANAND RAJPUT

અમદાવાદ : ઘાટલોડિયામાં ₹55 કરોડનું વોટર સ્ટેશન શરૂ, 1.25 લાખ લોકોને મળશે વધુ સારું પાણી

SAHAJANAND RAJPUT

જોધપુર : એક અશ્લીલ વીડિયો, 8 નરાધમો અને બે સગી બહેનોની જિંદગીનો કરુણ અંત

SAHAJANAND RAJPUT

Leave a Comment