વડોદરા : હરણી પોલીસ : ગોલ્ડન બ્રિજ પાસેથી ₹૭૨,૦૦૦નો વિદેશી દારૂ ઝડપ્યો. વડોદરા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ હરણી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગદર્શન હેઠળ હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. વસાવાની દોરવણીમાં પોલીસે ગોલ્ડન બ્રિજ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

બાતમીના આધારે હરણી પોલીસ ની કાર્યવાહી
તા. ૦૨/૦૧/૨૦૨૬ના રોજ હરણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. યુ.એ. મલેક અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર રમેશભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન બ્રિજ પાસેથી એક ઈસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા પોલીસ ને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલની વિગત : હરણી પોલીસ : આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

• ૭૫૦ મી.લી.ની ૨૪ બોટલ: ‘ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી’ (કિંમત ₹૧૨,૦૦૦).
• ૧૮૦ મી.લી.ના ૪૮૦ ક્વાટર: ‘ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી’ (કિંમત ₹૬૦,૦૦૦).
• કુલ મુદ્દામાલ: પોલીસે કુલ ₹૭૨,૦૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણી પોલીસ :- આરોપીઓની માહિતી
પોલીસ ઘટનાસ્થળેથી અરવિંદ રડતીયા ડામોર (ઉંમર ૨૦ વર્ષ, રહે. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમને પોલીસ વોન્ટેડ જાહેર કરી શોધખોળ કરી રહી છે: ૧. જુવાનસિંગ છોટીયા ડામોર (દારૂ મોકલનાર, રહે. મધ્યપ્રદેશ). ૨. દારૂ મંગાવનાર અજ્ઞાત ઈસમ
પોલીસ ટીમની સફળતા
આ સફળ કામગીરીમાં હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. વસાવા, પી.એસ.આઈ. યુ.એ. મલેક, એ.એસ.આઈ. વિજયકુમાર, હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ, હાર્દિકકુમાર, સુરેશસિંહ અને લક્ષમણભાઇ જોડાયા હતા.
- બાઈક પર ખતરનાક સ્ટંટ કરનારા ૩ શખ્સો સહિત એક સગીરની એલીસબ્રીજ પોલીસે કરી અટકાયત
- શું કોંગ્રેસ હવે ‘મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ’ બની ગઈ છે? સુધાંશુ ત્રિવેદીના પ્રહારથી રાજકારણમાં ગરમાવો
- અમેરિકા પણ ચોંકી જશે! ઈરાને આપી ક્યારેય ન જોયેલા નવા શસ્ત્રો વાપરવાની ધમકી
- Gujarat : ગુજરાતમાં માટીના ગણેશની ધૂમ! 23,542 મૂર્તિઓનું વેચાણ, ₹5 કરોડની કમાણી
- Ahmedabad : અમદાવાદમાં નકલી ડેપ્યુટી મામલતદારનો ખેલ ખતમ, ક્રાઈમ બ્રાન્ચે મણીનગરથી ઝડપ્યો