ક્રાઈમખબર

બાઈક પર ખતરનાક સ્ટંટ કરનારા ૩ શખ્સો સહિત એક સગીરની એલીસબ્રીજ પોલીસે કરી અટકાયત

Ellisbridge Police

Ellisbridge Police : અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પર કાયદાના ધજાગરા ઉડાડતો અને લોકોના જીવ જોખમમાં મુકતો એક અત્યંત ચકચારી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ચાલુ મોટરસાઈકલ પર અતિ જોખમી સ્ટંટ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડ ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ જવાબદાર આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

📹 Ellisbridge Police : સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ મચી ચકચાર!

Ellisbridge Police : મળતી વિગતો અનુસાર, તારીખ ૨૦-૨૧/૦૯/૨૦૨૬ ની રાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયો એલીસબ્રીજ પાંચ રસ્તાથી વી.એસ. હોસ્પિટલ નજીક આવેલા મહેતા કોમ્પલેક્ષ તરફના માર્ગનો હતો. વીડિયોમાં એક હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઈકલ પર ત્રણ ઈસમો બેસેલા નજરે પડતા હતા. આટલું જ નહીં, બાઈકની પાછળની સાઈડ બેસેલા ઈસમે ચોથા ઈસમને પોતાના ખાંભા ઉપર બેસાડીને અત્યંત ભયાનક અને જોખમી રીતે સ્ટંટ કર્યો હતો. આ વીડિયો જાહેર થતાં જ શહેરીજનોમાં રોષ અને રસ્તાની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા.

👮 Ellisbridge Police : પોલીસ કમિશનરની સૂચનાથી સર્વેલન્સ સ્કોડ એક્શન મોડમાં

Ellisbridge Police : શહેરમાં શાંતિ જાળવી રાખવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવા મે. પોલીસ કમિશનર સાહેબ, મે. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ, મે. નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ શ્રી વિક્રમ મચાય સાહેબ તથા મે. મદદનીશ પોલીસ કમિશનર એમ વિભાગ શ્રી એ.બી.વાળાંદ સાહેબે સ્પષ્ટ સૂચનાઓ આપેલી હતી. આ સૂચનાઓને આધારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કે.એમ.ભુવા સાહેબે તાબાના સ્ટાફને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.

ત્યારબાદ સર્વેલન્સ સ્કોડના અનામ સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ નિર્મળભાઈ સુંદરભાઈ (બ.નં. ૫૦૨૪) દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

🔍 ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓ દબોચાયા, ૧ કિશોર પણ સામેલ!

Ellisbridge Police : ગુનો નોંધાયા બાદ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. પી.બી. ચૌધરી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ કડક કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. અટકાયત કરવામાં આવેલ આરોપીઓની વિગત નીચે મુજબ છે: ૧. અશોકભાઈ રમેશભાઈ ઠાકોર (ઉંમર વર્ષ ૩૬, રહે. ઘી-કાંટા, અમદાવાદ) ૨. અલ્કેશભાઈ હરીશભાઈ કનોજીયા (ઉંમર વર્ષ ૩૭, રહે. ઘી-કાંટા, અમદાવાદ) ૩. મિતેશ કેતનભાઈ ઝાલા (ઉંમર વર્ષ ૨૧, રહે. ઘી-કાંટા, અમદાવાદ)

આ ઉપરાંત, આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ ૧ કિશોર પણ સામેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોડેલની મોટરસાઈકલ (આર.ટી.ઓ. નંબર: GJ-01-XM-0856) કબજે લીધી છે. તારીખ ૨૧/૦૯/૨૦૨૬ ના રોજ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

🏆 એલીસબ્રીજ પોલીસ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

Ellisbridge Police : આ સમગ્ર સફળ કામગીરીમાં પી.આઈ. કે.એમ. ભુવા અને પી.એસ.આઈ. પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અમૃતભાઈ મગનભાઈ, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ દિલીપસિંહ, હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ ભરતસિંહ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ યાકીનભાઈ વરમભાઈ, હિતેશ નરસંગભાઈ, નિર્મળભાઈ સુંદરભાઈ અને ચિંતન જીતેન્દ્રકુમારની ટીમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

QR Code

અમેરિકા પણ ચોંકી જશે! ઈરાને આપી ક્યારેય ન જોયેલા નવા શસ્ત્રો વાપરવાની ધમકી

Ad p

Related posts

ખાડી યુદ્ધ : અમેરિકી મરીન્સનું મધદરિયે સાહસિક ઓપરેશન : ઈરાની જહાજ ‘Touska’ હવે ટ્રમ્પના કબજામાં

SAHAJANAND RAJPUT

PM Modi : 51,000+ સરકારી નોકરીઓ! PM મોદી વહેંચશે સરકારી એપોઇન્ટમેન્ટ લેટર

SAHAJANAND RAJPUT

અમદાવાદમાં ભારે વિરોધ : 6 કરોડ ગુજરાતીઓ ‘અશિક્ષિત’? ખડગેના નિવેદનથી ગુજરાતમાં ભભૂક્યો પ્રચંડ રોષ

SAHAJANAND RAJPUT

Leave a Comment