રાજકારણખબરફટાફટ ન્યૂઝ

અઠવાડિયા પહેલા નિયુક્ત કરેલા સયાની ઘોષ ઘરભેગા : મમતા દીદીનો પાવર પંચ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ : કોલકાતાના રાજકીય ગલિયારાઓમાં અત્યારે માત્ર એક જ ચર્ચા છે – ‘દીદીનો આકરો મિજાજ’. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ઝાટકે સયાની ઘોષને TMC યુવા પાંખના પ્રમુખ પદેથી દૂધમાંથી માખી કાઢે તેમ બહાર કરી દીધા છે. આ એ જ સયાની ઘોષ છે જેમના માટે કટાક્ષમાં કહેવાતું કે તેમના “હૃદયમાં કાબા અને નયનમાં મદીના” વસે છે, પરંતુ અફસોસ કે તેમના નયન દીદીના બદલાતા રાજકીય ગણિતને પારખવામાં થાપ ખાઈ ગયા.

પશ્ચિમ બંગાળ : સયાની ઘોષની સત્તા ‘હિજરત’: હૃદયમાં કાબા, નયને મદીના, પણ ખુરશી માટે ‘નો એન્ટ્રી’!

સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે હજુ માંડ એક અઠવાડિયા પહેલા જ મમતા બેનર્જીએ તેમને આ પદ પર ફરીથી નિયુક્ત કર્યા હતા. પરંતુ રાજકારણની શતરંજમાં ક્યારે કયો મહોરો ફેંકાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. સયાનીની સાથે ઉત્તર કોલકાતાના સંગઠન પ્રમુખ સુદીપ બંદોપાધ્યાય પર પણ ગાજ પડી છે. લાગે છે કે સયાનીનું આ કથિત આધ્યાત્મિક જ્ઞાન સત્તા ટકાવવામાં કામ નથી આવ્યું અને સીધી ‘એક્ઝિટ’ થઈ ગઈ. હવે જોવાનું એ રહેશે કે ‘નયન’ માં મદીના રાખનારા સયાની હવે કઈ નવી ગલીમાં આશરો શોધશે!

અકસ્માત બાદ ‘ગોલ્ડન અવર’માં જીવ બચાવવા સરકારનો મોટો નિર્ણય: મળશે કેશલેસ સારવાર

Related posts

અમદાવાદ : હાથીજણમાં પાર્કિંગ બાબતે યુવકોનો હુમલો : પોલીસની ત્વરિત કાર્યવાહી

SAHAJANAND RAJPUT

ટ્રમ્પ : “હું બળાત્કારી નથી!” – વ્હાઇટ હાઉસ હુમલાખોરના આક્ષેપો પર લાલચોળ થયા ડોનાલ્ડ ટ્રમ્પ

SAHAJANAND RAJPUT

India : દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન 2,600 મુસાફરોને લઈ દોડશે, ડીઝલ નહીં પાણીની વરાળથી બનશે વીજળી

SAHAJANAND RAJPUT

Leave a Comment