ફટાફટ ન્યૂઝખબર

PM મોદીની ઔરંગઝેબ સાથે સરખામણી કરતા સંજય રાઉત વિવાદમાં, ભાજપનો આક્રમક પ્રહાર

PM મોદી

PM મોદી: શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતના એક નિવેદનથી દેશના રાજકારણમાં ભારે હોબાળો મચ્યો છે. પુણેમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી મુગલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી. તેમના આ નિવેદન બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. રાઉતે કહ્યું હતું કે “જે ભૂમિએ ઔરંગઝેબને જન્મ આપ્યો હતો, તે જ ભૂમિએ મોદી જેવા વ્યક્તિને પણ જન્મ આપ્યો છે.”

PM મોદી પર રાઉતના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો, ભાજપે ગણાવ્યું ગુજરાત અને દેશનું અપમાન

આ નિવેદન સામે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
“કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનનો મોદી પ્રત્યેનો દ્વેષ ચરમસીમાએ”
શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “સંજય રાઉતનું નિવેદન માત્ર પ્રધાનમંત્રી PM મોદીનુ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની જનતાનું અપમાન છે. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના નેતાઓ મોદી પ્રત્યેના દ્વેષમાં એટલા અંધ બની ગયા છે કે તેઓ દેશના લોકશાહીથી ચૂંટાયેલા વડાપ્રધાનની સરખામણી ઔરંગઝેબ જેવા ક્રૂર શાસક સાથે કરી રહ્યા છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે વિપક્ષ પાસે જનતાના મુદ્દાઓ પર બોલવા માટે કંઈ બચ્યું નથી, તેથી તેઓ વ્યક્તિગત હુમલાઓનો સહારો લઈ રહ્યા છે.
આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ વિવાદ આગામી દિવસોમાં વધુ રાજકીય રંગ પકડી શકે છે

અકસ્માત બાદ ‘ગોલ્ડન અવર’માં જીવ બચાવવા સરકારનો મોટો નિર્ણય: મળશે કેશલેસ સારવાર

Related posts

Chandipura Virus : 3 બાળકોના મોત 7 પોઝિટિવ, સરકાર એક્શનમાં, ચાંદીપુરા વાયરસને લઈને વધતી ચિંતા

SAHAJANAND RAJPUT

સબરીમાલા મહા-સુનાવણી : શું પરંપરાઓ બદલાશે કે શ્રદ્ધા અકબંધ રહેશે?

SAHAJANAND RAJPUT

મંદિરમાં ચોરી : રાત્રિના અંધકારમાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ

SAHAJANAND RAJPUT

Leave a Comment