ફટાફટ ન્યૂઝખબર

Gujarat Police : ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા લોકો શોધ્યા, ગુજરાત પોલીસના ઓપરેશન મિલાપની કમાલ

🕵️‍♂️ Gujarat Police : ૧૨૦૦ કિમી દૂર કર્ણાટકના જૈન મંદિરમાં ‘નકલી પૂજારી’ બનીને છુપાયો હતો અપહરણકર્તા, ગુજરાત પોલીસે ફિલ્મી ઢબે દીકરીને છોડાવી!

Gujarat Police

Gujarat Police : વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા એક પરિવાર માટે ગત ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫નો દિવસ કાળી રાત જેવો સાબિત થયો હતો, જ્યારે તેમની ૧૪ વર્ષની લાડકવાયી દીકરી અચાનક ગુમ થઈ ગઈ. મહિનાઓ સુધી સ્થાનિક પોલીસે તપાસ કરી પણ કોઈ સુરાગ મળતો નહોતો. આખરે આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ને સોંપવામાં આવ્યો.

પૂજારીનું નવું નામ અને ૧૨૦૦ કિમીનો દૂરી…

Gujarat Police : ટેકનિકલ સર્વેલન્સની મદદથી ખબર પડી કે આરોપી સુનિલકુમાર બારીયા બાળકીને ફોસલાવીને કર્ણાટકના શિવમોગા લઈ ગયો છે. આરોપી પણ ઓછો નહોતો, તેણે જયપુરમાં પૂજારીનો કોર્સ કરી નવું નામ ધારણ કરી લીધું હતું અને ત્યાંના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે નોકરી શરૂ કરી દીધી હતી. તેણે આ માસૂમ બાળકીને પોતાની પત્ની ગણાવીને મંદિરમાં જ ગોંધી રાખી હતી.

ભારે વરસાદમાં બે દિવસ સુધી વોચ અને સફળ ઓપરેશન

Gujarat Police : જ્યારે વડોદરા પોલીસની ટીમ કર્ણાટક પહોંચી, ત્યારે ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. એક મહિલા પોલીસ અધિકારી સહિત પાંચ સભ્યોની ટીમે હિંમત હાર્યા વગર સતત બે દિવસ સુધી મંદિર પર ચાંપતી નજર રાખી. ત્રીજા દિવસે સવારે ૪ વાગ્યે જેવો આરોપી મંદિરે આવ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો અને બાળકીને હેમખેમ બચાવી લીધી.

Gujarat Police : શું છે આ ‘ઓપરેશન મિલાપ’?

Gujarat Police : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ‘ઓપરેશન મિલાપ’ શરૂ કર્યું હતું. અગાઉ ૭ મે થી ૫ જૂન સુધીમાં ૧,૪૭૮ લોકોને શોધવામાં આવ્યા હતા. આ ઝુંબેશની સફળતા જોઈ તેને વધુ ૧૦ દિવસ (૧૨ જૂન થી ૨૧ જૂન) માટે લંબાવવામાં આવી હતી.

માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ પરિવારોના ઘરે ફરી દીવો પ્રગટ્યો!

એડિશનલ ડીજીપી (વુમન સેલ) શ્રી અજય ચૌધરીએ જણાવ્યું કે, માત્ર આ લંબાવેલા ૧૦ દિવસમાં જ પોલીસે વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે. જેમાં ૨૮૮ મહિલાઓ, ૮૮ બાળકીઓ, ૨૧ છોકરાઓ અને ૧૦૩ પુરુષોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે ત્યાં છુપાય, પણ ખાખીની નજરથી બચી શકશે નહીં.

JK : ‘એકેડેમિક જેહાદ’, જમ્મુ-કાશ્મીરની સ્કૂલ લાઇબ્રેરીઓમાં આતંકીઓનું મહિમામંડન

Ad p

Related posts

Ahmedabad : અમદાવાદ બનશે ‘Zero Fatality District’? અકસ્માત મોત રોકવા સરકારનો મોટો પ્લાન

SAHAJANAND RAJPUT

મંદિરમાં ચોરી : રાત્રિના અંધકારમાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ

SAHAJANAND RAJPUT

‘સૂંપડા સાફ’ – માત્ર શબ્દ નહીં, કોંગ્રેસની વાસ્તવિકતા : ભાજપની ‘ચૂંટણી મશીનરી’ સામે કોંગ્રેસનું ‘કન્ફ્યુઝન માસ્ટરક્લાસ’

SAHAJANAND RAJPUT

Leave a Comment