ફટાફટ ન્યૂઝખબર

Gujarat : સરકારી પ્રતીકો અને નામોના દુરુપયોગ સામે ગુજરાત સરકારની કડક લાલ આંખ

Gujarat

📌 Gujarat : સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ સામે આકરાં પગલાં

Gujarat : વ્યાપારિક લાભ મેળવવા માટે સરકારી નામ, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે ગુજરાત સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦’નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.

🏛️Gujarat : કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Gujarat : કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવવામાં આવેલા વિશેષ પરિપત્રના અનુસંધાને ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ કાયદાકીય ઝુંબેશ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પોતાના પરિપત્રમાં ગંભીર નોંધ લીધી હતી કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવા નામો રાખી રહી છે, જે સીધા સરકારી વિભાગો જેવા જ પ્રતીત થાય છે.

અનેક કિસ્સાઓમાં ખાનગી સંસ્થાઓ પોતાના વિઝિટિંગ કાર્ડ, લેટરહેડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે. આ ભ્રામક પ્રચારના કારણે સામાન્ય નાગરિકો છેતરાઈને ખાનગી કામોને સરકારી સમજી પોતાના કિંમતી નાણાં કે અગત્યના દસ્તાવેજો ગુમાવી બેસે છે.

🛑 ‘બ્યુરો’, ‘મંત્રાલય’ કે ‘નેશનલ’ જેવા શબ્દો વાપરતા પહેલાં મંજૂરી ફરજિયાત

Gujarat : સરકારની નવી સૂચનાઓ મુજબ, હવેથી કોઈ પણ ખાનગી સંસ્થા, ટ્રસ્ટ કે વ્યાપારી પેઢી કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત અનુમતિ વિના પોતાના નામના ભાગરૂપે નીચે મુજબના શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં:

  • બ્યુરો (Bureau)
  • કમિશન (Commission)
  • મંત્રાલય (Ministry)
  • સેન્ટર (Centre)
  • ઓલ ઈન્ડિયા (All India)
  • નેશનલ (National)
  • ભારતીય (Bharatiya)

જો કોઈ ખાનગી કંપની કે સંસ્થાએ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય, તો તેણે પોતાના નામની સાથે જ સ્પષ્ટતા કરવી પડશે કે આ એક “ખાનગી સાહસ” છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી.

🔍 રજિસ્ટ્રેશન તબક્કે જ ફાઈલો થશે ના મંજૂર

Gujarat : આ કાયદાના કડક પાલન માટે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ ડિપાર્ટમેન્ટ જેવી તમામ નોંધણી કરતી કચેરીઓને સ્ક્રીનિંગ અને રજિસ્ટ્રેશન તબક્કે જ ભ્રામક નામો ધરાવતી અરજીઓ ના મંજૂર કરવા આદેશ અપાયો છે. જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય, તો તે બાબત કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવાની રહેશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય જ આખરી ગણાશે. આ બાબત રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી હોવાથી કાયદાનો અનાદર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

QR Code

Umar Khalid : ઉમર ખાલીદ ‘રાષ્ટ્રવાદી’? કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી દેશભરમાં રાજકીય મહાસંગ્રામ

Ad p

Related posts

SCST Act : અજીત ભારતી FIRથી સંતોષ વર્મા સુધી: SC-ST Act પર કેમ ગરમાઈ ચર્ચા?

SAHAJANAND RAJPUT

GSRTCમાં ડિજિટલ ક્રાંતિ! એક જ દિવસમાં 88,626 ટિકિટોનું બુકિંગ, જૂના તમામ રેકોર્ડ તૂટ્યા

SAHAJANAND RAJPUT

ગઝવા એ હિન્દ : શું પાકિસ્તાન ‘ગઝવા-એ-હિન્દ’ના નામે પોતાનો જ વિનાશ નોતરી રહ્યું છે?

SAHAJANAND RAJPUT

Leave a Comment