
Ahmedabad : અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન મોટા મોલ અને રહેણાંક સોસાયટીઓમાં નાગરિકોની સુવિધા અને સુરક્ષા સામે સવાલ ઊભા કરતી એક અનોખી ચોર ગેંગનો અમદાવાદ ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. રાત્રિના અંધારામાં સોસાયટીઓ અને મોલની આસપાસથી ગટરના ઢાંકણા તેમજ લોખંડની જાળીઓની ચોરી કરતી આ શાતિર ગેંગના એક સાગરીતને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પોલીસે બે મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
🔍 Ahmedabad : પોલીસ કમિશનરના ખાસ એક્શન પ્લાનથી રચાયું ટ્રેપ
Ahmedabad : અમદાવાદ શહેરમાં અડધી રાત્રે થતી ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે માસિક પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧) ના આદેશથી ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) શિવમ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૭ ની ટીમે ચોરીના હોટસ્પોટ નક્કી કરી ઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.
આ દરમિયાન LCB ઝોન-૭ ના પી.એસ.આઈ. એચ.ડી. વાઘેલા તેમજ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નાગરાજભાઈ તથા જયરાજદાનને મળેલી સચોટ ખાનગી બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લેવાયો હતો.

⚖️ રૂ. 54,000 ના મુદ્દામાલ સાથે અર્શદ ગિરફ્તાર, સાગરીત ફતેહવાડીનો અલ્હાસ ફરાર
Ahmedabad : પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ અર્શદ યુનુસભાઈ જુબેરભાઈ પઠાણ (ઉંમર વર્ષ ૨૬, રહે. ચાંદપાર્ક સોસાયટી, ફતેહવાડી, સરખેજ) તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી રૂ. ૪,૦૦૦ ની કિંમતની ૧૬૭ કિલો વજન ધરાવતી ૫ નંગ લોખંડની જાળીઓ તથા ચોરીમાં વપરાયેલું રૂ. ૫૦,૦૦૦ ની કિંમતનું સુઝુકી એક્સેસ સ્કૂટર (નંબર GJ-01-XW-6213) કબ્જે કર્યું છે. આમ, કુલ રૂ. ૫૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ ગુનામાં સંડોવાયેલ બીજો આરોપી અલહાસ મહમદસફી શેખ (રહે. છીપા સોસાયટી, દાણીલીમડા) હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
🛠️ શું હતી ચોર ગેંગની મોડસ ઓપરેન્ડી?
Ahmedabad : આ શાતિર ગેંગ રાત્રિના અંધારામાં એક્સેસ સ્કૂટર પર નીકળતી હતી અને સોસાયટીઓ તથા મોલની બહારથી ગટરના ઢાંકણા અને લોખંડની ગ્રીલ ઉઠાવી રફુચક્કર થઈ જતી હતી. LCB ઝોન-૭ ની આ ત્વરિત અને સફળ કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે
- Ahmedabad : રાત્રિના અંધારામાં ગટરના ઢાંકણાં ચોરતી ગેગનો LCBએ કર્યો પર્દાફાશ
- 108 : રિક્ષામાં જ બાળકનો જન્મ! 108ની ટીમે માતા-નવજાતને કેવી રીતે બચાવ્યા?
- ખેલ મહાકુંભ 2026: અમદાવાદમાં ક્યારે, ક્યાં અને કઈ રમતની સ્પર્ધા? જાણો સંપૂર્ણ માહિતી
- Gujarat : ફરિયાદનો ઉકેલ નથી આવ્યો? 24 સપ્ટેમ્બરે રાજ્ય સ્વાગતમાં આ રીતે કરો રજૂઆત
- Amit Shah : ડ્રગ્સ સામે હવે ‘મિશન મોડ’! અમિત શાહની આગેવાનીમાં 36 ANTF ચીફ્સની મોટી બેઠક

108 : રિક્ષામાં જ બાળકનો જન્મ! 108ની ટીમે માતા-નવજાતને કેવી રીતે બચાવ્યા?
