
કોલ્હાપુર: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલ્હાપુરમાં આયોજિત એક આભાર રેલીમાં અત્યંત મહત્વનું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે મહારાષ્ટ્રમાં શિવસેનાના કોઈ ફાટા કે જૂથો રહ્યા નથી, પરંતુ એકનાથ શિંદેના નેતૃત્વમાં માત્ર એક જ ‘શિવસેના’ અસ્તિત્વ ધરાવે છે.
Amit Shah : ઉદ્ધવ જૂથમાં ભંગાણની આશંકા? ⚡
Amit Shah : અમિત શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) માં મોટા બળવાની અટકળો તેજ બની છે. ‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે અહેવાલો મળી રહ્યા છે કે ઉદ્ધવ જૂથના અનેક સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ શકે તેમ છે.
દિલ્હીની બેઠકમાંથી 6 સાંસદો ગેરહાજર! 📉
Amit Shah : તાજેતરમાં નવી દિલ્હીમાં શિવસેના (UBT) દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં પક્ષમાં સ્પષ્ટ વિભાજન જોવા મળ્યું હતું. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી માત્ર 3 (અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે) હાજર રહ્યા હતા. જ્યારે નાગેશ આષ્ટિકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિંબાલકર અને ભાઉસાહેબ વાકચૌરે જેવા 6 દિગ્ગજ સાંસદો ગેરહાજર રહેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
24 કલાકનું અલ્ટીમેટમ અને કાયદાકીય કાર્યવાહીની ચીમકી ⚖️
Amit Shah : આ ગેરહાજરીને ગંભીરતાથી લેતા ઉદ્ધવ જૂથના ચીફ વ્હીપ અનિલ દેસાઈએ ગેરહાજર સાંસદોને ‘શો કોઝ’ નોટિસ ફટકારી છે. તેમને 24 કલાકમાં લેખિત ખુલાસો આપવા જણાવાયું છે. જો તેઓ સમયસર જવાબ નહીં આપે, તો પક્ષ માની લેશે કે તેઓએ સ્વેચ્છાએ સભ્યપદ છોડી દીધું છે અને તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
વિકાસ પણ અને વિરાસત પણ 🕉️
રાજકીય નિવેદનોની સાથે અમિત શાહે કોલ્હાપુરમાં માતા અંબાબાઈના મંદિરે દર્શન કર્યા હતા અને મંદિર પરિસરના આધુનિકીકરણ તથા સુશોભીકરણનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને દોહરાવતા કહ્યું કે, મહારાષ્ટ્રના તમામ જ્યોતિર્લિંગો અને શક્તિપીઠોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.
મૌલાના નોમાાનીનો હિન્દુઓને અંદરો અંદર વહેંચવાનો પ્લાન? ભડકાઉ ભાષણનું પોસ્ટમોર્ટમ.
