🍳 Egg Therapy : શું છે આ ‘એગ થેરાપી’? જેણે નેતાઓની ઊંઘ હરામ કરી અને બજારમાં ઈંડાની અછત સર્જી! 💥

બહેરામપોર: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ પણ રાજકીય ગરમાવો શમવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલી મમતા બેનર્જી સરકારના પતન બાદ હવે સામાન્ય જનતાનો રોષ વિરોધ પક્ષના નેતાઓ પર “ઈંડા” બનીને વરસી રહ્યો છે. આ આખી ઘટનાને સ્થાનિક લોકો ‘એગ થેરાપી’ કહી રહ્યા છે, જેની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર પડી રહી છે.
🍳 Egg Therapy : ખાવા માટે નહીં, પણ ફેંકવા માટે વધ્યું ઈંડાનું વેચાણ!
Egg Therapy : સામાન્ય રીતે કાળઝાળ ગરમીમાં ઈંડાની માંગ ઓછી રહેતી હોય છે, પરંતુ બંગાળમાં સ્થિતિ ઊંધી છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા ટીએમસી (TMC) નેતાઓ પ્રત્યેનો ગુસ્સો ઠાલવવા લોકો ઈંડાનો ઉપયોગ કરી રહ્યા છે. જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ, લોકો હવે ઈંડા ખાવા માટે નહીં પણ નેતાઓ પર ફેંકવા માટે ખરીદી રહ્યા છે. આ ‘એગ થેરાપી’ ના કારણે મે મહિનામાં જે ઈંડાનો ભાવ 5 રૂપિયા હતો, તે જૂનમાં વધીને 7 રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે. નેશનલ એગ કોઓર્ડિનેશન કમિટી (NECC) મુજબ, ઈંડાનો ભાવ 7.84 રૂપિયા પ્રતિ નંગ સુધી પહોંચી ગયો છે.
💥 કેમ લોકોએ પસંદ કરી ‘એગ થેરાપી’?
Egg Therapy : મનોચિકિત્સકોના મતે, કોઈ મંત્રી કે મોટા નેતા પર ગંદા ઈંડા ફેંકવાથી તે સમાચારમાં તરત જ વાયરલ થાય છે અને જનતાનો ગુસ્સો સંતોષાય છે. વધુમાં, કાયદાકીય રીતે ઈંડા ફેંકવા એ જામીનપાત્ર ગુનો હોવાથી લોકો વિરોધના સાધન તરીકે તેને વધુ પસંદ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં 225 નંગના એક ક્રેટનો ભાવ 1180 રૂપિયાથી વધીને 1430 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
🚔 પોલીસ વાન હોય કે ઘર, ક્યાંય સુરક્ષિત નથી નેતાઓ!
લોકોનો રોષ એટલો છે કે તેઓ મોડી રાત સુધી નેતાઓની રાહ જુએ છે. જિયાગંજ નગરપાલિકાના વોર્ડના રહેવાસીઓ ધરપકડ કરાયેલા ચેરમેન પ્રસન્નજીત ઘોષ પર ઈંડા ફેંકવા માટે બપોરથી રાતના 2:30 વાગ્યા સુધી રાહ જોઈને બેઠા હતા. ટીએમસીના મહાસચિવ અભિષેક બંદોપાધ્યાયથી લઈને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલિઘાટ નિવાસસ્થાન સુધી ઈંડા ફેંકવાની ઘટનાઓ બની છે. ધરપકડ કરાયેલા પ્રવક્તા જોય પ્રકાશ મજૂમદાર તો પોલીસ વાનમાંથી ઉતરતા પણ ડરતા હતા, છતાં કોર્ટ સંકુલમાં તેમના પર ઈંડાનો મારો ચલાવવામાં આવ્યો હતો.
Gujarat : મેડિકલ કોલેજોમાં રેગિંગના નામે ‘ટોર્ચચર સેલ’! 9 ડોક્ટરો સસ્પેન્ડ
