Image default
રાજકારણખબર

ગુજરાત એસ.ટી. : ખૂણે-ખૂણે દોડશે નવી નક્કોર એસ.ટી. બસો: મુખ્યમંત્રીએ 182 નવી બસોને આપી લીલી ઝંડી

ખુશખબર! હવે ગુજરાતના ખૂણે-ખૂણે દોડશે નવી નક્કોર એસ.ટી. બસો: મુખ્યમંત્રીએ 182 નવી બસોને આપી લીલી ઝંડી

ગુજરાત એસ.ટી. : તમારા વિસ્તારમાં પણ આવશે નવી નક્કોર એસ.ટી. બસ: જાણો સરકારનો 182 બસોનો શું છે આખો પ્લાન?

ગુજરાત એસ.ટી. :

ગુજરાત એસ.ટી. : ગાંધીનગર: ગુજરાતના લાખો મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય માનવીની સવારી ગણાતી ગુજરાત એસ.ટી. નિગમના કાફલામાં 182 નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 18 માર્ચ, 2026ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નવી બસોનું લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં મૂકી છે.

ગુજરાત એસ.ટી. : દરેક વિધાનસભા વિસ્તારને મળશે પોતાની નવી બસ

ગુજરાત એસ.ટી. : આ લોકાર્પણની સૌથી મોટી વિશેષતા એ છે કે, રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તારો માટે એક-એક એમ કુલ 182 નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે પ્રતિકરૂપે ડ્રાયવર્સને નવી બસોની ચાવીઓ અર્પણ કરી હતી અને લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળી સહિત મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત એસ.ટી. :

62 કરોડના ખર્ચે મુસાફરોની સવારી બનશે વધુ આરામદાયક

એસ.ટી. નિગમ દ્વારા આ 182 નવી બસો પાછળ આશરે 62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ નવી બસો આવવાથી મુસાફરોને વધુ સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા મળી રહેશે.

ગુજરાત એસ.ટી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. અત્યારે દરરોજ 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું અંતર કાપીને અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે.

ગુજરાત એસ.ટી.

ભવિષ્યનું આયોજન: એસી અને વોલ્વો બસોનો પણ આવશે કાફલો

રાજ્ય સરકાર એસ.ટી. નિગમને આધુનિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. વર્ષ 2024-25માં નિગમે 963 સુપર એક્સપ્રેસ, 550 ગુર્જર નગરી, 100 સ્લીપર અને 350 મીડી બસો મળીને કુલ 1963 વાહનો જનતાની સેવામાં મૂક્યા છે. આટલું જ નહીં, હવે PPP ધોરણે 200 નવી અત્યાધુનિક વોલ્વો અને એ.સી. બસો પણ ટૂંક સમયમાં રસ્તા પર દોડતી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાત એસ.ટી.

તહેવારો હોય કે ધાર્મિક મેળા, ગુજરાત એસ.ટી. હંમેશા વધારાની બસો દોડાવીને લોકોને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી 182 બસોના આગમનથી હવે અંતરિયાળ ગામડાઓથી લઈને શહેરો સુધીની મુસાફરી વધુ સુખદ બનશે તે નક્કી છે.

ગુજરાત એસ.ટી.

CEIR : ફોન ચોરાશે તો બની જશે ખાલી ‘પ્લાસ્ટિકનો ટુકડો’, જાણો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવો માસ્ટર પ્લાન

Related posts

ટી20 વર્લ્ડ કપ 2026 : ભારત-પાકિસ્તાન મેચ પર સંકટના વાદળો

SAHAJANAND RAJPUT

CEIR : ફોન ચોરાશે તો બની જશે ખાલી ‘પ્લાસ્ટિકનો ટુકડો’, જાણો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવો માસ્ટર પ્લાન

SAHAJANAND RAJPUT

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

Leave a Comment