🏏 ટી20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનના બહિષ્કારથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICCની કડક ચેતવણી
ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થતા પહેલા જ વિવાદોના વમળમાં ફસાઈ ગયો છે. પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ નિર્ણયથી માત્ર રમત નહીં પરંતુ કરોડોની આવક પર પણ જોખમ ઊભું થયું છે. આ રિપોર્ટમાં અમે તમને આ વિવાદ પાછળના કારણો, કરોડોના નુકસાનની ભીતિ અને આઈસીસી (ICC) દ્વારા આપવામાં આવેલી ગંભીર ચેતવણીઓ વિશે વિગતવાર જણાવીશું.
ટી20 વર્લ્ડ કપ 2026 : ભારત-પાકિસ્તાન મેચ પર સંકટના વાદળો
ટી20 વર્લ્ડ કપ 2026 : ભારત-પાકિસ્તાન મેચ પર સંકટના વાદળો! શું પાકિસ્તાન લેશે ‘યુ-ટર્ન’?
ટી20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય અને બહિષ્કારની ધમકી
ટી20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાન સરકારે તેની ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમાનારી ગ્રુપ-સ્ટેજ મેચમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે આ નિર્ણય રમત કરતાં વધુ પ્રતીકાત્મક છે, કારણ કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત તણાવપૂર્ણ છે.

ટી20 વર્લ્ડ કપ 2026 : આઈસીસી (ICC) અને બ્રોડકાસ્ટર્સની આકરી ચેતવણી
આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ભારે આર્થિક નુકસાનની શક્યતા છે:
• ₹૨૨૦૦ કરોડનું નુકસાન: ભારત-પાકિસ્તાન મેચ ન થવાને કારણે આઈસીસીને અંદાજે ૨૫૦ મિલિયન ડોલર (₹૨૨૦૦ કરોડથી વધુ) ની આવકનું નુકસાન થઈ શકે છે.

📉 ટી20 વર્લ્ડ કપ 2026 : સંભવિત નુકસાન
- અંદાજે ₹૨૨૦૦ કરોડ (૨૫૦ મિલિયન ડોલર)ની આવકમાં ઘટાડો
- સ્પોન્સર અને જાહેરાત પર અસર
- ટીવી રેટિંગમાં ઘટાડો

• કાનૂની કાર્યવાહી: સત્તાવાર બ્રોડકાસ્ટર JioStar/JioHotstar આ નાણાકીય નુકસાન બદલ પીસીબી સામે કાનૂની જંગ છેડી શકે છે.
• કઠોર પ્રતિબંધો: આઈસીસી પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવી શકે છે, જેમ કે પાકિસ્તાન સુપર લીગ (PSL) માટે ખેલાડીઓને NOC ન આપવી, એશિયા કપમાંથી પ્રતિબંધ મૂકવો અથવા પાકિસ્તાનના આવકના હિસ્સામાં કાપ મૂકવો.

🚫 ટી20 વર્લ્ડ કપ 2026 : સંભવિત પ્રતિબંધો
ICC પાકિસ્તાન પર નીચે મુજબ કાર્યવાહી કરી શકે છે:
- PSL માટે NOC રોકી શકાય
- એશિયા કપમાંથી બાકાત
- આવકના હિસ્સામાં કાપ
🗣️ ટી20 વર્લ્ડ કપ 2026 : ક્રિકેટ જગતની પ્રતિક્રિયા : ભારત સામે પાકિસ્તાન હવે ‘મીનોઝ’ ?
સંજય માંજરેકરની ટિપ્પણી

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું કે હવે ભારત-પાકિસ્તાન મેચોમાં પહેલાની જેમ સ્પર્ધાત્મકતા રહી નથી. તેમણે પાકિસ્તાનને “મીનોઝ” જેવી ટીમ સાથે સરખાવી હતી.
શાહિદ આફ્રિદીની પ્રતિક્રિયા

પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ સરકારના નિર્ણયની ટીકા કરતાં કહ્યું:
“જ્યારે રાજકારણ દરવાજા બંધ કરે છે, ત્યારે ક્રિકેટ તેને ખોલી શકે છે.”
શું પાકિસ્તાન નિર્ણય બદલશે ?
ટી20 વર્લ્ડ કપ 2026 : પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાકિસ્તાનના આંતરિક મંત્રી મોહસિન નકવી કદાચ ૧૨ ડિસેમ્બર પછી આ નિર્ણય પર ‘યુ-ટર્ન’ લઈ શકે છે. હાલમાં પાકિસ્તાની ટીમ કોલંબો પહોંચી ગઈ છે અને આયર્લેન્ડ સામે વોર્મ-અપ મેચ રમવાની તૈયારી કરી રહી છ.

ટી20 વર્લ્ડ કપ 2026ની સૌથી મોટી આકર્ષણ ભારત-પાકિસ્તાન મેચ પર હાલ અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. જો પાકિસ્તાન પોતાનો નિર્ણય યથાવત રાખે છે, તો તેને રમત, પ્રતિષ્ઠા અને નાણાકીય રીતે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.

હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર રાજકારણીઓની અશર તળે કામ કરતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવનારા નજીકના સમયમાં શું પગલાં લે છે તેના પર ટકી છે.
આ પણ જુઓ

1 comment
Nice article