⛪ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે? ભાજપ કાર્યકર્તાના દાવાએ મચાવ્યો ખળભળાટ, હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય!
🛑 FIR ના આદેશ પર અચાનક કેમ લાગી બ્રેક? અલ્હાબાદ હાઈકોર્ટમાં શું થયું?
💼 રા.ગા. ની નાગરિકતાનો મામલો ગરમાયો: ૨૦ એપ્રિલ સુધી કેમ જોવી પડશે રાહ?

લખનૌ: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ચાલી રહેલા વિવાદમાં એક નવો અને અત્યંત રસપ્રદ વળાંક આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રા.ગા. વિરુદ્ધ FIR નોંધવાના પોતાના જ મૌખિક આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ આદેશ કોર્ટે ખુલ્લી અદાલતમાં આપી દીધો હતો, પરંતુ તેના પર સહી કરતા પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી : શું છે બ્રિટિશ નાગરિકતાનો સમગ્ર વિવાદ?
રાહુલ ગાંધી : આ સમગ્ર મામલો કર્ણાટકના ભાજપ કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. શિશિરનો દાવો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે.

તેમણે કોર્ટમાં પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 2003માં બ્રિટનમાં ‘બેકઓપ્સ લિમિટેડ’ (M/S Backops Ltd.) નામની કંપની નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની રાષ્ટ્રીયતા ‘બ્રિટિશ’ દર્શાવી હતી. વધુમાં એવો પણ દાવો કરાયો છે કે 2005 અને 2006ના એન્યુઅલ રિટર્ન્સમાં પણ તેમણે પોતાની જાતને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હતા.

🛑 કોર્ટે ઓર્ડર આપીને કેમ અટકાવી દીધો?
જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચે ગઈકાલે ખુલ્લી કોર્ટમાં રા.ગા. વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ સંભળાવ્યો હતો. પરંતુ, આ ઓર્ડર ટાઈપ થઈને સહી થાય તે પહેલા જ કોર્ટના ધ્યાને એક જૂનો કાયદાકીય ચુકાદો આવ્યો. ૨૦૧૪ના ‘જગન્નાથ વર્મા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ ના કેસને ટાંકીને કોર્ટે નોંધ્યું કે, જે વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવાની વાત હોય (સંભવિત આરોપી), તેને પણ પોતાનો પક્ષ રાખવાની તક મળવી જોઈએ.

કોર્ટે અવલોકન કર્યું કે રાહુલ ગાંધીને સાંભળ્યા વિના આદેશ આપવો યોગ્ય નથી. આથી, કોર્ટે પોતાના અગાઉના નિર્ણયના અમલ પર રોક લગાવી દીધી છે.
📅 હવે આગળ શું થશે?

હાઈકોર્ટે હવે આ મામલે વધુ સુનાવણી 20 એપ્રિલ પર મુલતવી રાખી છે. તે દિવસે કોર્ટ નક્કી કરશે કે શું રા.ગા.ને નોટિસ પાઠવવી જરૂરી છે કે નહીં. ભાજપ કાર્યકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’, ‘પાસપોર્ટ એક્ટ’ અને ‘ફોરેનર્સ એક્ટ’ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે.
અમરાવતી સેક્સ સ્કેન્ડલ : 180 યુવતીઓનો શિકાર અને 350 વાયરલ ક્લિપ્સ! કોણ છે આ મોહમ્મદ અયાન?