🚀 ખાડી યુદ્ધ : હોર્મુઝની સામુદ્રધુનીમાં ભડકો! અમેરિકાએ ઈરાની જહાજ ‘Touska’ પર કર્યો હુમલો, એન્જિન રૂમનો કબજો લીધો
⚓ અમેરિકી મરીન્સનું મધદરિયે સાહસિક ઓપરેશન: ઈરાની જહાજ ‘Touska’ હવે ટ્રમ્પના કબજામાં!
😡 ઈરાનનો જોરદાર આક્રોશ: “અમેરિકાએ કરી છે દરિયાઈ લૂંટ, ટૂંક સમયમાં લઈશું ભયાનક બદલો!”

નવી દિલ્હી/વોશિંગ્ટન: વિશ્વ અત્યારે ફરી એકવાર મોટા યુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ નેવીએ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) નજીક ઈરાની કન્ટેનર જહાજ ‘Touska’ ને રોકીને તેના પર કબજો કરી લીધો હોવાના અહેવાલોથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ હુમલા અને જહાજ જપ્ત કર્યાની પુષ્ટિ કરી છે, જેનાથી ખાડી દેશોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે.
⚔️ ખાડી યુદ્ધ : મધદરિયે અમેરિકા-ઈરાન આમને-સામને: શું છે પૂરી ઘટના?
ખાડી યુદ્ધ : ઘટનાની વિગતો મુજબ, ઈરાની ધ્વજ ધરાવતું માલવાહક જહાજ ‘Touska’ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નૌકાદળના નાકાબંધી (Naval Blockade) ને તોડીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા લખ્યું કે, “ઈરાની ધ્વજ ધરાવતા કાર્ગો શિપ Touska એ યુએસ નેવીની નાકાબંધી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેમના માટે બહુ ખરાબ સાબિત થયું”.

અમેરિકી સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુએસ નેવીના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘USS Spruance (DDG 111)’ એ ઓમાનના અખાતમાં આ જહાજને અટકાવ્યું હતું. અમેરિકી સૈનિકોએ જહાજના ક્રૂને ચેતવણી આપી હતી કે જો તેઓ સૂચનાનું પાલન નહીં કરે તો તેમના પર ગોળીબાર કરવામાં આવશે. વીડિયોમાં એક નાવિક સ્પષ્ટપણે કહેતો સંભળાય છે કે, “તમારો એન્જિન રૂમ ખાલી કરો… અમે તમારા પર ફાયરિંગ કરવા તૈયાર છીએ”.
🔥 “એન્જિન રૂમમાં ગાબડું પાડ્યું” – ટ્રમ્પનો આક્રમક અંદાજ
ખાડી યુદ્ધ : ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, વારંવારની ચેતવણી છતાં જ્યારે ઈરાની જહાજ અટક્યું નહીં, ત્યારે યુએસ નેવીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. નેવીએ જહાજના એન્જિન રૂમમાં સીધો ગોળીબાર કરીને મોટું ગાબડું પાડી દીધું હતું, જેના કારણે જહાજ ત્યાં જ થંભી ગયું હતું. ત્યારબાદ અમેરિકી મરીન્સે જહાજ પર ચઢીને તેનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે.

નોંધનીય છે કે, ‘Touska’ નામનું આ જહાજ 900 ફૂટથી વધુ લાંબુ છે અને તે અગાઉ મલેશિયાના પોર્ટ ક્લાંગથી રવાના થયું હતું. શિપ-ટ્રેકિંગ ડેટા મુજબ, તેને પાકિસ્તાન અને ઈરાનની સરહદ નજીકના પાણીમાં અટકાવવામાં આવ્યું હતું. અમેરિકાનું કહેવું છે કે આ જહાજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના રેકોર્ડને કારણે યુએસ ટ્રેઝરીના પ્રતિબંધો હેઠળ હતું.

😡 ઈરાનનો વળતો પ્રહાર: “આ તો સમુદ્રી લૂંટ છે!”
ખાડી યુદ્ધ : બીજી તરફ, ઈરાને આ ઘટનાને અમેરિકાની ‘દરિયાઈ ચાંચિયાગીરી’ (Maritime Piracy) ગણાવી છે. ઈરાનના હઝરત ખાતમ અલ-અંબિયા મિલિટરી હેડક્વાર્ટરે એક નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે તેઓ આ “સશસ્ત્ર લૂંટ” નો ટૂંક સમયમાં બદલો લેશે. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના વ્યાપારી જહાજ પર હુમલો કરીને તેની નેવિગેશન સિસ્ટમ અક્ષમ કરી દીધી છે.

ભારત પર અસર: બે ભારતીય જહાજો પણ નિશાના પર?
ખાડી યુદ્ધ : આ તણાવની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા નિયંત્રણ મેળવવાના પ્રયાસો દરમિયાન બે ભારતીય જહાજો પણ ગોળીબારની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર છે. એક ભારતીય ઓઈલ ટેન્કરે તો ત્યાં સુધી વિનંતી કરી હતી કે, “મને પાછા વળવા દો!” જ્યારે ઈરાની ‘ક્લિયરન્સ’ પ્રક્રિયામાં ગરબડ થઈ હતી. જોકે, તેહરાનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો મજબૂત છે, છતાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.

🌍 વિશ્વ યુદ્ધની દહેશત?
ખાડી યુદ્ધ : હાલમાં અમેરિકાએ આ વિસ્તારમાં તેની તાકાત વધારી દીધી છે. યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (USS Gerald R. Ford) એરક્રાફ્ટ કેરિયર મધ્ય પૂર્વના પાણીમાં પરત ફર્યું છે અને ત્રીજું અમેરિકી કેરિયર પણ આ તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિ સૂચવે છે કે અમેરિકા કોઈપણ પ્રકારની ઢીલ મૂકવાના મૂડમાં નથી.
ધંધુકા : કિશન ભરવાડ જેવી કરપીણ ઘટના: યુવાનની હત્યા બાદ દુકાનો સળગી, રસ્તા પર ઉતર્યા ટોળા