ફટાફટ ન્યૂઝખબર

રાજા શિવાજી : મરાઠી સિનેમામાં રિતેશ દેશમુખનો ડંકો! ‘રાજા શિવાજી’એ રિલીઝ પહેલા જ તોડ્યા તમામ રેકોર્ડ

🚩 રાજા શિવાજી : મરાઠી સિનેમામાં રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ની ઐતિહાસિક એન્ટ્રી: રિલીઝ પહેલા જ સર્જ્યો ચમત્કાર!

💥🔥 બોક્સ ઓફિસ પર શિવાજી મહારાજની ગર્જના! ‘સૈરાટ’નો રેકોર્ડ પણ જોખમમાં, જાણો અત્યાર સુધીની કમાણી!

Raja Shivaji

રાજા શિવાજી : મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જીઓ સ્ટુડિયો અને મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ બનેલી ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ ‘રાજા શિવાજી’ એ મોટા પડદા પર આવતા પહેલા જ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે માત્ર એડવાન્સ બુકિંગના આધારે જ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ મેળવનારી મરાઠી ફિલ્મ બનીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

💥 રાજા શિવાજી : એડવાન્સ બુકિંગમાં જ તોડ્યા મોટા રેકોર્ડ્સ

રિતેશ દેશમુખ દ્વારા નિર્દેશિત અને અભિનિત આ ફિલ્મે રિલીઝ પહેલા કુલ રૂ. 5.14 કરોડ ગ્રોસ (બ્લોક સીટો વગર) એડવાન્સ બુકિંગ કરી લીધું છે. જેમાંથી માત્ર મરાઠી વર્ઝને જ રૂ. 4.25 કરોડ ગ્રોસ (રૂ. 3.60 કરોડ નેટ) ની ઐતિહાસિક કમાણી કરી છે.

રાજા શિવાજી

આ આંકડો એટલો મોટો છે કે તેણે મરાઠી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ‘સૈરાટ’ અને ‘ટાઈમપાસ 2’ ના ઓપનિંગ ડે કલેક્શનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.

રાજા શિવાજી

🚩 મહારાષ્ટ્રમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

મહારાષ્ટ્રમાં મલ્ટિપ્લેક્સ હોય કે સિંગલ સ્ક્રીન, દરેક જગ્યાએ ‘રાજા શિવાજી’ ને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ડે (1 મે) ના દિવસે રિલીઝ થવાથી આ ફિલ્મને જબરદસ્ત ફાયદો મળ્યો છે. મરાઠી વર્ઝનની સાથે સાથે હિન્દી વર્ઝને પણ સારી શરૂઆત કરી છે અને એડવાન્સ બુકિંગમાં જ રૂ. 1 કરોડની નજીક પહોંચી ગયું છે.

રાજા શિવાજી

⭐ મજબૂત સ્ટાર કાસ્ટ અને ભવ્ય નિર્માણ

ફિલ્મની ભવ્યતા અને છત્રપતિ શિવાજી મહારાજનું વિષય વસ્તુ સીધું જ પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગયું છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખની સાથે સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, જિનીલિયા દેશમુખ, સલમાન ખાન અને સચિન ખેડેકર જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

રાજા શિવાજી

નિષ્ણાતોનું માનવું છે કે, આ ફિલ્મ માત્ર એક રેકોર્ડ નથી પણ તે પ્રાદેશિક ફિલ્મો માટે એક નવું આકાશ ખોલી રહી છે, જે સાબિત કરે છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો ગ્રાન્ડ ઓપનિંગ નક્કી છે.

Raj S

મોંઘવારી : ૧લી મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹993નો તોતિંગ વધારો, ભાવ ₹3000ના ઐતિહાસિક સ્તરે

Related posts

વડોદરા : યુવકની ઓટોમાં રહી ગયેલી ₹60,000ની થેલી, છાણી પોલીસની ઝડપી કામગીરીથી મળી

SAHAJANAND RAJPUT

Sanand Police : નાકાબંધી તોડી ભાગેલી ફોર્ચ્યુનરમાંથી ₹4,78,640 લાખનો દારૂ ઝડપાયો

SAHAJANAND RAJPUT

મતદાન માટે ઓફિસથી મળશે રજા! જાણો શ્રમ કમિશનરનો કર્મચારીઓ માટેનો નવો આદેશ

SAHAJANAND RAJPUT

Leave a Comment