ખબર

ક્રાઈમ બ્રાંચ : સુરતથી અમદાવાદ સુધી ફેલાયેલું નકલી નોટોનું નેટવર્ક ધ્વસ્ત : ₹2.38 કરોડની નોટો સાથે 7 ઝડપાયા

ક્રાઈમ બ્રાંચ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા, 2.38 કરોડની નકલી નોટો સાથે 7 આરોપી ઝડપાયા. સુરતથી ચાલતી ગેંગ અને ચીનથી આવતી સામગ્રીનો ચોંકાવનારો ખુલાસો.

ક્રાઈમ બ્રાંચ

અમદાવાદ: ગુજરાતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું એક મોટું કૌભાંડ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડ્યું છે. તારીખ 18 માર્ચ 2026ના રોજ મળેલી એક સચોટ બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને સુરતમાંથી કુલ ₹2 કરોડ 38 લાખની કિંમતની ₹500ના દરની બનાવટી નોટો જપ્ત કરી છે. આ કેસમાં એક મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

🔍 ગુપ્ત બાતમીથી શરૂ થયુ ઓપરેશન – ફોર્ચ્યુનર કાર અને મેટ્રો પિલર પાસે બિછાવેલી જાળ

ક્રાઈમ બ્રાંચને 18 માર્ચ 2026ના રોજ ચોક્કસ માહિતી મળી હતી કે સુરતથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર (નંબર GJ.05.RS.5252) નકલી નોટોની ડિલિવરી આપવા માટે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવી રહી છે. પોલીસે તુરંત 3 ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

ક્રાઈમ બ્રાંચ

🚓 ફિલ્મી અંદાજમાં કારનો પીછો અને ધરપકડ

આ દરમિયાન અમરાઈવાડીમાં ટોરેન્ટ પાવર નજીક મેટ્રો પિલર નંબર 29 અને 30ની વચ્ચે શંકાસ્પદ કાર મળી આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અંદર એક મહિલા સહિત 6 લોકો મળી આવ્યા. કાળા કલરની બેગ અને પ્લાસ્ટિકના બાચકામાંથી ₹500ના દરની નકલી નોટોના બંડલો મળી આવ્યા હતા. બનાવટી નોટોના બંડલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી.

 નકલી નોટો

👉 તમામ આરોપીઓને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ક્રાઈમ બ્રાંચ : સત્યમ ફાઉન્ડેશન અને સેવાનું આડું મોટું પાપ

 નકલી નોટો

ક્રાઈમ બ્રાંચ : પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી પ્રદીપ દિલીપભાઈ જોટંગીયા સુરતમાં ‘સત્યમ ફાઉન્ડેશન’ નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થાના વિકાસ માટે નાણાં ઉભા કરવાના હેતુથી આરોપીઓએ ભેગા મળીને નકલી નોટો છાપવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. સુરતમાં આરોપી મુકેશ ઠુમ્મરના ઘરે પ્રિન્ટર અને પેપર કટિંગ મશીન લગાવીને આ નોટો છાપવામાં આવતી હતી.

 નકલી નોટો

ક્રાઈમ બ્રાંચ : ચીનથી આવતો હતો સામાન: ઓનલાઈન મંગાવતા સિક્યોરિટી થ્રેડ

ક્રાઈમ બ્રાંચ : આ કૌભાંડમાં ટેકનોલોજીનો પણ જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી મુકેશ ઠુમ્મર ફોટોશોપ એડિટિંગનો જાણકાર છે. તેણે made-in-china.com અને Alibaba.com જેવી વેબસાઇટ્સ પર ચાઇનીઝ એજન્ટોનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટો પાસેથી તેણે ‘RBI’ અને ‘BHARAT’ લખેલા ગ્રીન કલરના સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા, જેના માટે પેમેન્ટ પણ ‘Ali-pay’ મારફતે કરવામાં આવ્યું હતું.

 નકલી નોટો

ક્રાઈમ બ્રાંચ : શું શું કબજે કરવામાં આવ્યું?

ક્રાઈમ બ્રાંચ : પોલીસે આ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • અમદાવાદ: ₹2,10,00,000 ની નકલી નોટો (42,000 નંગ), ફોર્ચ્યુનર કાર, મોબાઈલ અને રોકડ.
  • સુરત: ₹28,00,000 ની નકલી નોટો (5,600 નંગ), પ્રિન્ટર, લેપટોપ, પેપર કટર, અને નોટો ગણવાનું મશીન.
  • સિક્યોરિટી થ્રેડ: ચીનથી મંગાવેલી સિક્યોરિટી થ્રેડ પેપરની 16 રીમ.
 નકલી નોટો

ક્રાઈમ બ્રાંચ : ઝડપાયેલા આરોપીઓના નામ:

  1. મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મર (સુરત)
  2. અશોકભાઈ ધનજીભાઈ માવાણી (સુરત)
  3. રમેશભાઈ વલ્લભભાઈ બલર (સુરત)
  4. દિવ્યેશ ઈશ્વરભાઈ રાણા (સુરત)
  5. પ્રદીપભાઈ દિલીપભાઈ જોટંગીયા (સુરત)
  6. એક મહિલા આરોપી (કતારગામ, સુરત)
  7. ભરતભાઈ વાલજીભાઈ કાકડીયા (સુરત)
 નકલી નોટો

ક્રાઈમ બ્રાંચ : હાલમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આટલા મોટા પ્રમાણમાં નકલી નોટો બજારમાં ફરે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડીને ભારતીય અર્થતંત્રને મોટા નુકસાનમાંથી બચાવી લીધું છે.

અમદાવાદ ગ્રામ્ય LCB : બંધ મકાનોને નિશાન બનાવતી હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ : ૧૪.૬૦ લાખની ચોરીના ગુનામાં LCBની મોટી સફળતા

Related posts

ગુજરાતમાં ગરમીનો કહેર : અમદાવાદમાં તાપમાન 41°C પાર

SAHAJANAND RAJPUT

સાણંદમાં પત્નીએ જ રચ્યું પતિના મોતનું કાવતરું: પ્રેમી સાથે મળી ટુવાલથી ગળું દબાવી કરી હત્યા

SAHAJANAND RAJPUT

અમિત શાહ : નક્સલવાદના મૂળમાં ઈન્દિરા ગાંધી અને ડાબેરી વિચારધારા! લોકસભામાં અમિત શાહની ગર્જના

SAHAJANAND RAJPUT

Leave a Comment