ક્રાઈમખબર

અસલાલી : ₹19.47 લાખની ‘સુગંધી’ ચોરીનો પર્દાફાશ! અસલાલી પોલીસે છેક મહારાષ્ટ્રથી ગેંગને દબોચી

🚔,📹 અસલાલી : 50થી વધુ CCTV કેમેરા અને એક બોલેરો: રજનીગંધા ગોડાઉનમાં ખાતર પાડનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

📦,💸 અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો : લાખોના રજનીગંધાના પાર્સલ સાથે મહારાષ્ટ્રની ગેંગના બે સાગરીતો પકડાયા

👊🚔 મહારાષ્ટ્રની ગેંગે અસલાલીમાં કર્યું ઓપરેશન, પણ પોલીસના ‘ટેકનિકલ સર્વેલન્સ’ સામે હારી ગઈ; 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત 🚨

Aslali 2

અમદાવાદ: અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રજનીગંધા ગોડાઉનમાં થયેલી ફિલ્મી ઢબે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. માત્ર ગુજરાત જ નહીં, પણ છેક મહારાષ્ટ્ર સુધી લંબાયેલા આ ચોરીના તારને શોધી કાઢી પોલીસે આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને દબોચી લીધા છે.

📹 અસલાલી : 50થી વધુ CCTV ફૂટેજ અને ‘ટેકનિકલ સર્વેલન્સ’નો ખેલ

અસલાલી : ગત 7 એપ્રિલ 2026ના રોજ અજ્ઞાત શખ્સોએ રજનીગંધા ગોડાઉનનું શટર તોડીને લાખોની કિંમતના રજનીગંધાના પાર્સલોની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

અસલાલી

તપાસ દરમિયાન પોલીસે રસ્તામાં આવતા 50થી વધુ CCTV ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસ્યા હતા. આ તપાસમાં એક શંકાસ્પદ ‘બોલેરો’ ગાડી નજરે પડી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે આ ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે અને હાલ તે મહારાષ્ટ્રમાં જ છે.

અસલાલી

🚔 ભિવંડીમાં પોલીસનો છાપો અને આરોપીઓની ધરપકડ

ચોક્કસ બાતમી મળતા જ અસલાલી પોલીસની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રવાના થઈ હતી. ત્યાંથી પોલીસે ચોરીમાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે:

Aslali 1
  1. અખતરઅલી રહેમતઅલી શેખ (ઉં.વ. 34, રહે. ભિવંડી, મહારાષ્ટ્ર)
  2. મોહમ્મદ અનસ હકીમખાન (ઉં.વ. 26, રહે. ભિવંડી, મહારાષ્ટ્ર)

💰 લાખોનો મુદ્દામાલ અને વોન્ટેડ આરોપીઓ

અસલાલી

પોલીસે આરોપીઓ પાસેથી ₹17,47,908ની કિંમતનો ચોરીનો માલ અને ગુનામાં વપરાયેલી ₹2,00,000ની બોલેરો ગાડી (MH-04-LY-0161) મળી કુલ ₹19,47,908નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ કેસમાં હજુ પણ અકબરખાન, કૈસરખાન, શાહરૂખ, અરબાઝ, મહમદ અલી અને શરીફ નામના છ આરોપીઓ વોન્ટેડ છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અસલાલી

પોલીસની આ બાહોશ કામગીરીમાં પી.આઈ. પી.એસ. ચૌધરી, પી.એસ.આઈ. આર.એસ. રબારી અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.

અસલાલી પોલીસે રિટ્ઝ કારમાં ડીઝલની ચોરી કરતા બે રીઢા ગુનેગારો ઝડપી લીધા

Related posts

વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા

SAHAJANAND RAJPUT

સરખેજમાં પંજો હવે માત્ર ‘ટાટા-બાય બાય’ કરવા માટે : કોંગ્રેસની વિકેટો પડી, ઉમેદવારો પેવેલિયન ભેગા

SAHAJANAND RAJPUT

પાણી બોટલ : યુદ્ધ મધ્ય પૂર્વમાં અને તરસ ગુજરાતમાં! શું આ ઉનાળે પાણીની બોટલના ભાવ આસમાને પહોંચશે?

SAHAJANAND RAJPUT

Leave a Comment