વૈશ્વિકખબર

ટ્રમ્પનો ‘ટ્રિગર’ પર હાથ: ઈરાનને ૧૦૦૦ મિસાઈલોથી ફૂંકી મારવાની ચેતવણી

વોશિંગ્ટન/દુબઈ:

Trump
Screenshot

વિશ્વ ફરી એકવાર ભયાનક યુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા ૧૦૦૦ મિસાઈલો છોડીને આખા ઈરાનને નકશા પરથી મિટાવી દેશે.

🎯Trump : “લોક એન્ડ લોડેડ” – ટ્રમ્પની ગંભીર ચેતવણી.

Trump : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે લખ્યું કે, “૧૦૦૦ મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ છે અને ઈરાન પર તાકવામાં આવી છે. જો ઈરાન સરકાર મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તો તેના પરિણામો ભયાનક હશે”. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે અમેરિકી સેના ઈરાનના તમામ વિસ્તારોને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે તૈયાર અને સક્ષમ છે.

🕵️‍♂️ હત્યાનું ષડયંત્ર કે બદલાની આગ?

Trump : આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ટ્રમ્પની હત્યા કરવાના ખુલ્લા આહવાન કરવામાં આવ્યા હતા. ઈરાન ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માંગે છે તેવું અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે. ટ્રમ્પના મતે, ઈરાની નેતાઓની આ ધમકીઓ સામે હવે નમતું જોખવામાં આવશે નહીં.

⚓ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતો તણાવ

Trump : માત્ર હત્યાની ધમકી જ નહીં, પણ સમુદ્રી વ્યાપાર માર્ગને લઈને પણ બંને દેશો સામસામે આવી ગયા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર ઈરાન પોતાનો હક જમાવી રહ્યું છે અને પસાર થતા જહાજો પર ટેક્સ વસૂલવાની વાત કરી રહ્યું છે. આ મામલે થયેલું જૂનું કરાર (MoU) પણ હવે તૂટવાની અણી પર છે. ઈરાને આ અઠવાડિયે ત્રણ જહાજો પર હુમલા કર્યા હતા, જેના જવાબમાં અમેરિકાએ ઈરાની ટાર્ગેટ્સ પર એરસ્ટ્રાઈક પણ કરી છે.

🌍 શું થશે વિશ્વની સ્થિતિ?

Trump : નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ ખરેખર સૈન્ય કાર્યવાહી કરશે, તો તે માત્ર ઈરાન જ નહીં પણ આખા મધ્ય પૂર્વ (Middle East) ને યુદ્ધની આગમાં લપેટી લેશે.Trump : પાકિસ્તાન અને કતાર જેવા દેશો મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિશ્વાસના અભાવે શાંતિની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે.

હાલ તો ટ્રમ્પની ૧૦૦૦ મિસાઈલો ઈરાન તરફ તાકેલી છે, હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ ધમકી સામે ઝૂકે છે કે પછી બદલાની વાત ચાલુ રાખે છે.

Amit Shah : અમદાવાદને મળશે ₹60.68 કરોડની મોટી ભેટ, સરકારી કર્મચારીઓ માટે 188 આધુનિક આવાસ

Ad p

:

Related posts

સરખેજ હત્યા : અંગત અદાવતમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે વીજળીક ગતિએ ઉકેલ્યો ભેદ

SAHAJANAND RAJPUT

કેરિયર કિલર : દુશ્મનના જહાજો માટે ‘કાળ’ બનશે આ મિસાઈલ, ચીનના ઘમંડને તોડશે ભારતની નવી ‘હાયપરસોનિક’ તાકાત

SAHAJANAND RAJPUT

ખાડી યુદ્ધ : ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી: “જો તઆવી જ હરકતો રહી, તો આખું મધ્ય પૂર્વ સળગી ઉઠશે

SAHAJANAND RAJPUT

Leave a Comment