ફટાફટ ન્યૂઝખબર

Gujarat Police : શેરી ગરબાથી પાર્ટી પ્લોટ સુધી પોલીસ એલર્ટ! નવરાત્રી 2026ની સુરક્ષા વ્યવસ્થા

Gujarat Police

Gujarat Police : નવરાત્રી મહાપર્વ: ગરબે ઘૂમતા પહેલાં જાણી લો ગુજરાત પોલીસનો ‘થ્રી-લેયર’ સુરક્ષા ચક્રવ્યૂહ! 💃🚨

Gujarat Police : આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત રાસ-ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. રાજ્યના દરેક નાગરિકો અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાત પોલીસે અભેદ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના સ્પષ્ટ આદેશથી સમગ્ર રાજ્યમાં થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

📍 શેરીથી પાર્ટી પ્લોટ સુધી ૨૨ હજારથી વધુ સ્થળોએ સઘન બંદોબસ્ત

Gujarat Police : રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા 22 હજારથી વધુ ગરબા મહોત્સવો પર પોલીસની ચુસ્ત નજર રહેશે. જેમાં 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા અને 16,527 શેરી ગરબા સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ ગરબા સ્થળોએ સ્થાનિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ અને TRB જવાનો પણ સુરક્ષા માટે તૈનાત રહેશે.

👗 ટ્રેડિશનલ ડ્રેસમાં ‘શી-ટીમ’: છેડતીખોરો સામે સ્થળ પર જ કડક કાર્યવાહી!

Gujarat Police : ગરબા પંડાલોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે. ભીડભાડવાળા માર્ગો, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં પોલીસ કર્મચારીઓ વોચ રાખશે. આ ઉપરાંત, ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાના વેશમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ‘શી-ટીમ’ (She-Team) સજ્જ રહેશે. જો કોઈ અસામાજિક તત્વો છેડતી કે અસભ્ય વર્તન કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે સ્થળ પર જ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.

🌐 સાયબર સેલની ૨૪ કલાક નજર: વાંધાજનક પોસ્ટીંગ પર તાત્કાલિક FIR

Gujarat Police : ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈપણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે અફવા ફેલાવનારા તત્વો સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.

🛑 ગરબા આયોજકો માટે કડક માર્ગદર્શિકા

Gujarat Police : આયોજકો માટે પોલીસે સ્પષ્ટ નિયમો જાહેર કર્યા છે:

  • પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ
  • સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા
  • ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) અને હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર (HHMD)
  • શંકાસ્પદ સ્થિતિ તપાસવા બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે.

📞 કટોકટીમાં આ નંબર પર કરો સંપર્ક

Gujarat Police : કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કટોકટીના સમયે નાગરિકો તાત્કાલિક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ અથવા સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.

QR Code

Ahmedabad SOG : સ્ટીલની કોઇલમાં છુપાવેલા ₹1.04 કરોડના 696 પોસડોડા-ડ્રગ્સ ઝડપાયા

Ad p

Related posts

સાણંદ : ‘રીક્ષા ગેંગ’નો આતંક ખતમ, વૃદ્ધોને નિશાન બનાવતી મહિલા સહિતની ટોળકી ઝડપાઈ, ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

SAHAJANAND RAJPUT

Gujarat : ₹802 કરોડનું કૌભાંડ ઝડપાયુ, ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક

SAHAJANAND RAJPUT

નમો : PM નરેન્દ્ર મોદી મેજિક : 8,931 દિવસનો અતૂટ સેવા યજ્ઞ, ભારતમાં સૌથી લાંબો સમય શાસન કરનાર ‘સેવા પ્રમુખ’ બન્યા

SAHAJANAND RAJPUT

Leave a Comment