
🚨 Gujarat : ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી પાછળનું મોટું ષડયંત્ર: ચેન્નઈથી બે ડ્રગ્સ માફિયા ઝડપાયા!
ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં જ સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઈ-મેઈલમાં ‘આજે કોર્ટમાં બ્લાસ્ટ થશે’ તેવી સનસનીખેજ ધમકી આપવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પરંતુ, આ ગંભીર ગુનાને અંજામ આપનારા શાતિર દિમાગ કાયદાના સકંજામાંથી છટકી શક્યા નહીં. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માત્ર ૪૮ કલાકની અંદર બંને આરોપીઓને તમિલનાડુના ચેન્નઈ ખાતેથી દબોચી લીધા છે. આ હાઈટેક ઓપરેશન અને તેની પાછળનું આયોજન કોઈ ફિલ્મી સસ્પેન્સ થ્રિલર જેવું છે.
👥 Gujarat : જેલની ભાઈબંધી અને ચેન્નઈ કનેક્શન
Gujarat : ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મહોમદઅસ્ફાક મહોમદઅસલમ અંસારી (ઉંમર ૨૮ વર્ષ, રહે. સુરત) અને તેને મદદ કરનાર રાજેશ ઉર્ફે રાજ મિકેલ મુનિયા (ઉંમર ૩૩ વર્ષ, રહે. અડાજણ, સુરત) સામેલ છે. આ બંને રીઢા ગુનેગારો છે અને અગાઉ સુરતની લાજપોર જેલમાં સાથે બંધ હતા, જ્યાં તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. મુખ્ય આરોપી અસ્ફાક અગાઉ એન.ડી.પી.એસ. (ડ્રગ્સ) ગુનામાં જેલમાં બંધ હતો અને ઓક્ટોબર ૨૦૨૫ થી પેરોલ જમ્પ કરીને આશરે નવથી દસ મહિનાથી પોલીસને થાપ આપી ફરાર હતો. જ્યારે રાજેશ પણ અગાઉ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં ૨૨ મહિના જેલની સજા ભોગવી ચૂક્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ બંને આરોપીઓ ચેન્નઈ ખાતે ગાંજાના સપ્લાયરને શોધવા માટે ગયા હતા.
💻 કોર્ટની મુદત ટાળવા રચી નાખી હાઈટેક સાજિશ
Gujarat : પોલીસ તપાસમાં સામે આવેલો ગુનાનો મોટિવ વધુ ચોંકાવનારો છે. ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મુખ્ય આરોપી મહોમદઅસ્ફાકની સુરત સેશન્સ કોર્ટમાં ટ્રાયલની મુદત હતી. અગાઉ કોર્ટે તેના જામીન રદ કર્યા હોવાથી તે કોર્ટમાં હાજર રહેવા માંગતો નહોતો. પોતાની સામે ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીથી બચવા અને કોર્ટમાં હાજરી ન આપવા માટે આ બંનેએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો પ્લાન બનાવ્યો હતો.
બંને આરોપીઓ ટેકનિકલ બાબતોના સારા જાણકાર હોવાથી, તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે પૂર્વઆયોજિત પ્લાન બનાવ્યો. અસ્ફાકે મુંબઈથી ચેન્નઈ જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન ‘sattavangupta@gmail.com’ નામનું બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવ્યું. ત્યારબાદ ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૫૭ અને ૧૧:૫૯ વાગ્યે હાઈકોર્ટના ઈ-મેઈલ આઈડી પર “Bomb rdx Ahmadabad and Surat court” અને “Bomb rdx Ahmadabad and Surat court aaj bomb blast hoga” લખીને સનસનીખેજ ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા.
🕵️ પોલીસને ચકમો આપવા ધમપછાડા, પણ સાયબર ટીમે પાડી દીધી ગેમ!
Gujarat : આરોપીઓએ પોલીસથી બચવા માટે ખાસ ડિજિટલ મોડસ ઓપરેન્ડી (M.O.) અપનાવી હતી. તેઓ ડમી સિમકાર્ડ, અલગ-અલગ વાઈ-ફાઈ નેટવર્ક અને પ્રોક્સી (Proxy) સર્વરનો ઉપયોગ કરીને વાસ્તવિક IP એડ્રેસ તથા લોકેશન છુપાવવાનો પ્રયાસ કરતા હતા. ચેન્નઈમાં તેઓ દરરોજ પોતાની હોટલ બદલી નાખતા હતા. જોકે, અમદાવાદ સાયબર ક્રાઈમના અધિકારીઓએ અત્યાધુનિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમનું ચોક્કસ લોકેશન મેળવ્યું. ગુજરાત પોલીસની ટીમે ચેન્નઈ પહોંચીને બંને આરોપીઓને દબોચી લીધા હતા અને આ ધમકીભર્યા ડ્રામાનો પર્દાફાશ કર્યો છે.
આ સચોટ કામગીરી દર્શાવે છે કે ગુનેગારો ગમે તેટલા ડિજિટલ મહોરા પહેરે, સાયબર કિંગ બનેલી આપણી પોલીસથી બચવું અશક્ય છે.

Sarkhej Police : સરખેજમાં મોડી રાતે પોલીસનો સપાટો! મુનબીન કાફેમાં હુક્કાબારનો પર્દાફાશ
