ફટાફટ ન્યૂઝખબર

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વાપીમાં ૮ ઈંચથી જળબંબાકાર, રાજ્યના ૨૨૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ

Gujarat : આકાશી આફત? ૧૧ ડેમ હાઈ એલર્ટ પર, NDRF-SDRFની ૩૬ ટીમો મેદાનમાં!💧

Gujarat

Gujarat : ગુજરાતમાં ચોમાસું હવે પૂરબહારમાં ખીલ્યું છે, પરંતુ સાથે સાથે તે અનેક જગ્યાએ ચિંતા પણ લઈને આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના તાજા અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો સ્થિતિ એવી છે કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.

📍 વાપીમાં આકાશી આફત:

Gujarat : Gujarat : ૮ ઈંચ વરસાદ સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં વાપી તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત પારડી અને ઉમરગામમાં ૬-૬ ઈંચ, સુરતના કામરેજમાં ૬ ઈંચ અને ભાવનગરના ઘોઘામાં પણ ૬ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

📈 ડેમની સ્થિતિ: નર્મદા ડેમ ૬૫% ભરાયો

Gujarat : રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યારે ૨.૧૭ લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના આશરે ૬૫ ટકા જેટલો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો પણ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૪૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. વરસાદની તીવ્રતા અને પાણીની આવક જોતા તંત્ર દ્વારા ૧૧ ડેમને હાઈ એલર્ટ, ૪ ડેમને એલર્ટ અને ૭ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

🚨 રેસ્ક્યુ ઓપરેશન અને સાવચેતી

Gujarat : ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં ૧,૫૨૮ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ફસાયેલા ૧૩૪ લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં NDRF અને SDRFની ૩૬ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

🌍 ક્યાં કેટલો વરસાદ? (ઝડપી નજર)

Gujarat : આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર રીઝીયનમાં સૌથી વધુ ૨૬.૭૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૪.૯૮ ટકા વરસાદ પડ્યો છે. જોકે, કચ્છમાં હજુ પણ માત્ર ૧.૯૨ ટકા વરસાદ સાથે મેઘરાજાની ખેંચ વર્તાઈ રહી છે.

હવે નદીઓમાં ગેટ નહીં, ‘રબર’ના ડેમ પાણી રોકશે! જાણો શું છે આ વિદેશી ટેકનોલોજી?

Ad p

Related posts

GU : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જાપાનમાં ભણવાની સુવર્ણ તક, ગુજરાત યુનિવર્સિટી અને જાપાનના સંબંધોમાં નવો અધ્યાય

SAHAJANAND RAJPUT

Egg Therapy : બંગાળમાં નેતાઓ પર ફેંકાતા ઈંડાના ભાવમાં ભડકો, ખાવા કરતા ફેંકવામાં વધુ વપરાશ

SAHAJANAND RAJPUT

Gujarat : ₹2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત, સૌરાષ્ટ્રમાં નકલી બાયોડીઝલના વેપાર પર SMCના દરોડા

SAHAJANAND RAJPUT

Leave a Comment