ક્રાઈમખબરવૈશ્વિક

Hafiz Saeed : હાફિઝ સઈદ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ અને સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ, પહેલગામ નરસંહારમાં NIAની મોટી કાર્યવાહી

Hafiz Saeed : આતંકના આકા હાફિઝ સઈદ વિરુદ્ધ ભારતનું મોટું પગલું

Hafiz Saeed

શ્રીનગર/જમ્મુ: આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. ગયા વર્ષે દક્ષિણ કાશ્મીરના સુંદર પર્યટન સ્થળ પહેલગામમાં જે લોહીની હોળી ખેલાઈ હતી, તેનો હિસાબ કરવા માટે ભારતીય એજન્સીઓએ કમર કસી લીધી છે. જમ્મુની વિશેષ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે લશ્કર-એ-તૈયબાના વડા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

📍 Hafiz Saeed : શું હતો એ કાળો દિવસ? (પહેલગામ હુમલો)

Hafiz Saeed : ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા, જેમાં ૨૫ પર્યટકો અને એક સ્થાનિક નાગરિકનો સમાવેશ થતો હતો. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું ષડયંત્ર પાકિસ્તાનમાં બેસીને ઘડવામાં આવ્યું હતું.

⚖️ NIAની સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

Hafiz Saeed : NIAએ તાજેતરમાં કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હાફિઝ સઈદને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. ૭૬ વર્ષીય હાફિઝ સઈદ પર લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ના વડા તરીકે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો અને સરહદ પારથી કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

🔍 પાકિસ્તાનમાં છુપાયો છે આતંકી સઈદ

Hafiz Saeed : કોર્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, હાફિઝ સઈદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો રહેવાસી છે. તે જાણીજોઈને ધરપકડથી બચી રહ્યો છે. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ માટે સઈદની ધરપકડ અને કસ્ટડીમાં પૂછપરછ અત્યંત જરૂરી છે. આથી જ, ૮ જુલાઈના રોજ કોર્ટે તેની સામે કડક વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.

ભારત અને અમેરિકા બંનેએ પહેલેથી જ હાફિઝ સઈદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરેલો છે. ૨૦૦૮ના મુંબઈ હુમલામાં પણ તેની સંડોવણીના મજબૂત પુરાવા છે. હવે પહેલગામ હુમલાના કેસમાં પણ તેના ગળાડૂબ પુરાવા મળતા, ભારતીય એજન્સીઓ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઘેરવાની તૈયારી કરી રહી છે.

Chandipura Virus : 3 બાળકોના મોત 7 પોઝિટિવ, સરકાર એક્શનમાં, ચાંદીપુરા વાયરસને લઈને વધતી ચિંતા

Ad p

Related posts

બ્લુ ડ્રમ મર્ડર : પિતાના ટુકડા કરી ઘરના ડ્રમમાં છુપાવ્યા

SAHAJANAND RAJPUT

PM મોદી : “સુરત માત્ર શહેર નહીં, ‘સ્પિરિટ’, દક્ષિણ ગુજરાતને ₹18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ

SAHAJANAND RAJPUT

અમદાવાદ : ‘ઘરની બહાર નીકળશો તો જેલ થશે’ : વૃદ્ધાને ડિજિટલ જેલમાં રાખી ગઠિયાઓએ ₹5.3 લાખ પડાવ્યા

SAHAJANAND RAJPUT

Leave a Comment