ક્રાઈમખબર

Gujarat : જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા, રથયાત્રા પહેલા ગુજરાત ATSનું મેગા ઓપરેશન

🚨 Gujarat ATSનું મેગા ઓપરેશન: રથયાત્રા પહેલા જૈશ-એ-મોહમ્મદનું આતંકી ષડયંત્ર ધ્વસ્ત, 8 આતંકી ઝડપાયા

Gujarat

અમદાવાદ: ગુજરાતમાં પવિત્ર રથયાત્રાનો પર્વ નજીક છે ત્યારે રાજ્યની સુરક્ષા એજન્સીઓએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આઠ કથિત ઓપરેટિવ્સની ધરપકડ કરીને રાજ્યમાં આતંકી નેટવર્ક ફેલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે.

🕸️ રાજ્યમાં નેટવર્ક વિસ્તારવાનો હતો પ્લાન

Gujarat : તપાસમાં સામે આવ્યું છે કે આ આઠેય આરોપીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના ઈશારે ગુજરાતમાં સક્રિય સપોર્ટ નેટવર્ક તૈયાર કરી રહ્યા હતા. તેમનો હેતુ નવા સભ્યોની ભરતી કરવાનો, કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો અને ભવિષ્યમાં ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં હુમલા કરવાનું કાવતરું ઘડવાનો હતો.

📍 Gujarat : ક્યાંથી અને કોણ ઝડપાયું?

Gujarat : ATS એ આ ઓપરેશન ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મધ્યપ્રદેશમાં હાથ ધર્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં 3 પાલનપુરના, 3 સિદ્ધપુરના (મદ્રેસા સાથે જોડાયેલા), 1 નવસારીનો અને 1 મધ્યપ્રદેશના દેવાસનો રહેવાસી છે.

ઝડપાયેલા આરોપીઓની યાદી:

  • અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (અબુ ઉબૈદા) – પાલનપુર
  • ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (અબુ હમઝા) – પાલનપુર
  • મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (અબુ આયા) – પાલનપુર
  • ઝકરિયા પાલનપુરી (ઈબ્ન અમ્મર) – સિદ્ધપુર મદ્રેસા
  • મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દૌવા – સિદ્ધપુર મદ્રેસા
  • મોહમ્મદ અમીન શેરા – સિદ્ધપુર મદ્રેસા
  • મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી – નવસારી
  • બિલાલ દુરાની (અબુ દુજાના) – દેવાસ (MP)

⚖️ કડક કાયદા હેઠળ કાર્યવાહી

Gujarat : ATS પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ ગુરુવારે (2 જુલાઈ) જ UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધવામાં આવ્યો છે. એજન્સી હવે આ આતંકી મોડ્યુલના ફંડિંગ સ્ત્રોત અને અન્ય સંપર્કોની તપાસ કરી રહી છે.

Gujarat : ₹802 કરોડનું કૌભાંડ ઝડપાયુ, ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક

Ad p

Related posts

પાકિસ્તાન : પાકિસ્તાનનો શીખો સાથે મોટો વિશ્વાસઘાત: કરતારપુર સાહિબ ગુરુદ્વારા પર હવે મુસ્લિમ સંગઠનનો કબજો

SAHAJANAND RAJPUT

કોકરોચ : સોશિયલ મીડિયાના ‘સુપરસ્ટાર્સ’ જમીન પર ફુસસ, 2 કરોડ ફોલોઅર્સ પણ મેદાનમાં 1000 પણ નહીં

SAHAJANAND RAJPUT

વડોદરા : યુવકની ઓટોમાં રહી ગયેલી ₹60,000ની થેલી, છાણી પોલીસની ઝડપી કામગીરીથી મળી

SAHAJANAND RAJPUT

Leave a Comment