🚨 🚨Gujarat : ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: ગુજરાત પોલીસનો સાયબર માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, ₹802 કરોડનું કૌભાંડ ખુલ્લું પડ્યું! 💻

ગાંધીનગર: ગુજરાતમાં સાયબર ગુનેગારોનો જાળ બિછાવીને બેઠેલા ઠગો સામે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસે દેશવ્યાપી નેટવર્ક ધરાવતા સાયબર ઠગોની ઊંઘ હરામ કરી દીધી છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અંદાજે ₹802 કરોડનું અધધ સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ તાજેતરમાં અમદાવાદ અને સુરતથી ઝડપાયેલા 4 મુખ્ય આરોપીઓએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. આ ચાર શખ્સો ₹161 કરોડથી વધુના સાયબર નેટવર્કનું સંચાલન કરતા હતા.
🏦 ભાવનગર બેંક હેકિંગ અને ₹161 કરોડનું નેટવર્ક
Gujarat : તાજેતરની કાર્યવાહીમાં અમદાવાદ અને સુરતથી 4 વધુ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ ₹161 કરોડથી વધુના સાયબર ક્રાઈમ નેટવર્ક સાથે સંકળાયેલા હતા. આ ઠગોએ માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પણ બેંકોને પણ નિશાન બનાવી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના સર્વર અને ડેટાબેઝમાં ગેરકાયદે પ્રવેશીને, ઈલેક્ટ્રોનિક રેકોર્ડમાં ચેડાં કરી ₹7.34 કરોડનું નકલી બેંક બેલેન્સ ઉભું કરવામાં આવ્યું હતું. આ રકમ બાદમાં વિવિધ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી બેંકને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
🔍 Gujarat : કેવી રીતે ચાલતો હતો ખેલ?
Gujarat : અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા આરોપી વિશાલ સુરેશભાઈ ડોડીયાએ ‘ચામુંડા કોમ્યુનિકેશન’ નામે નકલી પેઢી બનાવી અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓની વિગતો સાયબર સિન્ડિકેટને પૂરી પાડીને દેશભરના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર આ એક પેઢીના ખાતા પર દેશભરમાં 253 સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાયેલી છે.
📱 મોબાઈલમાંથી મળ્યો ગુનાનો ખજાનો
Gujarat : પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓના ફોનમાંથી 197 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. જેમાંથી 60 ખાતા તપાસતા માલુમ પડ્યું કે તે ખાતાઓ દ્વારા દેશભરમાં 132 થી વધુ સાયબર ગુના આચરવામાં આવ્યા છે, જેમાં અંદાજે ₹53.55 કરોડની છેતરપિંડી થઈ છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ નેટવર્કમાં દરેક આરોપીને ચોક્કસ કામ સોંપવામાં આવ્યું હતું:
વિશાલ સુરેશભાઇ ડોડીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ): 🏢

કામ: આ શખ્સ ‘ખાતાધારક’ (Account Holder) તરીકે કામ કરતો હતો. તેણે ‘ચામુંડા કોમ્યુનિકેશન’ નામે એક નકલી પેઢી ઊભી કરી હતી અને તેના નામે અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાની વિગતો તે સાયબર સિન્ડિકેટને પૂરી પાડતો હતો, જેનો ઉપયોગ દેશભરના લોકો સાથે છેતરપિંડી કરવા માટે થતો હતો. તેના એકાઉન્ટ પર જ દેશભરમાં 253 થી વધુ ગુના નોંધાયેલા છે.
સોયબ ગુલાબનબી રાણા (રહે. લિંબાયત, સુરત): 📱

કામ: સોયબનું મુખ્ય કામ ‘ખાતા ઓપરેટ’ કરવાનું હતું. સાયબર ઠગાઈ દ્વારા આવતા નાણાં કયા ખાતામાં ટ્રાન્સફર કરવા અને તેને કેવી રીતે મેનેજ કરવા તેની જવાબદારી આ શખ્સ નિભાવતો હતો.
મોહમ્મદ ખાલીક ગુલામ હુસેન (રહે. લિંબાયત, સુરત): 💳

કામ: આ શખ્સ પણ ‘ખાતાધારક’ તરીકેની ભૂમિકામાં હતો. તે સાયબર ફ્રોડ માટે જરૂરી ‘મ્યુલ એકાઉન્ટ્સ’ પૂરા પાડવામાં સંડોવાયેલો હતો, જેના દ્વારા ગેરકાયદેસર નાણાંની લેતી-દેતી થતી હતી.
અફઝલ પીર મોહમદ મન્સૂરી (રહે. ગોમતીપુર, અમદાવાદ): 💸

કામ: અફઝલનું કામ સૌથી મહત્વનું હતું. તે ખાતા ઓપરેટ કરવાની સાથે નાણાં સગેવગે કરવામાં માહેર હતો. ફ્રોડના પૈસા બેંકમાંથી ઉપાડીને તેને અસલી ગુનેગારો સુધી પહોંચાડવા અથવા તેને રોટેટ કરવાનું કામ આ શખ્સ કરતો હતો.
🏦 બેંકના સર્વર હેક કરી ₹7.34 કરોડનું ‘નકલી’ બેલેન્સ ઉભું કર્યું
Gujarat : આ ટોળકીએ માત્ર સામાન્ય લોકો જ નહીં, પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકને પણ નિશાન બનાવી હતી. તેઓએ બેંકની કોર બેન્કિંગ સિસ્ટમમાં ગેરકાયદે પ્રવેશીને ₹7.34 કરોડનું નકલી બેંક બેલેન્સ ઉભું કર્યું હતું અને તે રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી બેંકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસની તપાસમાં આ આરોપીઓ પાસેથી 197 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી છે, જેમાંથી 60 ખાતાઓમાં જ ₹53.55 કરોડના ફ્રોડ થયા હોવાનું ખૂલ્યું છે.
🚔 ગુજરાત પોલીસની ટીમે રાત-દિવસ એક કર્યા
Gujarat : ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે અત્યાધુનિક ટેકનોલોજી અને NCCRP પોર્ટલના ડેટાની મદદથી આ મસમોટા નેટવર્કને ભેદવામાં સફળતા મેળવી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Gujarat : હવે ઇન્ટરનેટની દુનિયામાં પણ બહેન-દીકરીઓ રહેશે સુરક્ષિત, ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’,
