💻Gujarat : ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ: ૨૮ દિવસમાં ૨૫ લાખ લોકોને જાગૃત કરવાનો ગુજરાત પોલીસનો મેગા પ્લાન

ગાંધીનગર: આજના યુગમાં ગુનેગારો હવે ગલીઓમાં નહીં પણ ઇન્ટરનેટના માધ્યમથી તમારા મોબાઈલ અને કોમ્પ્યુટર સુધી પહોંચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાયબર ક્રાઈમનો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. આ પરિસ્થિતિને ડામવા અને ગુજરાતને ડિજિટલ સુરક્ષાનું મોડેલ બનાવવા માટે ગુજરાત પોલીસે ૧ જુલાઈથી ૨૮ જુલાઈ, ૨૦૨૬ સુધી ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ નામનું ૨૮ દિવસીય રાજ્યવ્યાપી અભિયાન છેડ્યું છે.
🚨 Gujarat : શું છે આ ઓપરેશનનો મુખ્ય હેતુ?
Gujarat : સીઆઈડી (ક્રાઈમ અને રેલવે)ના ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને ઓનલાઇન શોષણ, સાયબરસ્ટોકિંગ, નાણાકીય છેતરપિંડી અને આઇડેન્ટિટી થેફ્ટ જેવા ગુનાઓથી બચાવવાનો છે. આ માત્ર એક જાગૃતિ અભિયાન નથી, પરંતુ ઇન્ટેલિજન્સ-આધારિત એક એવી પહેલ છે જેમાં પોલીસ સીધી જ પીડિતો સુધી પહોંચશે.
📊 ૨૮ દિવસના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો: ગુજરાત પોલીસે આ અભિયાન હેઠળ આંકડાકીય રીતે પણ મોટા લક્ષ્યાંકો નક્કી કર્યા છે:
- ૨૫ લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અંગે શિક્ષિત કરવામાં આવશે.
- ૨૦ લાખ વિદ્યાર્થીઓ ‘સાયબર સેફ્ટી પ્લેજ’ (શપથ) લેશે.
- ૧૦,૦૦૦ શાળાઓ અને ૧,૫૦૦ કોલેજોમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
- ૧ લાખ કિશોરીઓને ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટના પાઠ ભણાવવામાં આવશે.
- ૫,૦૦૦ વાલીઓ માટે સ્પેશિયલ ‘પેરેન્ટલ અવેરનેસ સેશન્સ’ યોજાશે જેથી તેઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિ પર નજર રાખી શકે.
⚡ ૨૪ કલાકમાં એક્શન અને ‘શી ટીમ’ની ભૂમિકા
Gujarat : આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે મહિલાઓ અને બાળકોને સંલગ્ન સાયબર ફરિયાદ પર ૨૪ કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. ગ્રાઉન્ડ લેવલ પર આ કામગીરીનું નેતૃત્વ સ્થાનિક ‘શી ટીમ’ (SHE Teams) અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવશે.
🤝 જનભાગીદારીથી સુરક્ષિત ગુજરાત
Gujarat : આ અભિયાનમાં માત્ર પોલીસ જ નહીં, પણ બેંકો, ટેલિકોમ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓને પણ સાથે જોડવામાં આવ્યા છે. CID ક્રાઈમ (મહિલા સેલ)ના એડિશનલ ડીજીપી શ્રી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ પોલીસનો તાત્કાલિક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરી જનતાનો વિશ્વાસ વધારવાનો છે.
અંતે, પોલીસનું સૂત્ર છે: “જાગૃતિ દ્વારા સુરક્ષા, ટેક્નોલોજી દ્વારા તપાસ, કાયદા દ્વારા કાર્યવાહી અને જનસહયોગથી સુરક્ષિત ગુજરાત.”
Gujarat : ૨ વર્ષ, ૩૭,૦૦૦ ક્રાઈમ સીન: ગુજરાત પોલીસની આ હરતી-ફરતી મોબાઈલ ફોરેન્સિક વેનનો કમાલ
