📜💔ઉત્તરાખંડ : હિન્દુ સંગઠનો રસ્તા પર: દેહરાદૂન હત્યાકાંડ બાદ ઇન્ટરનેટ બંધ, આરોપીઓના ઘરોમાં આગચંપી!

દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના સહસપુર વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ભાજપ ઓબીસી મોરચાના મીડિયા પ્રભારી વિનોદ કશ્યપની જૂની અદાવતમાં નિર્મમ હત્યા કરવામાં આવતા દેવભૂમિમાં સાંપ્રદાયિક તણાવ વ્યાપી ગયો છે. આ હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ આરોપીઓના ઘરે આગ લગાવી દીધી હતી, જેના જવાબમાં વહીવટીતંત્રે પણ કડક હાથે કામ લઈને આરોપીઓના મકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે.
🔨 ઉત્તરાખંડ : હથોડાના ત્રણ ઘા અને કરપીણ હત્યા!
ઉત્તરાખંડ : ઘટનાની વિગત મુજબ, શનિવારે મોડી રાત્રે વિનોદ કશ્યપ અને તેમના ભાઈઓ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ પ્રધાન અશફાકના ભત્રીજા ઇમ્તિયાઝ અને તેના સાથીઓ (અમન, યુનુસ, અનીસ અને રજ્જાક) સાથે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધ્યો કે હથિયારો સાથે આવેલા આ શખ્સોએ હુમલો કરી દીધો. રજ્જાકે વિનોદના માથામાં હથોડાના ત્રણ ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વિનોદના બે ભાઈઓ પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
📜 RTI ની માહિતી માગવી પડી ભારે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનોદ કશ્યપે પૂર્વ પ્રધાન અશફાકના કાર્યકાળ દરમિયાન થયેલા કામો અને ગ્રામ સમાજની જમીન બાબતે RTI (માહિતી અધિકાર) હેઠળ વિગતો માંગી હતી અને ફરિયાદો પણ કરી હતી. આ બાબતની અદાવત રાખીને આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
🚩 હિન્દુ સંગઠનોનો આક્રોશ અને ‘બુલડોઝર ન્યાય’
રવિવારની સવાર પડતા જ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ આરોપીઓના ઘરોમાં આગ લગાવી દીધી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે મસ્જિદ પરથી પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવી હોવાના પણ અહેવાલ છે. વધતા તણાવને જોતા સરકારે તાત્કાલિક ધોરણે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે.
પોલીસ અને વહીવટીતંત્રએ સ્થિતિને કાબૂમાં લેવા માટે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને મકાનો તોડી પાડ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સ્થિતિ તણાવપૂર્ણ પણ નિયંત્રણમાં છે.
અકસ્માત બાદ ‘ગોલ્ડન અવર’માં જીવ બચાવવા સરકારનો મોટો નિર્ણય: મળશે કેશલેસ સારવાર
