Image default
વૈશ્વિકખબર

ટ્રમ્પનું ‘૪૮ કલાક’નું અલ્ટીમેટમ: ઈરાને આપ્યો સણસણતો જવાબ, શું દુનિયા ફરી યુદ્ધના આરે?

🌍ઈરાનના પાયાના માળખા પર ખતરો? ટ્રમ્પની ૪૮ કલાકની મુદ્દત પૂરી થતા જ શું થશે મોટો ધડાકો?

🚀સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે આરપારની લડાઈ: અમેરિકાના અલ્ટીમેટમે ખાડી દેશોમાં મચાવ્યો ફફડાટ ⚓

Khadi yuddh 2

વોશિંગ્ટન/તેહરાન: દુનિયા અત્યારે શ્વાસ અધ્ધર કરીને બેઠી છે! અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ખુલ્લેઆમ ૪૮ કલાકની સમયમર્યાદા આપી દીધી છે. જો આ સમયમાં કોઈ શાંતિ સમજૂતી નહીં થાય, તો ટ્રમ્પે ઈરાનના પાયાના માળખાને નેસ્તનાબૂદ કરવાની ચીમકી આપી છે.

🔥 ટ્રમ્પ : “સમય પૂરો થઈ રહ્યો છે…” – ટ્રમ્પની ખતરનાક ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે લખ્યું કે, “યાદ રાખજો, મેં ઈરાનને સમજૂતી કરવા અથવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો. હવે સમય પૂરો થઈ રહ્યો છે. ફક્ત ૪૮ કલાક બાકી છે, તે પછી તેમના પર નર્ક તૂટી પડશે (all hell will rain down on them)”.

ટ્રમ્પ

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે પહેલા ૬ એપ્રિલ ૨૦૨૬ સુધી હુમલા રોકવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેઓ આરપારની લડાઈના મૂડમાં દેખાય છે.

ઈરાનનો સણસણતો જવાબ: “આ તો લાચારી અને પાગલપણું છે!”

અમેરિકાની આ ધમકીને ઈરાને સાવ ફગાવી દીધી છે. ઈરાનના મિલિટરી કમાન્ડના જનરલ અલી અબ્દુલ્લાહી અલીઆબાદીએ ટ્રમ્પના આ અલ્ટીમેટમને “લાચાર, ગભરાયેલું, અસંતુલિત અને મૂર્ખામીભર્યું પગલું” ગણાવ્યું છે. ઈરાનનું કહેવું છે કે તેઓ અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં.

ટ્રમ્પ

શા માટે આટલો તણાવ? શું છે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો વિવાદ?

આ આખી લડાઈના કેન્દ્રમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ નામનો દરિયાઈ માર્ગ છે. આ માર્ગ દુનિયાના તેલના વેપાર માટે ખૂબ જ મહત્વનો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન આ માર્ગ ખુલ્લો રાખે, જ્યારે ઈરાન ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે.

ટ્રમ્પ

🚀 કુવૈતમાં હુમલાએ બળતામાં ઘી હોમ્યું!

ટ્રમ્પ : આ દરમિયાન એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે ઈરાની ડ્રોન હુમલાને કારણે કુવૈતના શુવૈખ (Shuwaikh) ઓઈલ સેક્ટર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને કારણે ખાડી દેશોમાં પણ ગભરાટનો માહોલ છે અને અમેરિકા વધુ આક્રમક બન્યું છે.

ટ્રમ્પ

🚩 આગળ શું થશે?

હવે આખી દુનિયાની નજર ૬ એપ્રિલ એટલે કે સોમવાર પર છે. શું ઈરાન નમતું જોખશે કે પછી ટ્રમ્પ ખરેખર સૈન્ય કાર્યવાહી કરશે? અત્યારે તો એવું લાગે છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ચૂંટણી : ટિકિટ વિતરણનો ‘મહા-મેળો’ – સેવા, સેટિંગ અને ચમચાગીરીનો ત્રિવેણી સંગમ

Related posts

ટી20 વર્લ્ડ કપ 2026 : શું ભારતે ફરી મેળવી લીધું છે પોતાનું જૂનું ફોર્મ?

SAHAJANAND RAJPUT

હનુમાન જયંતિ : PM Modi ની હનુમાન આરાધના: સંસ્કૃત સુભાષિત શેર કરી પ્રધાનમંત્રીએ મહાબલીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

SAHAJANAND RAJPUT

ક્રાઈમ બ્રાન્ચ : હત્યાના ગુનાથી લઈને દારૂની હેરાફેરી સુધી… 20 કેસના માસ્ટરમાઇન્ડનો ખેલ ખતમ

SAHAJANAND RAJPUT

Leave a Comment