સરખેજ હત્યા : અમદાવાદમાં અંગત અદવતમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ: સરખેજ હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસ

જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, મુખ્ય સાજિશકર્તા સહિત બે આરોપીઓ જેલના સળિયા પાછળ
અંગત અદાવતમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે વીજળીક ગતિએ ઉકેલ્યો ભેદ
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ૧૭ માર્ચ ૨૦૨૬ની રાત્રે બનેલી સનસનીખેજ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુના ક્રમાંક FIR નં. 11191048260191/2026 હેઠળ ફરિયાદ નોંધાતા જ પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો.
સરખેજ હત્યા : પોલીસનું વીજળીક ઓપરેશન
સરખેજ હત્યા : ઘટનાની ગંભીરતાને જોઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસની ટીમોએ તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ઈન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સચોટ ફિલ્ડ ઓપરેશન દ્વારા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સાજિશકર્તા ભરતભાઈ ભુરાભાઈ ઠાકોર (૪૨ વર્ષ) અને સહ-આરોપી હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર (૨૫ વર્ષ) ને દબોચી લીધા હતા.
ઘટનસ્થળ, પોલીસ અને પબ્લિક
સરખેજ હત્યા : ચોંકાવનારો ખુલાસો: જૂની અદાવત બની જીવલેણ
સરખેજ હત્યા : પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે.

આધારભૂત સુત્રો અને પોલીસ સૂત્રો મુજબ, આ હત્યા કોઈ લૂંટ કે આકસ્મિક ઝઘડો નહોતો, પરંતુ વ્યક્તિગત સંબંધો અને લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવતનું પરિણામ હતું. મનમાં ધરબાયેલી આ દુશ્મનાવટે અંતે હિંસક વળાંક લીધો અને એક માનવ જિંદગીનો અંત આવ્યો.

ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસની આ વીજળીક ગતિએ કરાયેલી તપાસ અને 2 આરોપીઓની સફળ ધરપકડ તેમની અદભૂત કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

જે રીતે પોલીસે ટેકનિકલ અને ઈન્ટેલિજન્સ પાસાઓનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા, તે પોલીસની ત્વરિત પ્રતિસાદ આપવાની ક્ષમતા અને ગુનાખોરી પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. પોલીસ આ ઘટના અંગે વધુ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે અને ઘટનામં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
સરખેજ પોલીસ : ઉંચા ભાડાની લાલચ આપી ચીટિંગ : 30થી વધુ વાહનોની છેતરપીંડીનો ભાંડો ફુટ્યો
