Blogવૈશ્વિક

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : જુમાની નમાઝ દરમિયાન શિયા મસ્જિદ પર ભયાનક આત્મઘાતી હુમલો, 31 ના મોત 170 ઘાયલ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : આતંકવાદનું પિયર પાકિસ્તાન ફરીથી લોહીલુહાણ, ભારત પર દોષારોપણ કરવાનું પાક.નું જૂનું નાટક ખુલ્લું પડ્યું.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : કહેવાય છે ને કે ‘જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે.’ પાકિસ્તાન જેણે દાયકાઓથી ભારત વિરુદ્ધ આતંકવાદને ખાતર-પાણી પૂરું પાડ્યું છે, તે આજે ફરી એકવાર પોતાના જ પાળેલા આતંકવાદીઓના હાથે લોહીલુહાણ થયું છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના ગ્રામીણ વિસ્તારમાં આવેલી એક શિયા મસ્જિદમાં થયેલા ભયાનક આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 31 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 169 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : શું પાકિસ્તાન હવે તેના જ પાળેલા સાપોનો શિકાર બની રહ્યું છે?

ઇસ્લામાબાદ વિસ્ફોટ : શુક્રવારની નમાઝના સમયે જ્યારે લોકો ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ‘ઇમામબારગાહ કસ્ર-એ-ખદીજાતુલ કુબ્રા’ મસ્જિદમાં એકઠા થયા હતા, ત્યારે એક આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટકોથી ઉડાવી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર મસ્જિદના મુખ્ય દરવાજે પહોંચ્યો અને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારબાદ, તે અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ તેને અટકાવવામાં આવ્યો અને તેણે પોતાની પાસે રહેલા 4 થી 6 કિલો વિસ્ફોટકોમાં બ્લાસ્ટ કરી દીધો.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : હુમલાની જવાબદારી કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) એ સ્વીકારી

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : આ હુમલાની જવાબદારી કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) એ સ્વીકારી છે. ISIS એ તેના ટેલિગ્રામ ચેનલ પર હુમલાખોરનો ફોટો પણ જારી કર્યો છે, જેની ઓળખ સૈફુલ્લાહ અંસારી તરીકે કરવામાં આવી છે. આ ઘટના સાબિત કરે છે કે પાકિસ્તાનમાં કટ્ટરવાદ એટલી હદે વકરી ગયો છે કે હવે ત્યાંની મસ્જિદો પણ સુરક્ષિત નથી.

ઇસ્લામાબાદ વિસ્ફોટ : પાકિસ્તાની મંત્રીઓનું હલકુ રાજકારણ: પુરાવા વગર ભારત પર આક્ષેપ

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : પાકિસ્તાનમાં જ્યારે પણ કોઈ મોટી આતંકવાદી ઘટના ઘટે છે, ત્યારે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તરત જ ભારત તરફ આંગળી ચીંધવા લાગે છે. આ વખતે પણ આવું જ જોવા મળ્યું. પાકિસ્તાનના આંતરિક રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે અને ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે કરોડો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ કોઈ પણ પુરાવા વગર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના કથિત ગઠબંધન પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.

ઇસ્લામાબાદ વિસ્ફોટ

પાકિસ્તાની નેતાઓના આવા નિવેદનો હાસ્યાસ્પદ છે, કારણ કે હુમલાની જવાબદારી તો ISIS એ લીધી છે, જે એક સુન્ની ઉગ્રવાદી સંગઠન છે અને શિયા મુસ્લિમોને નિશાન બનાવે છે. તેમ છતાં, પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષામાં રહેલી ખામીઓને સુધારવાને બદલે ‘ભારત કાર્ડ’ રમીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : ભારતે રોકડુ પરખાવ્યુ : “પાકિસ્તાન ભ્રમમાં જીવવાનું બંધ કરે”

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : ભારતના વિદેશ મંત્રાલયે (MEA) પાકિસ્તાનના આ પાયાવિહોણા આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ પાકિસ્તાનને અરીસો પણ બતાવ્યો છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “પાકિસ્તાને તેના સામાજિક માળખાને નષ્ટ કરી રહેલી સમસ્યાઓનો ગંભીરતાથી સામનો કરવાને બદલે, પોતાના ઘરના પેદાકરેલા રોગો માટે બીજા પર દોષ મઢીને પોતાને છેતરવાનું પસંદ કર્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે”. ભારતે પાકિસ્તાનના આરોપોને ‘પાયાવિહોણા’ અને ‘અર્થહીન’ ગણાવીને ફગાવી દીધા છે. ભારતનું આ સ્ટેન્ડ સ્પષ્ટ કરે છે કે દુનિયા હવે પાકિસ્તાનના આ ‘વિક્ટિમ કાર્ડ’ થી વાકેફ થઈ ગઈ છે.

આતંકવાદીની ઓળખ : બધું જ ‘પાકિસ્તાન મેડ’ છે

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલાખોર પાકિસ્તાનના પેશાવરનો રહેવાસી હતો. એટલું જ નહીં, તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અનેકવાર અવરજવર કરી ચૂક્યો હતો અને અફઘાનિસ્તાનમાં તાલીમ પામ્યો હોવાની આશંકા છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરના પરિવારના સભ્યોની પણ ધરપકડ કરી છે.

આ બધી વિગતો ચીસો પાડીને કહી રહી છે કે આતંકવાદ પાકિસ્તાનની અંદર જ ઉછરીને વિકાસ પામી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન કહે છે કે આતંકવાદીઓ ડોલર માટે કામ કરે છે, ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે આ તે જ કટ્ટરવાદી વિચારધારા છે જેને પાકિસ્તાને વર્ષો સુધી પ્રોત્સાહન આપ્યું છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : બહાદુરીની ગાથાઓ: આતંક સામે સામાન્ય માણસની લડાઈ

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : આ ભયાનક ઘટનામાં કેટલાક એવા લોકો પણ હતા જેમણે પોતાની બહાદુરીથી મોટી જાનહાનિ અટકાવી હતી. 22 વર્ષીય યુવાન આઉન અબ્બાસે જ્યારે જોયું કે હુમલાખોર અંદર ઘૂસી રહ્યો છે, ત્યારે તેણે પોતાની નમાઝ અધવચ્ચે છોડી દીધી અને આત્મઘાતી હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો. આ ઝપાઝપી દરમિયાન હુમલાખોરે વિસ્ફોટ કરી દીધો, જેમાં આઉન પણ મૃત્યુ પામ્યો. જો આઉન અને સુરક્ષા ગાર્ડ્સે આતંકવાદીને દરવાજે ન રોક્યો હોત, તો મસ્જિદની અંદર નમાઝ પઢી રહેલા સેંકડો લોકોના મોત થઈ શક્યા હોત.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : પાકિસ્તાની ઉચ્ચ અધિકારીનો પરિવાર ભોગ બન્યો

ઇસ્લામાબાદ વિસ્ફોટ : આ હુમલામાં ઇસ્લામાબાદના આઇજીપી સૈયદ અલી નાસિર રિઝવીના પિતરાઈ ભાઈ સૈયદ હસન અલીનું પણ મોત થયું છે. હસન અલીએ પોતાના પિતાને બચાવવા માટે આતંકવાદીની ગોળીઓ ઝીલી લીધી હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદ કોઈને છોડતો નથી, પછી તે સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ અધિકારીનો પરિવાર.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : પાકિસ્તાન માટે ચેતવણીરૂપ કિસ્સો

ઇસ્લામાબાદ વિસ્ફોટ

ઇસ્લામાબાદમાં થયેલો આ હુમલો એ વાતની યાદ અપાવે છે કે આતંકવાદમાં મોટાભાગે એક જ મજહબના લોકો શામેલ હોય છે, અને જે દેશ આતંકવાદને પાળે છે, તે જ આતંકવાદ એક દિવસ તેને ભરખી જાય છે. ભારત હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાને પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકવાદી કેમ્પ અને કટ્ટરવાદને ખતમ કરવો જોઈએ. જોકે વર્ષોથી “કુતરાની પૂંછડી વાંકી ને વાંકી” અનુસાર પાકિસ્તાન પોતાની બરબાદી ના ભોગે પણ આતંકવાદ ફેલાવી દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વની શાંતિ હણતુ રહ્યુ છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટટ : પાકિસ્તાનનો કપરો સમય

ઇસ્લામાબાદ વિસ્ફોટ

🛑 ઈસ્લામાબાદ બ્લાસ્ટટ : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પણ સુરક્ષિત નથી

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : ઇસ્લામાબાદ માત્ર એક શહેર નથી, પરંતુ પાકિસ્તાનની રાજધાની છે. અહીં વડાપ્રધાનનું નિવાસ, સંસદભવન, વિદેશી દૂતાવાસો, ટોપ સરકારના કાર્યાલયો અને લશ્કરી મુખ્ય કચેરીઓ આવેલા છે. વર્ષોથી સરકાર અને લશ્કર દ્વારા ઇસ્લામાબાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર ગણાવવામાં આવતું રહ્યું છે. અહીં સામાન્ય નાગરિક કરતા સુરક્ષા દળોની હાજરી વધુ જોવા મળે છે.

ત્યાં છતાં જુમેની નમાઝ દરમિયાન શિયા મસ્જિદ પર આતંકી હુમલો થવો એ સુરક્ષા વ્યવસ્થાની મોટી નિષ્ફળતા તરફ ઈશારો કરે છે. પ્રશ્ન એ છે કે જ્યારે રાજધાનીમાં, જ્યાં દિવસ-રાત પોલીસ, લશ્કર અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય હોવા છતાં આવો હુમલો રોકી શકાતો નથી, ત્યારે દેશના અન્ય શહેરોની સુરક્ષા કેટલી મજબૂત હશે?

ઈસ્લામાબાદ બ્લાસ્ટ :આ ઘટનાએ પાકિસ્તાનની સરકાર અને લશ્કર બંને પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. આતંકી હુમલાઓ રોકવા માટે મજબૂત દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ધાર્મિક સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે વાત જાણીતાં હોવા છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નહીં.

સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ખુલ્લેઆમ કહે છે કે, “જો સરકાર અને લશ્કર રાજધાનીમાં જ લોકોને સુરક્ષા આપી શકતા નથી, તો સામાન્ય નાગરિક ક્યાં સુરક્ષિત રહે?” આ હુમલાએ સરકારના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેના ફર્કને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

ઈસ્લામાબાદ બ્લાસ્ટ

ઈસ્લામાબાદ બ્લાસ્ટ : પાકિસ્તાનની હાલત અત્યારે એવી છે કે એક બાજુ આર્થિક કંગાળિયત છે અને બીજી બાજુ આંતરિક સુરક્ષાના ધજાગરા ઉડી રહ્યા છે. જો પાકિસ્તાન હજુ પણ ભારત પર ખોટા આરોપો લગાવવાનું ચાલુ રાખશે, તો તે માત્ર પોતાની જાતને જ છેતરશે. સમય આવી ગયો છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણમાં આવીને આતંકવાદ વિરુદ્ધ નક્કર પગલાં ભરે, નહીંતર તેની રાજધાની પણ સુરક્ષિત રહેશે નહીં.

ઇસ્લામાબાદ વિસ્ફોટ

જ્યારે સુપ્રીમ કોર્ટ અને મજબૂત નેતૃત્વ સાથે મળીને ‘નેશન ફર્સ્ટ’ મોડ ઓન કરે

આ પણ જુઓ

Related posts

અંડર19 વર્લ્ડકપ 2026 માં ભારતનો ‘વર્લ્ડ રેકોર્ડ’ વિજય: વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સદી અને ભારતનું છઠ્ઠું શિખર

SAHAJANAND RAJPUT

Leave a Comment