રાજકારણખબર

સરખેજમાં પંજો હવે માત્ર ‘ટાટા-બાય બાય’ કરવા માટે : કોંગ્રેસની વિકેટો પડી, ઉમેદવારો પેવેલિયન ભેગા

સરખેજમાં કોંગ્રેસનો ‘સેલ્ફ-ગોલ’: રમત શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓ પેવેલિયન ભેગા! 🏃‍♂️🏟️

સામ, દામ, દંડ કે ભેદ? વારીસ અલીની એક્ઝિટથી કોંગ્રેસમાં ‘સન્નાટો’ અને સવાલોનો મારો! 🤫💸

કોંગ્રેસનો ‘રિટાયરમેન્ટ પ્લાન’: ચૂંટણી લડવાને બદલે ફોર્મ પાછા ખેંચવાની રેસ જામી! 📝🚩

va sai

અમદાવાદ: વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, પણ સરખેજ બોર્ડમાં તો કોંગ્રેસ માટે જાણે ‘રમત શરૂ થાય એ પહેલા જ પૂરી’ થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

સરખેજ

શહેરમાં પોતાનું અસ્તિત્વ બચાવવા ફાંફા મારી રહેલી કોંગ્રેસની હાલત અત્યારે એવી થઈ છે કે, લોકો તો ઠીક, ખુદ એમના ઉમેદવારો જ પક્ષનો સાથ છોડી રહ્યા છે.

સરખેજ : ખેલાડીઓ મેદાનમાં ઉતરવાને બદલે પેવેલિયન ભેગા થયા! 📉

સરખેજમાં કોંગ્રેસના ચાર ઉમેદવારોમાંથી એક, ભરતભાઈ ભરવાડે તો પહેલેથી જ ‘સીફતપૂર્વક’ ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. કોંગ્રેસ હજુ આ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં જ, પીઢ નેતા વારીસ અલી સૈયદે પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈને કાર્યકરોમાં સન્નાટો ફેલાવી દીધો છે. આ તો પેલા જેવું થયું કે, યુદ્ધના મેદાનમાં સેનાપતિ જ તલવાર મૂકીને ઘરે જતો રહે!

સરખેજ

શું આ ‘સામ-દામ-દંડ-ભેદ’ની માયાજાળ છે? 🧐

સરખેજ : વારીસ અલી જેવા પીઢ કોંગ્રેસી નેતાએ અચાનક કેમ પીછેહઠ કરી, તે અત્યારે સરખેજના કાર્યકરોમાં ચર્ચાનો ગરમાગરમ વિષય બન્યો છે. કાર્યકરો ગણગણાટ કરી રહ્યા છે કે આખરે એવું તે શું થયું કે વારીસ અલીએ મેદાન છોડવું પડ્યું? શું તેઓ સામ, દામ, દંડ અને ભેદના કોઈ ખેલનો ભોગ બન્યા છે કે પછી પક્ષની ડૂબતી નૈયા જોઈને કિનારે ઉતરી જવાનું મુનાસિબ સમજ્યું?.

સરખેજ

કોંગ્રેસ માટે ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ 🤕

અમદાવાદમાં કોંગ્રેસ અત્યારે પોતાની રાજકીય શાખ બચાવવા વલખા મારી રહી છે, ત્યાં આવી ઘટનાઓ ‘પડતા પર પાટું’ સમાન સાબિત થઈ રહી છે. એક બાજુ ભાજપ ફૂલ ગુલાબી મૂડમાં પ્રચાર કરી રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસે હવે ‘ઉમેદવારો બચાવો અભિયાન’ શરૂ કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે.

સરખેજ

જો સરખેજમાં આમને આમ ‘વિકેટો’ પડતી રહેશે, તો ચૂંટણીના દિવસે કોંગ્રેસના પોલિંગ બૂથ પર બેસવા માટે કોઈ બચશે કે કેમ, એ મોટો સવાલ છે! હાલ તો “સરખેજમાં કોંગ્રેસના **’પંજા’**ની હાલત અત્યારે એવી છે કે, જનતાને આશીર્વાદ આપવાને બદલે તે હવે પોતાના જ ઉમેદવારોને પક્ષમાં રોકી રાખવા માટે તરફડિયાં મારી રહ્યો છે, પણ અફસોસ કે ઉમેદવારો જ પંજાને ‘ટાટા-બાય બાય’ કહીને પેવેલિયન ભેગા થઈ રહ્યા છે”.

સરખેજમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ ભરવાડે ‘પંજો’ છોડી ‘કમળ’ પકડ્યું

Related posts

ખાડી યુદ્ધ : ઈરાન-પાકિસ્તાન સંબંધોમાં ભડકો! જહાજો બ્લોક અને ટ્રમ્પની ગર્જના: શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ?

SAHAJANAND RAJPUT

હોર્મુઝ સમુદ્રી માર્ગ પર વસૂલવાનું શરૂ કર્યું ‘ટોલ’, ઈરાનની નવી દાદાગીરી અને અમેરિકાની ચેતવણી

SAHAJANAND RAJPUT

જ્યારે સુપ્રીમ કોર્ટ અને મજબૂત નેતૃત્વ સાથે મળીને ‘નેશન ફર્સ્ટ’ મોડ ઓન કરે

SAHAJANAND RAJPUT

Leave a Comment