ખબરક્રાઈમ

બ્લુ ડ્રમ મર્ડર : પિતાના ટુકડા કરી ઘરના ડ્રમમાં છુપાવ્યા

લખનઉમાં ખૌફનાક બ્લુ ડ્રમ મર્ડર : NEET પરીક્ષાનું દબાણ પુત્ર માટે બન્યું પાગલપન, પિતાના ટુકડા કરી ઘરના જ ડ્રમમાં છુપાવ્યા

Slide8 3

બ્લુ ડ્રમ મર્ડર : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પોશ ગણાતા આશિયાના વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય. એક 21 વર્ષના પુત્રએ તેના જ પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, લાશના ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકના બ્લુ ડ્રમમાં ભરી દીધા. આ સમગ્ર ઘટના પાછળ જે કારણો સામે આવ્યા છે તે સમાજવ્યવસ્થા અને પારીવારિક સંબંધો માટે લાલબત્તી સમાન છે.

બ્લુ ડ્રમ મર્ડર : ભણતરનું દબાણ કે જીવલેણ જીદ?

બ્લુ ડ્રમ મર્ડર : પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 21 વર્ષીય આરોપી અક્ષત સિંહ તેના પિતા મનવેન્દ્ર સિંહ (49) ની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો છે. મનવેન્દ્ર સિંહ પેથોલોજી લેબ અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર NEET ની પરીક્ષા પાસ કરીને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવે, પરંતુ પુત્રને તેમાં કોઈ રસ નહોતો. અક્ષત અગાઉ બે વાર NEET માં નિષ્ફળ ગયો હતો અને હાલમાં તે B.Com નો અભ્યાસ કરી રહ્યો હતો. આ ભણતરના દબાણને કારણે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

Slide4 2

બહેનની નજર સામે જ પિતા પર ચલાવી ગોળી

બ્લુ ડ્રમ મર્ડર : આ ભયાનક ઘટના 20 ફેબ્રુઆરીની વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે બની હતી. એક ઉગ્ર દલીલ બાદ, અક્ષતે તેના પિતાની જ લાયસન્સ વાળી રાઈફલ કાઢી અને તેમના પર ગોળી ચલાવી દીધી, જેનાથી તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર હત્યાકાંડ તેની ધોરણ 11 માં ભણતી નાની બહેનની નજર સામે થયો હતો. અક્ષતે તેની બહેનને પણ ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે.

Slide7 3

મેરઠના કેસમાંથી મળ્યો ક્રૂર આઈડિયા

બ્લુ ડ્રમ મર્ડર : હત્યા કર્યા બાદ અક્ષતે પિતાની લાશને ત્રીજા માળેથી ખેંચીને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવ્યો. ત્યાં તેણે લાશના ટુકડા કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષત માર્ચ 2025 માં મેરઠમાં થયેલા ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસથી પ્રેરિત હતો, જે વિશે તેણે સોશિયલ મીડિયા પર વાંચ્યું હતું. તેણે લાશના કેટલાક ભાગોને કારમાં લઈ જઈને દૂરના વિસ્તારમાં ફેંકી દીધા હતા, જ્યારે ધડ અને માથાના ભાગને ઘરના એક રૂમમાં રાખેલા બ્લુ ડ્રમમાં ભરી દીધા હતા.

Slide6 3

પિતાની હત્યા કરી પોતે જ પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી

બ્લુ ડ્રમ મર્ડર : ગુનાને છુપાવવા માટે અક્ષતે પોતે જ પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને એવી વાર્તા ઘડી હતી કે પિતા દિલ્હી ગયા છે. જોકે, પિતાના ત્રણેય ફોન સ્વીચ ઓફ હોવાથી શંકા ગઈ હતી. સોમવારે જ્યારે તે બાકીના ટુકડાનો નિકાલ કરવાની પેરવીમાં હતો, ત્યારે પોલીસ પેટ્રોલિંગ ટીમને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરવામાં આવી હતી. કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

Slide9 2

બ્લુ ડ્રમ મર્ડર : ચોરીની શંકાએ પણ વધાર્યો હતો તણાવ

બ્લુ ડ્રમ મર્ડર : તપાસમાં એક અન્ય પાસું પણ સામે આવ્યું છે. લગભગ ચાર મહિના પહેલા ઘરમાંથી ઘરેણાંની ચોરી થઈ હતી, જેમાં પિતા મનવેન્દ્રને અક્ષત પર શંકા હતી. પિતાએ પુત્રને કાયદાકીય મુસીબતમાંથી બચાવવા માટે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી, પરંતુ ત્યારથી તેઓ અક્ષત પર સતત નજર રાખતા હતા, જેનાથી તે ગુસ્સામાં હતો.

બ્લુ ડ્રમ મર્ડર

હાલમાં પોલીસ આ કેસમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરી રહી છે અને લાશના બાકીના ભાગોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકો પરના શૈક્ષણિક દબાણ અને તૂટતા પારિવારિક સંબંધો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બ્લુ ડ્રમ મર્ડર કેસ

ક્રાઈમ બ્રાન્ચ : ‘ઓટલે બેસવા’ જેવી મામૂલી બાબતે ૧૭ વર્ષના સગીરે ઘડ્યું હત્યાનું ભયાનક કાવતરું

કોમ્યુનલ વાયોલન્સ બિલનું સત્ય | હિન્દુ વિરોધી પ્રાવધાનોનો પર્દાફાશ | વિમર્શ |

Related posts

Gandhinagar : ગાંધીનગર-સાબરકાંઠામાં ₹815 કરોડના વિકાસકામો, અમિત શાહે આપી મોટી ભેટ

SAHAJANAND RAJPUT

રોકાણકારો માટે સ્વર્ગ બન્યું ગુજરાત : મહારાષ્ટ્ર-તમિલનાડુને પછાડી મેળવ્યો નંબર-1 તાજ

SAHAJANAND RAJPUT

સમુદ્રમાં સન્નાટો: ઈરાન-અમેરિકા સંઘર્ષને કારણે જહાજોની અવરજવર અટકી

SAHAJANAND RAJPUT

Leave a Comment