વૈશ્વિકખબર

ટ્રમ્પ : “પરમાણુ બોમ્બની શું જરૂર?” – ટ્રમ્પે ઈરાન સામે છેડ્યું ‘કોલ્ડ વોર’, પરમાણુ વિકલ્પને ગણાવ્યો મૂર્ખામી

😾 ટ્રમ્પ : ઈરાનના નેતાઓ ‘કૂતરા-બિલાડા’ની જેમ લડી રહ્યા છે: ઈરાન પર સૌથી મોટો પ્રહાર!

🚢 રોજના 500 મિલિયન ડોલરનો ફટકો! હોર્મુઝની સામુદ્રધુની બંધ રાખી ટ્રમ્પે ઈરાનની કમર તોડી નાખી.

🎯 75% મિશન પૂરું! ટ્રમ્પનો દાવો – “ઈરાનને પરંપરાગત રીતે જ હરાવી દીધું છે, હવે માત્ર સોદાની રાહ છે.”

TP F

ટ્રમ્પ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાષ્ટ્રપતિ અમેરીકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર આક્રમક અને બેબાક અંદાજમાં દુનિયાને ચોંકાવી દીધી છે. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અમેરીકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા માટે ઉતાવળમાં નથી. ‘મેગા (MAGA) સુપ્રીમો’ તરીકે જાણીતા અમેરરીકી રાષ્ટ્રપતિએ ઈરાન સામે પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતાને પણ સદંતર ફગાવી દીધી છે.

🛑 “મને ઉતાવળ ન કરાવો” – ટ્રમ્પનો સ્પષ્ટ સંકેત

ટ્રમ્પ : જ્યારે પત્રકારોએ અમેરરીકી રાષ્ટ્રપતિને પૂછ્યું કે શું તેમણે ઈરાન માટે કોઈ સમયમર્યાદા (Deadline) નક્કી કરી છે, ત્યારે તેમણે આકરા શબ્દોમાં જવાબ આપ્યો, “મને ઉતાવળ ન કરાવો”. અમેરીકી રાષ્ટ્રપતિનું માનવું છે કે તેઓ અત્યારે જ ઈરાન સાથે સોદો કરી શકે છે, પરંતુ તેઓ ઉતાવળ કરીને કોઈ નબળી ડીલ કરવા માંગતા નથી, પણ ‘શ્રેષ્ઠ ડીલ’ કરવા ઈચ્છે છે. તેમણે ભૂતકાળના યુદ્ધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઘણા સંઘર્ષો આના કરતા પણ લાંબા ચાલ્યા છે, તેથી ચારથી છ અઠવાડિયાની કોઈ ચોક્કસ સમયમર્યાદામાં બંધાવાની તેમને જરૂર લાગતી નથી.

Tru Nuk

☢️ ટ્રમ્પ : પરમાણુ હથિયાર? “આવો મૂર્ખામીભર્યો સવાલ કેમ?”

આ મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો પરમાણુ હથિયારોનો હતો. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે શું તેઓ ઈરાન સામે પરમાણુ હુમલાનો વિચાર કરશે, ત્યારે ટ્રમ્પ ભડકી ગયા હતા. તેમણે આ સવાલને જ ‘મૂર્ખામીભર્યો’ ગણાવ્યો હતો. અમેરકી રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું, “ના, હું તેનો ઉપયોગ નહીં કરું. અમને તેની જરૂર નથી. જ્યારે અમે પરંપરાગત હથિયારોથી જ તેમને સંપૂર્ણ રીતે તોડી નાખ્યા છે, તો પરમાણુ હથિયારની શું જરૂર?”. તેમણે વધુમાં ઉમેર્યું કે પરમાણુ હથિયારનો ઉપયોગ કોઈએ પણ ક્યારેય ન કરવો જોઈએ.

ટ્રમ્પ

⚔️ 75% લક્ષ્યો પાર, ઈરાની નેતૃત્વમાં ભારે આંતરિક કલહ!

અમેરીકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે અમેરિકી સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના લગભગ 75% લક્ષ્યોને નિશાન બનાવી દીધા છે. તેમણે કહ્યું કે શરૂઆતના ચાર અઠવાડિયામાં જ તેમણે ઈરાનને સૈન્ય દૃષ્ટિએ નબળું પાડી દીધું હતું. અત્યારે સૈન્ય કાર્યવાહી ધીમી પડી છે તેનું કારણ એ છે કે ઈરાન તરફથી તણાવ ઓછો કરવાના સંકેતો મળ્યા છે અને અમેરિકા હવે સોદાની રાહ જોઈ રહ્યું છે.

ટ્રમ્પ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરીકી રાષ્ટ્રપતિએ ઈરાનના નેતૃત્વ વિશે ગંભીર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ઈરાનનું નેતૃત્વ અત્યારે ભારે ‘ઉથલપાથલ’ (Turmoil) માં છે. અમેરરીકી રાષ્ટ્રપતિના શબ્દોમાં, “તેઓ અત્યારે સત્તા પર કોનું નિયંત્રણ રહેશે તે માટે કૂતરા-બિલાડાની જેમ લડી રહ્યા છે. અમે તેમના માટે એક વાસ્તવિક મુસીબત ઊભી કરી દીધી છે”.

💰 આર્થિક રીતે ઈરાનને ભીંસમાં લેવાની રણનીતિ

માત્ર સૈન્ય જ નહીં, પણ આર્થિક મોરચે પણ ટ્રમ્પે ઈરાનને ભીંસમાં લીધું છે. ગ્લોબલ ઓઈલ રૂટ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) અંગે વાત કરતા અમેરીકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈરાને તેને ફરીથી ખોલવા માટે અમેરિકાનો સંપર્ક કર્યો હતો. જોકે, ટ્રમ્પે તેનો વિરોધ કર્યો છે. તેમનું તર્ક છે કે જો આ રસ્તો ખુલી જાય, તો ઈરાન રોજનું 500 મિલિયન ડોલર કમાઈ શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન કોઈ સમજૂતી પર નહીં આવે, ત્યાં સુધી તેઓ આ માર્ગ ખોલવા દેશે નહીં અને ઈરાનની કમાણી બંધ રાખશે.

ટ્રમ્પ

🔍 આગળ શું થશે?

ટ્રમ્પના આ વલણથી સ્પષ્ટ છે કે તેઓ ઈરાન પર દબાણ જાળવી રાખવા માંગે છે પરંતુ કોઈ મોટું પરમાણુ જોખમ ખેડવા માંગતા નથી. તેઓ અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યા છે. જો ઈરાન વાતચીત માટે તૈયાર નહીં થાય, તો ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ સૈન્ય રીતે આ મામલો પૂરો કરી દેશે.

ટ્રમ્પ

આ પરિસ્થિતિ વિશ્વભરના બજારો અને ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમતો પર કેવી અસર કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

ટ્રમ્પનું ‘નોટી એન્ડ નાઈસ’ લિસ્ટ : શું NATO ના ટુકડા થશે?

Related posts

પકિસ્તાન : વરદી પાકિસ્તાનની પણ વફાદારી અમેરિકાની? ટ્વિટર પર મીમ વાયરલ થતા આખા વિશ્વમાં થઈ ફજેતી

SAHAJANAND RAJPUT

Women’s Champions Trophy 2027 હવે ભારતમાં : ICCનો મોટો નિર્ણય

SAHAJANAND RAJPUT

UAE માં ઇરાની હુમલો અને ભારતનો કડક મિજાજ: ૩ ભારતીયો ઘાયલ, પીએમ મોદીની વિશ્વને અપિલ

SAHAJANAND RAJPUT

Leave a Comment