ફટાફટ ન્યૂઝખબર

હર ઘર તિરંગા 2026 : પીએમ મોદીની દેશવાસીઓને અપીલ

Har Ghar Tiranga : દેશભક્તિનો નવો જુવાળ: ‘હર ઘર તિરંગા’ સાથે ગુંજશે ‘વંદે માતરમ્’ ના 150 વર્ષનો નાદ!

Har Ghar Tiranga

Har Ghar Tiranga : ભારતની આન, બાન અને શાન એટલે આપણો ત્રિરંગો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત જલાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા હાકલ કરી છે. આ વખતનું અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના ગૌરવ અને સંકલ્પનું પ્રતીક છે.

🚩 Har Ghar Tiranga : વંદે માતરમ્ ને સમર્પિત આ વર્ષનું અભિયાન

Har Ghar Tiranga : આ વર્ષનું ‘હર ઘર તિરંગા’ અભિયાન વિશેષ મહત્વ ધરાવે છે. વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ વર્ષે આપણે આપણા ગૌરવશાળી રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના 150 વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, તેથી આ વર્ષનું અભિયાન તેને જ સમર્પિત કરવામાં આવ્યું છે. તિરંગો આપણને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની નિરંતર પ્રેરણા આપે છે.

‘વિકસિત ભારત’ નો સામૂહિક સંકલ્પ

Har Ghar Tiranga : પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને નાગરિકોને અપીલ કરી છે કે, આવો આપણે સૌ સાથે મળીને આ અભિયાનનો ભાગ બનીએ. આ અભિયાન દ્વારા માત્ર તિરંગો લહેરાવવાનો નથી, પરંતુ ‘વિકસિત ભારત’ ના નિર્માણ માટેના આપણા સામૂહિક સંકલ્પને ફરી એકવાર દોહરાવવાનો છે.

તિરંગો: આપણું ગૌરવ અને પ્રેરણા

Har Ghar Tiranga : વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું છે કે, તિરંગો એ ભારતની અસ્મિતાનું પ્રતીક છે. તે દરેક નાગરિકને દેશ પ્રત્યે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે દેશ ‘વંદે માતરમ્’ ના દોઢસો વર્ષની ઉજવણી કરી રહ્યો હોય, ત્યારે દરેક ઘર પર લહેરાતો તિરંગો એક નવી ઊર્જા અને એકતાનો સંદેશ આપશે.

તમે પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો અને તમારા ઘર પર ગર્વથી તિરંગો લહેરાવીને ‘વિકસિત ભારત’ ના અભિયાનમાં સહભાગી બનો!

Oil Price : ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો: શું મોંઘું થશે પેટ્રોલ?

Ad p

Related posts

પાકિસ્તાન : પાકિસ્તાનમાં આંતરવિગ્રહનો ભડકો! આર્મી ચીફ આસિમ મુનીરની શિયાઓને સીધી ધમકી : ‘ઈરાન ચાલ્યા જાઓ’!

SAHAJANAND RAJPUT

T20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાનનું ‘મોયે-મોયે’

SAHAJANAND RAJPUT

Gandhinagar : Happy Birthday, 61 વર્ષમાં કેવી રીતે બદલાઈ ગુજરાતની રાજધાની?

SAHAJANAND RAJPUT

Leave a Comment