ક્રાઈમખબર

Changodar : Google પર વેરહાઉસ શોધ્યું, રેકી કરી અને ચોરી લીધો 1 કરોડનો માલ, LCB એ 5 આરોપી ઝડપ્યા

Changodar

Changodar (અમદાવાદ) : ટેકનોલોજીના ઉપયોગથી મોટી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગની ચાલાકી આખરે પોલીસની તીક્ષ્ણ નજર સામે નિષ્ફળ નીવડી છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર સ્થિત ઈન્ગ્રામ માઇક્રો ઇન્ડીયા પ્રા.લિ. કંપનીના વેરહાઉસમાંથી થયેલી રૂ. 99.98 લાખથી વધુ કિંમતના એપલ આઇફોન, લેપટોપ અને સ્માર્ટ વોચની સન્સનાટીભરી ચોરીનો અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 શાતિર આરોપીઓને રૂ. 96.22 લાખથી વધુના રિકવર કરેલા મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

🕵️‍♂️ Changodar : ગોડાઉનની પાછળના ખેતરમાંથી છતનું પતરૂં ખોલી અંદર ઘૂસ્યા ચોર

Changodar : ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાપુરા ગામની સીમમાં આવેલ ઈન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં ગત 21/10/2026ના રોજ રાત્રિના સમયે ચોરી થઈ હતી. ચોરોએ ગૂગલ પર ઓનલાઇન સર્ચ કરીને વેરહાઉસનું ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ વેરહાઉસની પાછળ આવેલા ખેતર તરફથી આવી, દિવાલ પરનું પતરૂં ખોલી વેરહાઉસમાં પ્રવેશી હાઇ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ચોરી કરી હતી.

📱 17 આઇફોન સહિત ₹1 કરોડના ઇલેક્ટ્રોનિક્સ સાધનોના સફાયાની કહાની

Changodar : શાતિર ચોરો ગોડાઉનમાં પ્રવેશ કરીને આઇફોન 17 (40 નંગ), આઇફોન 16 (30 નંગ), આઇપેડ પ્રો (2 નંગ), એપલ વોચ (31 નંગ), એપલ કી-બોર્ડ, ડેલ અને એચ.પી. કંપનીના 26 લેપટોપ તેમજ બેગપેક મળી કુલ રૂ. 99,98,742/- ની મિલકત ચોરી ગયા હતા. આટલી મોટી રકમની ચોરી અનડીટેક્ટ રહેતા પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા તાત્કાલિક ચોરને ઝડપવા આદેશ અપાયા હતા.

🚔 100થી વધુ વાહનોનું સર્વેલન્સ અને 250 લોકોની પૂછપરછ

Changodar : LCB PI આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી ઘટનાસ્થળ અને હાઇવે તરફના સીસીટીવી ફુટેજની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. સીસીટીવી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી 100થી વધુ શંકાસ્પદ વાહનોનું રૂટ મેપિંગ કરાયું હતું. આ ઉપરાંત વેરહાઉસ અને આસપાસના ગોડાઉનના કર્મચારીઓ, શ્રમિકો અને સિક્યુરિટી ગાર્ડ મળી 250થી વધુ વ્યક્તિઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી.

🚗 અર્ટીગા કારમાં માલ વેચવા નીકળ્યા ને ખેડા-અમદાવાદ હાઇવે પર ખાખી ત્રાટકી!

Changodar : દરમિયાન PSI આર.બી. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી મળી કે આંતર-રાજ્ય મોબાઇલ ચોરી કરતી ગેંગ આ ગુનામાં સંડોવાયેલી છે. LCB ની ટીમોએ મહારાષ્ટ્ર (થાણે, મુંબઈ), રાજસ્થાન (ઝાલોર, સિરોહી) અને ઉત્તરપ્રદેશ (જોનપુર, મિરઝાપુર, વારાણસી) વિસ્તારમાં તપાસ લંબાવી હતી. બાતમી મળી કે આરોપીઓ ચોરાયેલો માલ અર્ટીગા કારમાં ભરી રાજસ્થાન તરફ વેચવા જઈ રહ્યા છે, જેના આધારે ખેડા-અમદાવાદ હાઇવે પરથી કાર સાથે 5 આરોપીઓને દબોચી લેવાયા હતા. પોલીસે ₹96,22,989 ની કિંમતનો ચોરીનો માલ અને મારૂતિ અર્ટીગા કાર જપ્ત કરી છે.

⚠️ અગાઉ આંધ્રપ્રદેશમાં લીમડાના ઝાડ પર ચડી ₹2.5 કરોડના આઇફોન ચોર્યા હતા!

Changodar : પકડાયેલા આરોપીઓમાં માયા ઉર્ફે સંદીપ પટેલ (જોનપુર, UP), મોહમદ સમીમ (ભીંવડી, મહારાષ્ટ્ર), સુરેન્દ્રકુમાર પટેલ (જોનપુર, UP), આકાશ ચૌહાણ (મિરઝાપુર, UP) અને કમલેશગીરી ગોસ્વામી (ઝાલોર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વર્ષ 2025માં આરોપી માયા ઉર્ફે સંદીપ અને સુરેન્દ્રકુમારે આંધ્રપ્રદેશના પાતામાતા ખાતે ઈન્ગ્રામ માઇક્રો કંપનીના ગોડાઉન પાછળ લીમડાના ઝાડ પર ચડીને રૂ. 2.5 કરોડના એપલ આઇફોનની ચોરી કરી હતી!. આ ઉપરાંત UP ના સુરજપુરમાં પણ તેમના વિરુદ્ધ ચોરીના ગુના નોંધાયેલા છે.

Gujarat : ખાખી વર્દી પહેરવાની તૈયારી કરો! ગુજરાત પોલીસમાં 12,752 કોન્સ્ટેબલ અને 241 PSIની ભરતી

QR Code
Ad p

Related posts

ગુજરાતમાં ગરમીનો કહેર : અમદાવાદમાં તાપમાન 41°C પાર

SAHAJANAND RAJPUT

અસલાલી : લગ્નના નામે છેતરપિંડી કરનાર ‘લૂંટેરી દુલ્હન’ની ધરપકડ

SAHAJANAND RAJPUT

લવ જેહાદ : હોટલમાં જવા હિન્દુ દીકરીઓને બનાવી ‘બેગમ’: બુરખાવાળા નકલી આધારકાર્ડના ખૌફનાક ખેલનો પર્દાફાશ!

SAHAJANAND RAJPUT

Leave a Comment