ફટાફટ ન્યૂઝખબર

Gujarat : ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો અને ચિહ્નો પર પ્રતિબંધ: મોટર વાહન નિયમો 2026 જાહેર

🚨 Gujarat : જાતિવાદ પર સરકારી બ્રેક: ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો કે ચિહ્નો લખવા પર સખત પ્રતિબંધ!

Gujarat

Gujarat : રાજ્યમાં રસ્તાઓ પર દોડતા ખાનગી વાહનો પર પોતાની જ્ઞાતિ કે જાતિના નામ લખાવીને વટ પાડનારા લોકો માટે આંખ ઉઘાડનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિગત ઓળખ પ્રદર્શિત કરતી પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ લાવવા માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, કાર, બસ કે ટ્રક સહિતના કોઈપણ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

📜 ‘Gujarat : ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર

Gujarat : ગાંધીનગર સ્થિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ આ અંગેની સત્તાવાર માહિતી આપીને ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ આખરી રીતે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને વાહનો પર જાતિગત ઓળખ દર્શાવવા અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત 17 નવેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, જૂના નિયમ 125ના પેટાનિયમ (1)માં મહત્વનો સુધારો કરાયો છે. જેમાં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ હવે ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ ફેરફારથી વાહનો પર કોઈ પણ પ્રકારના જાહેરાતના સાધનો અને આકૃતિઓ સાથે હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરી દેવાયો છે.

🔍 નિયમ 138માં નવો પેટાનિયમ (3) ઉમેરાયો: અપવાદ સિવાય બધું બંધ!

Gujarat : આ નિયમોને વધુ કડક બનાવવા માટે નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરી દેવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

આ નિર્ણયનું વિશેષ મહત્વ એ છે કે અત્યાર સુધી ખાનગી વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે રહેલી અસ્પષ્ટતા હવે સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. વાહનો પર જાતિ આધારિત શબ્દો અને ચિહ્નોના પ્રદર્શનને નિયમન હેઠળ લાવીને કાયદાકીય જોગવાઈ વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે.

📑 30 દિવસમાં કોઈ વાંધા ન આવતાં આખરી નિયમ અમલી

Gujarat : ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્ર (ગેઝેટ)માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તે સમયે અસરગ્રસ્ત નાગરિકો પાસેથી 30 દિવસના સમયગાળામાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધા-સૂચન પ્રાપ્ત ન થતાં, હવે આ અંતિમ નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે.

આમ, ગુજરાતના રસ્તાઓ પર શિસ્ત અને સમાનતા જાળવવા માટે સરકારે મોટર વાહન નિયમોમાં આ મોટો સુધારો કરીને ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જો તમારા વાહન પર પણ આવું કોઈ લખાણ હોય તો તરત જ હટાવી લેવું હિતાવહ છે.

Gujarat : હાઈવેના ઢાબાથી લઈને શહેરની રેસ્ટોરન્ટ સુધી… ગુજરાત સરકારનું ‘ઓપરેશન હેલ્થ’

QR Code
Ad p

Related posts

Vibrant Gujarat : 22 દેશોમાં ગુજરાતનો ડંકો: વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટે શરૂ થયું અત્યાર સુધીનું સૌથી મોટું મિશન!

SAHAJANAND RAJPUT

ટ્રમ્પ : “ઈરાનનું તેલ અમારું હશે!” – શું ખાર્ગ આઇલેન્ડ પર થશે અમેરિકાનો કબજો?

SAHAJANAND RAJPUT

મંદિરમાં ચોરી : રાત્રિના અંધકારમાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ

SAHAJANAND RAJPUT

Leave a Comment