🕵️♂️ કેવી રીતે ઘડાયો આખો પ્લાન અને ક્યાં પકડાઈ ગયું નેટવર્ક?
Ahmedabad SOG : અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી નશીલા પદાર્થોની બદીને મૂળમાંથી નેસ્તનાબૂદ કરવા અમદાવાદ રેન્જ આઇજી રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ ના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડક સૂચનાઓ અન્વયે એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એન. રામાણી અને એ.એન.ડબલ્યુ. પો.ઇન્સ. વાય.જી. ગુર્જર ના નેતૃત્વ હેઠળ ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આઇ.કે. શેખ ને ખાનગી રાહે અત્યંત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, નાગપુર (મહારાષ્ટ્ર) થી સાણંદ ખાતે સ્ટીલ કોઇલ ખાલી કરવા જઈ રહેલા ટ્રેલરમાં સ્ટીલની આડમાં માદક પદાર્થ પોસડોડાનો મોટો જથ્થો ગુજરાત ઘૂસાડવામાં આવી રહ્યો હતો.
🛣️ ખેડા-ધોળકા હાઇવે પર પોલીસની ફિલ્મી ઢબે ઘેરાબંધી
Ahmedabad SOG : મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. અને એન્ટી નાર્કોટીક્સ વિંગ (એ.એન.ડબલ્યુ.) અમદાવાદ ગ્રામ્યની સંયુક્ત ટીમોએ ખેડા-ધોળકા હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. તા. 08/10/2026 ના રોજ રાત્રિના સમયે શંકાસ્પદ ટ્રક ટ્રેલર (નંબર RJ-19-GC-6496) પસાર થતાં જ ટીમે તેને ટ્રેસ કરીને રોકી લીધું હતું. ટ્રેલરમાં ભરેલી સ્ટીલ કોઇલ પર બાંધેલી તાડપત્રી ખોલીને તપાસ કરતા જ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સ્ટીલ કોઇલની નીચે કાળા અને પીળા રંગના 36 મીણીયાના કોથળામાં છુપાવેલો 696.940 કિલોગ્રામ ગેરકાયદેસર પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો.
💸 ₹2,00,000 નું ભાડું અને મધ્યપ્રદેશથી કનેક્શન: જાણો મોડસ ઓપરેન્ડી
Ahmedabad SOG : આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની મોડસ ઓપરેન્ડીની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, આરોપી ટ્રક ચાલક નાગપુરથી ટાટા મોટર્સ, સાણંદ ખાતે ઉતારવા માટે સ્ટીલ કોઇલ ભરીને નીકળ્યો હતો. રસ્તામાં ઝાબુઆ (મધ્યપ્રદેશ) પાસે ‘સંતોષ’ નામના ઇસમે આ પોસડોડા ભરેલા કોથળા ટ્રેલરમાં તાડપત્રી નીચે છુપાવી દીધા હતા. સામાન્ય ઔદ્યોગિક માલ હોય તે રીતે આ નશીલો જથ્થો ગુજરાતમાં પહોંચાડવા માટે ડ્રાઇવરને ₹2,00,000 નું ભાડું ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
⚖️ રૂ. 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત, કચ્છનો રીસીવર ડિટેઇન
Ahmedabad SOG : પોલીસે ઓપરેશન દરમિયાન ₹1,04,54,100 ની કિંમતનો 696.940 કિલો પોસડોડા, ₹20,00,000 નું ટ્રેલર, ₹22,21,951.80 ની સ્ટીલ કોઇલ, 2 મોબાઇલ અને ₹32,010 રોકડ રકમ મળી કુલ ₹1,47,14,161.80 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ટ્રક ચાલક ભૈરારામ રામારામ તરડ (ઉં.વ. 33, રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી ધોળકા રૂલર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ જથ્થો મંગાવનાર રીસીવર જેતારામ ભુરારામ કડવાશા (રહે. સામખીયાળી, કચ્છ) ને ડિટેઇન કરી પૂછપરછ ચાલુ છે, જ્યારે માલ મોકલનાર MP ના સંતોષને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
સફળ ઓપરેશન પાર પાડનાર પાલીસ ટીમ 👮♂️
Ahmedabad SOG : આ સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના જાંબાઝ અધિકારીઓ અને કર્મચારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્યના પો.ઇન્સ. એસ.એન. રામાણી, એ.એન.ડબલ્યુ. શાખાના પો.ઇન્સ. વાય.જી. ગુર્જર, એસ.ઓ.જી. ના પો.સબ.ઇન્સ. આઇ.કે. શેખ, એ.એન.ડબલ્યુ. શાખાના પો.સ.ઇ. બી.એમ. પીપળીયા તેમજ એસ.ઓ.જી. ટેકનિકલ શાખાના પો.વા.સ.ઇ. વી.જે. વાઘેલા સહિત એસ.ઓ.જી. અને એ.એન.ડબલ્યુ. અમદાવાદ ગ્રામ્યની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપી આ કરોડો રૂપિયાનો નશીલો જથ્થો ઝડપી પાડ્યો હતો.
- Gujarat Police : શેરી ગરબાથી પાર્ટી પ્લોટ સુધી પોલીસ એલર્ટ! નવરાત્રી 2026ની સુરક્ષા વ્યવસ્થા
- Ahmedabad SOG : સ્ટીલની કોઇલમાં છુપાવેલા ₹1.04 કરોડના 696 પોસડોડા-ડ્રગ્સ ઝડપાયા
- Ahmedabad : રિક્ષામાં બેસાડી ચોરી? ક્રાઈમ બ્રાન્ચે 4 અઠંગ ચોર ઝડપ્યા, 32 ગુનાનો ભેદ ઉકેલાયો
- Ahmedabad : ઘરઘાટીની કરતૂત! વેપારીના ઘરમાંથી ₹35 લાખથી વધુની ચોરી, આરોપી રાજસ્થાનથી ઝડપાયો
- અયોધ્યામાં ગુજરાતીઓ માટે ₹80.25 કરોડનું ભવ્ય યાત્રી નિવાસ, 308 બેડથી લઈને 864 સીટિંગ સુધીની સુવિધા
Ahmedabad : ઘરઘાટીની કરતૂત! વેપારીના ઘરમાંથી ₹35 લાખથી વધુની ચોરી, આરોપી રાજસ્થાનથી ઝડપાયો




1 comment
[…] Ahmedabad SOG : સ્ટીલની કોઇલમાં છુપાવેલા… […]