
💊 Gujarat : નકલી દવાઓના નેટવર્કથી લઈને ભેળસેળિયા ખોરાક સુધી તંત્રનો સપાટો
ગાંધીનગર: નકલી અને ગેરકાયદેસર દવાઓ તેમજ ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે ગુજરાતમાં હવે કડક કાર્યવાહીનો દોર તેજ થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સચિવાલય ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
💊 50 દવા પેઢીઓના લાયસન્સ રદ
Gujarat : FDCAની કાર્યવાહી દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કરાયા છે.
આ ઉપરાંત 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જણાયેલી 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
🚔 ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શન જપ્ત
Gujarat : નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરાના વાઘોડિયામાં SOG સાથેની સંયુક્ત તપાસ દરમિયાન ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો. આ મામલે NDPS Act હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
🔎 ‘Nicardia Retard 10’ની નકલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ
Gujarat : બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કેસમાં તપાસ હવે સપ્લાય ચેઈન સુધી પહોંચી છે. 30થી વધુ સ્થળોએ તપાસ દરમિયાન રૂ. 1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
તપાસમાં લખનઉથી શરૂ થયેલી સપ્લાય ચેઈન અમદાવાદ અને સાણંદ સુધી પહોંચતી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
🥛 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત
Gujarat : ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાયોની તપાસ અને 2,591 જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા. દરોડા દરમિયાન કુલ 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો, અંદાજિત રૂ. 93.47 લાખની કિંમતનો, જપ્ત કરવામાં આવ્યો.
પાટણમાં તેલ, કામરેજ-સુરતમાં ઘી, જામનગરમાં દૂધ અને ડીસા-બનાસકાંઠામાં મરચાં પાઉડરનો મોટો જથ્થો ઝડપાયો હતો.

🛑 રેસ્ટોરન્ટ-ઢાબા અને ડેરી એનાલોગ પર પણ નજર
Gujarat : રાજ્યમાં 1,625થી વધુ રેસ્ટોરન્ટ અને ઢાબાનું નિરીક્ષણ કરાયું. ક્ષતિઓ બદલ 306 એકમોને સુધારણા નોટિસ અપાઈ અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે કડક કાર્યવાહી થઈ.
ડેરી એનાલોગ સામેની કાર્યવાહીમાં 3,078 પેઢીઓની તપાસ કરાઈ અને 2,553.10 કિલો બિન-ગુણવત્તાયુક્ત જથ્થો, રૂ. 7.54 લાખથી વધુની કિંમતનો, નાશ કરાવવામાં આવ્યો.
🌙 શ્રાવણ માસમાં દૂધ-ઘી-તેલ પર ખાસ નજર
Gujarat : તહેવારોને ધ્યાનમાં રાખીને શ્રાવણ માસ દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારનો સંદેશ સ્પષ્ટ છે—નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કાર્યવાહીનો સિલસિલો આગળ પણ ચાલુ રહેશે.
Team India : અફઘાનિસ્તાન સામે ભારતની T20 ટીમ જાહેર, બુમરાહની વાપસી

1 comment
[…] Gujarat : ગુજરાતમાં નકલી દવાઓ સામે… […]