ક્રાઈમખબર

Ahmedabad : BRTSમાં ચોરી કરતી ગેંગની 2 મહિલા સહિત 4 ઝડપાયા, ₹5.56 લાખનો મુદ્દામાલ કબજે

Ahmedabad

Ahmedabad : શહેરમાં જાહેર પરિવહન સેવા સમાન BRTS બસોમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી ટોળકીને દબોચી લીધી છે જે ભીડનો ગેરલાભ ઉઠાવી મુસાફરોના કિંમતી ઘરેણાં અને રોકડની ચોરી કરતી હતી.

Ahmedabad : ભૂતની આંબલી પાસેથી ઝડપાઈ ગેંગ 📍

Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે માણેકચોક જવાના રોડ પર ‘ભૂતની આંબલી’ પાસેથી તારીખ 03/08/2026ના રોજ બપોરે 14:30 વાગ્યે આ ટોળકીને આંતરી હતી. આ ગેંગમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે, જેઓ BRTS બસમાં પેસેન્જરને ટાર્ગેટ બનાવી નજર ચૂકવી ચોરી કરતા હતા.

કોણ છે આ ‘ચોર ટોળકી’? 👥

Ahmedabad : પોલીસે નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:

  1. રૂપા રોહિત તીરગર (ઉ.વ. 22): રહે. નરોલ, અમદાવાદ.
  2. ભારતી કરણ દાંતણી (ઉ.વ. 19): રહે. ઉમાંગ ફ્લેટ, નરોલ.
  3. વિજય ઉર્ફે પાંગલો પબજીભાઈ દાંતણી (ઉ.વ. 25): રહે. ઈસનપુર.
  4. વિજય ઉર્ફે ભૂરિયો અશોકભાઈ દાંતણી (ઉ.વ. 21): રહે. ચાંડોળા તળાવ પાસે, ઈસનપુર.

₹5.56 લાખનો મુદ્દામાલ રિકવર 💰

Ahmedabad : આ ગેંગ પાસેથી પોલીસે લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે, જેમાં:

  • સોનાનું મંગળસૂત્ર – 1
  • સોનાની બંગડીઓ – 2
  • સોનાની વીંટી – 1
  • ચાંદીની બંગડીઓ – 2
  • રોકડ રૂપિયા 15,000. આમ, કુલ મળીને રૂપિયા 5,56,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલાયો 🔍

Ahmedabad : આ ધરપકડથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગારો છે. આરોપી રૂપા સામે અગાઉ યુનિવર્સિટી અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, જ્યારે વિજય ઉર્ફે પાંગલો અને ભારતી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓને આગળની તપાસ માટે ઘાટલોડિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Supreme Court : જંતર મંતર પર હિંસા કરનારાઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો: 2700 થી વધુ FIR પર કાર્યવાહી ચાલુ રહેશે!

Ad p

Related posts

વડોદરા પોલીસ : માત્ર 60 સેકન્ડમાં 1.08 લાખ લોકોએ લીધો ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’નો સંકલ્પ

SAHAJANAND RAJPUT

US : સમુદ્રમાં મહાયુદ્ધ! અમેરિકાએ ઈરાનના ૩ તેલ ટેન્કરો કર્યા તબાહ, યુદ્ધ ચરમસીમાએ

SAHAJANAND RAJPUT

વેજલપુર : નોકરાણીઓએ હાથ સાફ કર્યો,: ૨.૫૩ લાખના મુદ્દામાલ સાથે બે મહિલાઓ ઝડપાઈ

SAHAJANAND RAJPUT

Leave a Comment