🚨 Anand Encounter : આણંદમાં ‘ન્યાય’ થયો! 4 વર્ષની બાળકીના હત્યારા નરાધમનું પોલીસ એન્કાઉન્ટર, ઉલટીના બહાને આરોપીએ પોલીસ પર ચપ્પુ ઝીંક્યું

આણંદ: ગુજરાતના આણંદ જિલ્લામાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. વાસદ રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરનાર આરોપી સુરેશ પરમારનો અંત આવ્યો છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા અને પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરતા, સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપી ઠાર થયો છે.
😨 Anand Encounter : શું હતી સમગ્ર હૃદયદ્રાવક ઘટના?
Anand Encounter : ઘટનાની શરૂઆત 18 જુલાઈની રાત્રે થઈ હતી, જ્યારે વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં સૂતેલી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. બીજા દિવસે એટલે કે 19 જુલાઈની સવારે બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી ત્રણ કટકા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પણ પૃષ્ટિ થઈ હતી, જેણે લોકોમાં ભારે રોષ જગાડ્યો હતો.
👮 પોલીસની સતર્કતા અને આરોપીની ધરપકડ
Anand Encounter : આ ગુનાની ગંભીરતા જોઈ આણંદ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અનેક ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ખભે ઊંચકીને જતો દેખાયો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં બોચાસણ વિસ્તારમાંથી આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો.
⚔️ એન્કાઉન્ટરની એ ક્ષણો: જ્યારે આરોપીએ પોલીસ પર કર્યો હુમલો
Anand Encounter : મધરાતે જ્યારે એલસીબીની ટીમ આરોપીને લઈને આણંદ આવી રહી હતી, ત્યારે આસોદર અને કંથારીયા વચ્ચે આરોપીએ અચાનક ઉલટી થવાનું બહાનું કાઢ્યું હતું. જેવું પોલીસ વાહન ઉભું રહ્યું, નરાધમ સુરેશે પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર હુમલો કરી દીધો.
આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ, મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીએસઆઈ રાણાએ આરોપીને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેણે હુમલો ચાલુ રાખ્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. અંતે, પોલીસ ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં સુરેશ પરમારને બે ગોળીઓ વાગતા તેનું મોત નીપજ્યું હતું.
📜 આરોપીનો ગુનાહિત ઇતિહાસ
Anand Encounter : મૃતક આરોપી સુરેશ પરમાર રીઢો ગુનેગાર હતો. વર્ષ 2020માં પણ તેણે એક અજાણી સ્ત્રી સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો હતો.
હાલમાં એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે માસૂમ દીકરીના હત્યારાને કુદરતે અને કાયદાએ ત્વરિત સજા આપી દીધી છે.
NEETના મંચ પર Article 370ની એન્ટ્રી! વિદ્યાર્થીઓનું ભવિષ્ય કે રાજકારણનો નવો ‘સિલેબસ’?
