Rath Yatra 2026 : વરસાદી માહોલમાં પણ સુરક્ષા ‘ટનાટન’, DGP મલિકે આપ્યા ખાસ આદેશો

આ બેઠકમાં રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
🚔 અમદાવાદ, ભાવનગર અને ખંભાતમાં વિશેષ તકેદારી
Rath Yatra 2026 : DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.
રથયાત્રાના રૂટ પર પૂરતી પોલીસ તૈનાતી, સતત પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે ટિયર ગેસ, લાઠી, હેલ્મેટ સહિતની સુરક્ષા સામગ્રી તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

📱 સોશિયલ મીડિયા પર રહેશે પોલીસની નજર
Rath Yatra 2026 : આધુનિક સમયમાં અફવા અને ખોટી માહિતી ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ સોશિયલ મીડિયા બની શકે છે. જેને ધ્યાનમાં રાખીને રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું કડક મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અફવા ફેલાવનારા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને લોકોમાં શાંતિ તથા ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.
🤝 શાંતિ સમિતિની બેઠકો અને આયોજકો સાથે સંકલન
Rath Yatra 2026 : રથયાત્રા પહેલાં સ્થાનિક સ્તરે વધુમાં વધુ શાંતિ સમિતિની બેઠકો યોજવા સૂચના આપવામાં આવી છે. સાથે જ રથયાત્રાના આયોજકો, સ્થાનિક આગેવાનો અને વિવિધ સમુદાયો સાથે અગાઉથી સંકલન કરવા પણ ભાર મૂકાયો છે.
પોલીસ અધિકારીઓને રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધારવા અને સ્થાનિક પરિસ્થિતિની સતત સમીક્ષા કરવા જણાવાયું છે.

🎥 બોડી કેમેરાથી વધશે પારદર્શિતા
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓને શક્ય તેટલો વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર આવતા હિસ્ટ્રીશીટરો સાથે અગાઉથી બેઠકો યોજી કાયદાકીય પગલાં લેવા અને લાંબા રૂટ ધરાવતા વિસ્તારોમાં પોલીસ જવાનોનું યોગ્ય ડી-બ્રિફિંગ કરવા જણાવાયું છે.
🌧️ વરસાદી માહોલમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા
Rath Yatra 2026 : હાલના વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને રથયાત્રાના માર્ગ પર વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.
બિલ્ડિંગ ઉપરથી પસાર થતા જોખમી વીજવાયરો, અન્ય અવરોધો અને સંભવિત જોખમો દૂર કરવા સંબંધિત વિભાગો સાથે સંકલન કરવા સૂચના આપવામાં આવી છે.
✅ ગુજરાત પોલીસની તૈયારી પૂર્ણ, શાંતિપૂર્ણ રથયાત્રા માટે કડક આયોજન
Rath Yatra 2026 : વીડિયો કોન્ફરન્સ દરમિયાન DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા એસપી અને રેન્જ આઈજી સાથે સ્થાનિક સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સુધારા-વધારા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે.
India Women : 39 વર્ષ બાદ ઇંગ્લેન્ડને હરાવી ભારતે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
