ફટાફટ ન્યૂઝખબર

Sanand : સાણંદની સેમિકન્ડક્ટર ‘હેટ્રિક’: હવે ગુજરાતની ચિપ્સ આખી દુનિયામાં ગજવશે ડંકો!

Sanand : 7,600 કરોડનું રોકાણ અને રોજની 1.5 કરોડ ચિપ્સ: સાણંદ બન્યું ભારતની નવી ‘સિલિકોન વેલી’

Sanand

Sanand : ભારતના ઔદ્યોગિક નકશા પર સાણંદે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં 7,600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ‘સીજી સેમી’ના અત્યાધુનિક ઓએસએટી (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક શક્તિ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીના શબ્દોમાં કહીએ તો, ભારતની સેમિકન્ડક્ટર યાત્રા હવે “સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને હવે ચિપ બાય ચિપ” આગળ વધી રહી છે.

🛠️ Sanand : માત્ર 27 મહિનામાં શિલાન્યાસથી ઉત્પાદન સુધીની સફર

Sanand Semuconductor plant inogration

Sanand : આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ છે. માર્ચ 2024માં જેનો શિલાન્યાસ થયો હતો, તે પ્લાન્ટમાં માત્ર 27 મહિનાના રેકોર્ડ સમયમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. આ પ્લાન્ટ જાપાનની ‘રેનેશાસ’ અને થાઈલેન્ડની ‘સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ’ જેવી દિગ્ગજ કંપનીઓના સહયોગથી કાર્યરત થયો છે. પીએમ મોદીએ પોતે પ્રથમ ચિપ શિપમેન્ટ જાપાનની રેનેશાસ કંપનીને સોંપીને આ નવા યુગનો પ્રારંભ કરાવ્યો હતો.

📊 આંકડામાં સમજીએ સાણંદની શક્તિ

  • કુલ રોકાણ: ₹7,600 કરોડ.
  • ઉત્પાદન ક્ષમતા: પ્રતિ દિવસ 1.5 કરોડ ચિપ્સ અને વાર્ષિક 500 કરોડ ચિપ્સ બનાવવાનું લક્ષ્ય.
  • રોજગારી: આગામી 5 વર્ષમાં 5,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો.
  • ઉપયોગ: આ ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર, 5G કોમ્યુનિકેશન અને પાવર એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં થશે.
Sanand Semuconductor plant inogration

🌍 દુનિયાના બજારમાં ગુંજશે ભારતનો ડંકો

Sanand : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અહીં બનેલી ચિપ્સ માત્ર ભારતમાં જ નહીં, પણ જાપાન, અમેરિકા અને યુરોપમાં પણ નિકાસ કરવામાં આવશે. ભારત હવે માત્ર બીજા દેશોની પ્રોડક્ટ્સ પર નિર્ભર નહીં રહે, પણ પોતે કમ્પોનન્ટ્સ બનાવીને દુનિયાને સપ્લાય કરશે.

Sanand Semuconductor plant inogration

👩‍ગૌરવની વાત: આદિવાસી દીકરીઓ બની રહી છે ટેક-એક્સપર્ટ!

Sanand : આ પ્રોજેક્ટનું સૌથી પ્રેરણાદાયક પાસું એ છે કે ઝારખંડ, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની અને ખાસ કરીને આપણા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની દીકરીઓ આ પ્લાન્ટમાં કામ કરી રહી છે. પીએમ મોદીએ આ દીકરીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ દીકરીઓએ મલેશિયામાં ટ્રેનિંગ લીધી છે અને આજે તેઓ વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજી સંભાળી રહી છે.

Sanand Semuconductor plant inogration

🎯 શું છે આગળનો રોડમેપ?

Sanand : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ધોલેરામાં વિશ્વસ્તરીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસી રહી છે અને ગુજરાત આ ક્ષેત્રમાં પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. વર્ષ 2026ના અંત સુધીમાં ભારતમાં આવા 5 પ્લાન્ટ કાર્યરત થઈ જશે, જે 2047 સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

Gujarat : 50,000 યુવાનો માટે રોજગારીના દ્વારા ખૂલ્યા, ગુજરાતમાં શરૂ થઈ સેમિકન્ડક્ટર ક્રાંતિ

Ad p

Related posts

સરકારી નિયમો : 1 મે થી બદલાશે ગેસ સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો

SAHAJANAND RAJPUT

સરખેજ : સાબરમતીના પટમાં સળગતી લાશની સનસનાટીભરી ઘટના : LCB ઝોન-7 એ ફિલ્મી ઢબે આરોપીઓને દબોચ્યા

rajputsr

સરખેજ હત્યા : અંગત અદાવતમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે વીજળીક ગતિએ ઉકેલ્યો ભેદ

SAHAJANAND RAJPUT

Leave a Comment